gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ મહાનગરપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું – રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન – કોંગ્રેસ.

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ મહાનગરપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું – રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન – કોંગ્રેસ.
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા ૨૦૦૨નો સરેઆમ ભંગ કરતું રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર – ડો. મહેશ રાજપુત

#અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજેરોજ શહેરમાં જાહેર વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરાતું હતું.- ડો.મહેશ રાજપુત

માલવિયા ચોક સર્કલ ખાતે આવેલ રાષ્ટ્રધ્વજ ગંદી હાલત તથા જર્જરિત હોય ત્યારે તાત્કાલિક નવા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરી નવો રાષ્ટ્રધ્વજ ફરકાવવા કરવા માંગ કરતાં ડો. મહેશ રાજપુત.

સમગ્ર ભારત દેશમાં તમામ જાહેર સ્થળોએ કેન્દ્ર સરકારમાં આવતા તમામ વિભાગો તથા કચેરીઓ, રાજ્ય સરકારમાં આવતા તમામ વિભાગો તથા કચેરીઓ, જાહેર કે ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓ દ્વારા ભારતીય ત્રિરંગા રાષ્ટ્રધ્વજ ફરકાવતાં હોય તેવા તમામ જાહેર કે ખાનગી સ્થળોએ રાષ્ટ્રધ્વજ બદલવા ડો.મહેશ રાજપુતની માંગ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી મહેશભાઇ રાજપુતે જણાવ્યુ છે કે ભારતીય ત્રિરંગા રાષ્ટ્રધ્વજ આપણા દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી તેને સન્માનનું સ્થાન મળવું જોઈએ. ત્રિરંગા રાષ્ટ્રધ્વજ પ્રત્યે ભારતના દરેક નાગરિક સાર્વત્રિક સ્નેહ, આદર અને વફાદારી છે. રાષ્ટ્રધ્વજના પ્રદર્શન માટે લાગુ પડતા કાયદા, પ્રથાઓ અને સંમેલનો અંગે લોકો તેમજ સરકારના સંગઠનો/એજન્સીઓમાં ઘણીવાર જાગૃતિનો અભાવ જોવા મળે છે. ‘રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971’ અને ‘ભારતનો ધ્વજ સંહિતા, 2002 જે રાષ્ટ્રધ્વજના ઉપયોગ/ઉપયોગ/પ્રદર્શનને નિયંત્રિત કરે છે, ભારતીય ધ્વજ સંહિતા, 2002 ની મુખ્ય લાક્ષણિકતાઓ આ સાથે જોડાયેલ છે.

જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન કરી બુધ્ધિનું દેવાળું ફૂંકયું છે, તેમજ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા ૨૦૦૨નો સરેઆમ ભંગ રાજકોટ મહાનગરપાલિકાના નીંભર તંત્રએ કર્યો છે, માલવિયા ચોક સર્કલ ખાતે આવેલ રાષ્ટ્રધ્વજ ગંદી હાલત તથા જર્જરિત હોય ત્યારે તાત્કાલિક નવા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરી નવો રાષ્ટ્રધ્વજ ફરકાવવા કરવા ડો. મહેશ રાજપુતે આજરોજ માંગ કરી છે, તેમજ વધુમાં જણાવ્યુ હતું કે અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજેરોજ શહેરમાં જાહેર વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરાતું હતું જ્યારે આજે કુંભકર્ણની જેમ ગાઢ નિદ્રાધીન રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ આટલી ચીવટ કેમ ન રાખી ? તેવો તીખો સવાલ કર્યો છે.

ડો.મહેશ રાજપુતે જણાવ્યુ કે ડિસેમ્બર ૨૦૨૧માં ખાદી સાથે પોલિએસ્ટર અને મશીન-મેઇડ ફેબ્રિકમાંથી બનેલા ધ્વજને ફરકાવવા મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી. તેમજ જુલાઈ૨૦૨૨માં સંહિતાના કલમ 2.2 (xi) માં સુધારો કરવામાં આવ્યો, જેથી રાષ્ટ્રીય ધ્વજને દિવસ-રાત ખુલ્લામાં અથવા નાગરિકના ઘર પર ફરકાવી શકાય. પ્રાથમિક માહિતી મુજબ ધ્વજનો આકાર હંમેશા લંબચોરસ હોવો જોઈએ. તેની લંબાઈ અને પહોળાઈ (ઊંચાઈ) નો ગુણોત્તર હંમેશા ૩:૨ હોવો જોઈએ. ૩૦ ડિસેમ્બર ૨૦૨૧ના સુધારા બાદ (જે ૨૦૨૨ માં અમલી રહ્યો), હાથથી કાંતેલા અને વણેલા કાપડ ઉપરાંત હવે મશીનથી બનેલા અને પોલિએસ્ટર (Polyester) ધ્વજનો ઉપયોગ કરવાની પણ છૂટ આપવામાં આવી છે. રાષ્ટ્રીય ધ્વજ કપાસ, પોલિએસ્ટર, ઊન, રેશમ અથવા ખાદીમાંથી બનાવેલો હોઈ શકે છે. ૧૯ જુલાઈ, ૨૦૨૨ ના આદેશ મુજબ, હવે જો રાષ્ટ્રીય ધ્વજ ખુલ્લામાં અથવા કોઈ નાગરિકના ઘરે પ્રદર્શિત કરવામાં આવે, તો તેને દિવસ અને રાત આમ ૨૪ કલાક ફરકાવી શકાય છે. અગાઉ, ધ્વજને ફક્ત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવવાની મંજૂરી હતી

રાષ્ટ્રધ્વજ નું સન્માન અને ગરિમા:

ફાટેલો અથવા ગંદો (મેલો) થયેલો ધ્વજ પ્રદર્શિત કરવો જોઈએ નહીં. જે ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨ના PART-1 , SECTION 2.2ના (૨.૨ જાહેર, ખાનગી સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થાના સભ્ય, ઔપચારિક અથવા અન્ય કોઈ પણ દિવસે, રાષ્ટ્રધ્વજ ફરકાવી/પ્રદર્શિત કરી શકે છે. રાષ્ટ્રધ્વજની ગરિમા અને સન્માન સાથે સુસંગત. ચેપ્ટરમાં જણાવેલ છે.) પારા નં.૧૩ {(xiii) જ્યારે ધ્વજ ક્ષતિગ્રસ્ત અથવા ગંદી સ્થિતિમાં હોય, ત્યારે તેને ખાનગીમાં સંપૂર્ણ રીતે નાશ કરવો જોઈએ, પ્રાધાન્યમાં બાળીને અથવા ધ્વજની ગરિમાને અનુરૂપ અન્ય કોઈપણ પદ્ધતિ દ્વારા.}માં સ્પષ્ટ જણાવેલ છે. તેમજ PART-3 , SECTION 5 – MISUSE (દુરુપયોગ) માં 3.25માં જણાવ્યુ છે.

· ધ્વજ ક્યારેય ઉંધો (કેસરી પટ્ટો નીચે આવે તેમ) ન ફરકાવવો જોઈએ.

· ધ્વજ જમીન અથવા પાણીને અડવો જોઈએ નહીં.

· ધ્વજ પર કોઈ લખાણ કે શણગાર કરવો જોઈએ નહીં.

જો ધ્વજ ક્ષતિગ્રસ્ત થાય, તો તેને ખાનગીમાં સળગાવીને અથવા ધ્વજની ગરિમા જળવાય તે રીતે માનપૂર્વક તેનો નિકાલ કરવો જોઈએ.તેવું ભારતીય ધ્વજ સંહિતા (ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા) -૨૦૦૨માં જણાવ્યુ છે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના નીંભર તંત્રને જગાડવા તેમજ ટકોર કરવા ગયેલ કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરને રજૂઆત કરેલ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
31stની મજા સજામાં ફેરવાઈ: અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 9 નબીરાઓ ઝડપાયા | Ahmeda…

31stની મજા સજામાં ફેરવાઈ: અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 9 નબીરાઓ ઝડપાયા | Ahmeda...

સુરત પાલિકામાં ભાજપમાં ચાલતી જુથબંધી બહાર આવી : દંડકે ગાર્ડનના સાધનોના વખાણ કર્યા તો પુર્વ કોર્પોરેટ…

સુરત પાલિકામાં ભાજપમાં ચાલતી જુથબંધી બહાર આવી : દંડકે ગાર્ડનના સાધનોના વખાણ કર્યા તો પુર્વ કોર્પોરેટ...

નવા વર્ષમાં યુવા વર્ગ બે ભાગમાં વહેંચાયો : એક ડાન્સ-ડિનર-ડ્રિન્કમાં અન્યએ ગરબે ઘૂમી પ્રભુ ભક્તિ કરી …

નવા વર્ષમાં યુવા વર્ગ બે ભાગમાં વહેંચાયો : એક ડાન્સ-ડિનર-ડ્રિન્કમાં અન્યએ ગરબે ઘૂમી પ્રભુ ભક્તિ કરી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સનો 338 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ 14 પોઈન્ટ ઘટીને 82187 | Sensex’s 338 point surge finally e…

સેન્સેક્સનો 338 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ 14 પોઈન્ટ ઘટીને 82187 | Sensex’s 338 point surge finally e…

1 year ago
જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચુકવણું કરવા કૃષિ મંત્રીને જિલ્લા પંચાયત પ્…

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચુકવણું કરવા કૃષિ મંત્રીને જિલ્લા પંચાયત પ્…

6 months ago
ભૂલુ પડેલું શિયાળ વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ગભરાટ : વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું | Pan…

ભૂલુ પડેલું શિયાળ વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ગભરાટ : વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું | Pan…

6 months ago
ગાંધીનગર: માણસાના 4 લોકોને તહેરાનમાં બંધક બનાવવાનો કેસ, દિલ્હીથી એક એજન્ટની ધરપકડ | Gandhinagar Mans…

ગાંધીનગર: માણસાના 4 લોકોને તહેરાનમાં બંધક બનાવવાનો કેસ, દિલ્હીથી એક એજન્ટની ધરપકડ | Gandhinagar Mans…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News