gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળના હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર |…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળના હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે માલગાડીના વેગનની જાળવણી માટે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ ગતિ શક્તિ યુનિટ, રાજકોટ દ્વારા વિક્રમી સમયમાં કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ મુખ્ય વહીવટી અધિકારી (રોડ સેફ્ટી, ચર્ચગેટ)  અમિત મનુવાલ ના માર્ગદર્શન અને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર  ગિરિરાજ કુમાર મીના ના દિશાનિર્દેશ હેઠળ મુખ્ય પ્રોજેક્ટ મેનેજર (ગતિ શક્તિ, રાજકોટ)  સુધીર દુબે અને તેમની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે.

​વર્તમાનમાં માત્ર દોઢ વર્ષના વિક્રમી સમયમાં આ પ્રોજેક્ટનું લગભગ 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, અને બાકીનું કામ પણ ટૂંક સમયમાં પૂરું કરી લેવામાં આવશે.

​આ નવી સુવિધા શરૂ થવાથી બી.ટી.એન.પી.,  બી.સી.એન., બી.ટી.પી.એલ.એન. સહિત વિવિધ પ્રકારના માલવાહક વેગનનું નિરીક્ષણ, મરામત અને જાળવણીનું કામ હવે વધુ ઝડપી, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે થઈ શકશે.

​આધુનિક સુવિધાઓથી સજ્જ નવો વેગન શેડ: 

​નવા વેગન શેડનું કદ 172 મીટર × 25 મીટર છે અને તેની મહત્તમ ઊંચાઈ 16.5 મીટર છે. તેમાં ટ્રસ  વગરની સ્વ-સમર્થિત હળવા વજનની પ્રોફ્લેક્સ રૂફ શીટ લગાવવામાં આવી છે. શેડની અંદર વેગનની જાળવણી માટે ત્રણ રેલવે ટ્રેક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને ભારે સાધનોના ઉપયોગ દરમિયાન ફ્લોરિંગને સુરક્ષિત રાખવા માટે હાર્ડોનાઈટ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે.

​વેગનના ઉપરના ભાગના નિરીક્ષણ માટે લાઇન નંબર 1 અને 3ની સાથે ઇન્સ્પેક્શન ગેન્ટ્રી અને દર 17 મીટરના અંતરે ઇન્સ્પેક્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેનાથી કર્મચારીઓ વેગન પર સુરક્ષિત રીતે પહોંચી શકશે. નવા શેડને રાજકોટ દિશા તરફથી લાઇન નંબર ૨૨ દ્વારા જોડવામાં આવ્યો છે, જ્યારે એસી લોકો ટ્રિપ શેડને લાઇન નંબર ૨૪ થી અલગ ઇલેક્ટ્રિફાઇડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે.

​વહીવટી ભવન અને અન્ય સુવિધાઓ પણ વિકસાવાઈ: 

​આ પ્રોજેક્ટ હેઠળ 78 મીટર × 9 મીટરનું આધુનિક વહીવટી ભવન પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૦ રૂમ અને પ્રથમ માળે 12  રૂમ બનાવવામાં આવ્યા છે. તેમાં મહિલા કર્મચારીઓ માટે અલગ મહિલા વિશ્રામ ખંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પરિસરમાં અલગ પાર્કિંગ એરિયા, સર્વિસ રોડ (સીસી રોડ) અને પાણી પુરવઠા માટે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જેને હાલની ઓવરહેડ ટેન્ક સાથે જોડીને વેગન શેડ અને વહીવટી ભવનમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

માલવાહક વેગનની મરામત ક્ષમતામાં મોટો વધારો થશે: 

​નવી સુવિધા શરૂ થવાથી માલવાહક વેગનની મરામત ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. જ્યાં પહેલા દરરોજ અંદાજે 12 વેગનની મરામત શક્ય હતી, હવે તે ક્ષમતા વધીને દરરોજ 56 વેગન થઈ જશે. આ સાથે જ આર.ઓ.એચ. (રૂટિન ઓવરહોલિંગ) આઉટટર્ન દર મહિને 70 વેગનથી વધીને 125થી વધુ વેગન થવાની સંભાવના છે.

​આ વ્યવસ્થાથી બીમાર  વેગનને હવે લગભગ ૩ દિવસમાં ફિટ કરી શકાશે, જ્યારે પહેલા આમાં સરેરાશ 10 દિવસ જેટલો સમય લાગતો હતો. આનાથી યાર્ડમાં ભીડ ઘટશે અને માલ લોડિંગ માટે વેગનની ઉપલબ્ધતા ઝડપથી વધશે. સાથે જ અનેક ટેકનિકલ પરીક્ષણો અને ઓવરહોલિંગના કાર્યો હવે સ્થાનિક સ્તરે જ શક્ય બનશે, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે.

​રેલ સંચાલન અને માલ પરિવહનને મોટો લાભ મળશે: 

​રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર  ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ નવી સુવિધાથી હાપા યાર્ડમાં વેગનની મરામત અને જાળવણીનું કામ પહેલાની સરખામણીમાં ઘણું ઝડપી અને વધુ સારું બનશે. આનાથી વેગન જલ્દી ફિટ થઈને માલ પરિવહન માટે ઉપલબ્ધ થશે, યાર્ડમાં ભીડ ઘટશે અને ટ્રેનોનું સંચાલન વધુ સરળ રહેશે. પરિણામે ઉદ્યોગો અને વેપારીઓને માલસામાનના પરિવહનમાં વધુ સુવિધા મળશે અને રેલવેની માલ પરિવહન ક્ષમતા તેમજ આવકમાં પણ વધારો થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ગીર સોમનાથના જંગલમાં મધ પાડવા જવું ભારે પડ્યું, સિંહણે જીવલેણ હુમલો કરતા યુવકને હોસ્પિટલ ખસેડાયો | L…

ગીર સોમનાથના જંગલમાં મધ પાડવા જવું ભારે પડ્યું, સિંહણે જીવલેણ હુમલો કરતા યુવકને હોસ્પિટલ ખસેડાયો | L...

રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું

રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો, સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે નિર્ણય | Girn…

ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો, સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે નિર્ણય | Girn…

11 months ago
રિક્ષામાં દારૃની ખેપ મારતી બે મહિલા અને રિક્ષાચાલક પકડાયાઃગૌરી અગાઉ 7 વાર પકડાઇ હતી | Three people i…

રિક્ષામાં દારૃની ખેપ મારતી બે મહિલા અને રિક્ષાચાલક પકડાયાઃગૌરી અગાઉ 7 વાર પકડાઇ હતી | Three people i…

1 year ago
સગીરા પર વારંવાર દુષ્કર્મના કેસમાં આકડોલના શખ્સને 20 વર્ષની કેદ | Akdol man gets 20 years in prison …

સગીરા પર વારંવાર દુષ્કર્મના કેસમાં આકડોલના શખ્સને 20 વર્ષની કેદ | Akdol man gets 20 years in prison …

1 year ago
ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News