
Raja Raghuvanshi Case: મેઘાલયના ચર્ચિત રાજા રઘુવંશી મર્ડર કેસમાં તેમની પત્ની સોનમ, તેના પ્રેમી રાજ કુશવાહ સહિત પાંચેય આરોપીઓને બુધવારે શિલોંગની કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં સુનાવણી બાદ શિલોંગ કોર્ટે તમામ આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે મેઘાલય પોલીસ તમામની આકરી પૂછપરછ કરશે. પોલીસના અનુસાર, તમામ પર રાજાની હત્યાનું ષડયંત્ર રચવા અને તેને અંજામ આપવાનો આરોપ છે. પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના એસપી વિવેક સાયમે જણાવ્યું કે, ‘પોલીસે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.










