gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી આજે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ, પ્રતિબંધિત દવાઓનો જથ્થો, નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો છે.

આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.), સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે,

જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.

ખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છે, તેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં Amidopyrine, Phenacetin, Nialamide, Chloramphenicol, Phenylephrine, Furazolidone, Oxyphenbutazone તેમજ Metronidazoleનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએ, અને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે.

બપોરે ૧૨ વાગ્યેથી રાજ્યવ્યાપી શરૂ કરેલા આ ચેકીંગ અભિયાન અંતર્ગત સાંજે ચાર વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં ૨૮૨ મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એક NDPS એક્ટ હેઠળનો કેસ સહિત કુલ ૪૫ કેસ નોંધવામાં આવ્યા છે.

તે ઉપરાંત સુરત શહેરમાં ૩૩૩ મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી ૯૩ કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી ૧૫ કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં ૬૧ મેડિકલ સ્ટોર્સ, નવસારીમાં ૧૮૪, જામનગરમાં ૬૬ મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ, ભરૂચ જિલ્લામાં ૨૫૮ સ્થળે ચેકીંગ તેમજ આહવા ડાંગમાં ૨૩ મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું છે.

તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ ૧૨૯ મેડિકલ સ્ટોર, પંચમહાલ જિલ્લામાં ૧૧૨ અને ગાંધીનગર જિલ્લામાં ૩૧૭ મેડિકલ સ્ટોર્સમાં સાંજે ચાર વાગ્યા સુધી ચેકીંગ હાથ ધરાયું હતી અને હજુ આ કામગીરી ચાલુ છે.

આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં એકસાથે હાથ ધરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નારોલમાં ડમ્પર નીચે કચડાતાં યુવકનું અને હાંસોલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Ruemon ra mano non …
GUJARAT

નારોલમાં ડમ્પર નીચે કચડાતાં યુવકનું અને હાંસોલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Ruemon ra mano non …

May 9, 2026
યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ | Fridge TV mwesin limelim ra ataielo l…
GUJARAT

યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ | Fridge TV mwesin limelim ra ataielo l…

May 9, 2026
પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું રેકેટ પકડયું | Raket ren lisowu mwaal a f…
GUJARAT

પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું રેકેટ પકડયું | Raket ren lisowu mwaal a f…

May 9, 2026
Next Post
ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી બચવું હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, અપનાવો 6 સરળ ટિપ્સ | best ways to control hair fall during monsoon season

ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી બચવું હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, અપનાવો 6 સરળ ટિપ્સ | best ways to control hair fall during monsoon season

ભાજપ મહારાષ્ટ્ર બાદ બિહારમાં ‘ચૂંટણી ચોરી’ કરવાની ફિરાકમાં, રાહુલ-ખડગેનો આક્ષેપ | Mallikarjun Kharge…

ભાજપ મહારાષ્ટ્ર બાદ બિહારમાં ‘ચૂંટણી ચોરી’ કરવાની ફિરાકમાં, રાહુલ-ખડગેનો આક્ષેપ | Mallikarjun Kharge...

નોસ્ટાલ્જિક કવિતાઓ’ – હ્રદ્દાન પટેલના પ્રથમ કાવ્યસંગ્રહનું ભાવસભર વિમોચન

નોસ્ટાલ્જિક કવિતાઓ' – હ્રદ્દાન પટેલના પ્રથમ કાવ્યસંગ્રહનું ભાવસભર વિમોચન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ: પાનમ નદીમાં હોડી પલટી જતાં પિતા-પુત્રનું ડૂબી જવાથી કરુણ મોત, પરિવારમાં માતમ | Father and s…

પંચમહાલ: પાનમ નદીમાં હોડી પલટી જતાં પિતા-પુત્રનું ડૂબી જવાથી કરુણ મોત, પરિવારમાં માતમ | Father and s…

1 month ago
કૃત્રિમ રેસામાંથી પ્રોડક્ટ્સ બનાવતા એકમોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને સ્પર્ધાત્મકતા વધશે | MMF quality co…

કૃત્રિમ રેસામાંથી પ્રોડક્ટ્સ બનાવતા એકમોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને સ્પર્ધાત્મકતા વધશે | MMF quality co…

6 months ago
ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ 2025 પાસ, ઘુસણખોરો પર થશે કાર્યવાહી

ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ 2025 પાસ, ઘુસણખોરો પર થશે કાર્યવાહી

1 year ago
ઇન્ડિયન ઓપન કિકબોક્સિંગ કપમાં અક્ષદાનું શાનદાર પ્રદર્શન : સુવર્ણ અને કાંસ્ય પદક હાંસલ કરી વડોદરાનું …

ઇન્ડિયન ઓપન કિકબોક્સિંગ કપમાં અક્ષદાનું શાનદાર પ્રદર્શન : સુવર્ણ અને કાંસ્ય પદક હાંસલ કરી વડોદરાનું …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News