gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા |…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bridge Update : ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના વિવિધ માર્ગો અને પુલના મરામત-સમારકામની કામગીરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજ્યના વિશાળ નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલની પણ ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી છે. 36 પુલને મરામતની જરૂરિયાત હોવાથી તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે, જ્યારે 5 પુલને સંપૂર્ણપણે બંધ કરાયા છે અને 4 પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 

69,000 કિ.મી. લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ, ગુજરાતમાં 17.92 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તારને આવરી લેતું આશરે 69,000 કિ.મી. લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક ઉપલબ્ધ છે. આ કેનાલ નેટવર્ક પરથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને ગામડાંના માર્ગોને જોડતા આશરે 2,110 જેટલા પુલ કાર્યરત છે. આ પુલની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા, સંભવિત ક્ષતિઓને અટકાવવા તેમજ પુલના આયુષ્યને લંબાવવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આ તમામ પુલનું વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા 2 - image

5 પુલ સંપૂર્ણપણે બંધ 

આ નિરીક્ષણ અભિયાનના તારણના આધારે, ટ્રાફિક માટે જોખમી જણાઈ આવેલા કુલ 05 પુલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. પુલની વાહક અને ભાર ક્ષમતાના આધારે અન્ય 04 પુલને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 36 પુલને મરામતની જરૂરિયાત હોવાથી તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. જ્યારે, નર્મદા કેનાલ પર સ્થિત બાકીના 2,065 નાના-મોટા પુલની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત ક્ષેત્રીય કચેરીઓને સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા 3 - image

કયા પુલ સંપૂર્ણપણે બંધ કરાયા

1. મોરબી જિલ્લામાં માળિયા બ્રાંચ કેનાલ પર અજીતગઢ અને ઘંટીલા ગામને જોડતા રોડ પર સ્થિત પુલ.

2. મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે 151એ અને મચ્છુ નદી વચ્ચે માળિયા બ્રાંચ કેનાલ પર સ્થિત પુલ.

3. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ ગામ પાસે સ્થિત પુલ.

4. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર-વણા ગામ પાસે સ્થિત પુલ.

5. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર વઢવાણ તાલુકાના બાલા-બાલા ફાર્મ પાસેનો પુલ.

ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયેલા પુલ

1. અમદાવાદ જિલ્લામાં વલ્લભીપુર બ્રાંચ કેનાલ પર ફેદરા-બગોદરા અને ભાવનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત પુલ.

2. અમદાવાદના નરોડા અને ગાંધીનગરના દહેગામને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ.

3. અમદાવાદ જિલ્લામાં રાયપુર અને મેદરાને જોડતા માર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ.

4. પાટણ જિલ્લાના સંતાલુર તાલુકામાં કચ્છ બ્રાંચ કેનાલ પર સીધાળા અને સુઈગામને જોડતા રોડ પર સ્થિત પુલ.

રાજ્યના નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત પરિવહન પુલ પર સતત ભારણ અને પર્યાવરણીય પરિબળોની અસર થતી રહે છે. આવા સમયે સંભવિત જોખમોને ઓળખવા અને તેને સમયસર દૂર કરવા માટે નિયમિત નિરીક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે. એટલા માટે જ, પુલનું નિરીક્ષણ અને સમારકામ એક સતત ચાલતી પ્રક્રિયાનો મુખ્ય ભાગ છે. ભવિષ્યમાં પણ નિયમિત નિરીક્ષણ અને સમયસર જાળવણી દ્વારા પુલની સુરક્ષા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સતત ચોથા દિવસે ખાડીના દબાણ દુર કરવાની કમગીરી યથાવત | Work to remove the encroachment of creek in sur…

સતત ચોથા દિવસે ખાડીના દબાણ દુર કરવાની કમગીરી યથાવત | Work to remove the encroachment of creek in sur...

ટેસ્લાની 27 લાખની કાર પર 33 લાખ ટેક્સ? મસ્ક માટે ભારતમાં વેપાર ફાયદાનો કે નુકસાનનો સોદો? | tesla mod…

ટેસ્લાની 27 લાખની કાર પર 33 લાખ ટેક્સ? મસ્ક માટે ભારતમાં વેપાર ફાયદાનો કે નુકસાનનો સોદો? | tesla mod...

જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક શ્રમિક યુવાનના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરનાર એક ટાબરીયા સહિત બે…

જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક શ્રમિક યુવાનના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરનાર એક ટાબરીયા સહિત બે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીદસર રોડ પર પોલીસ પર શખ્સનો છરી વડે હુમલો | Man attacks police with knife on Sidsar Road

સીદસર રોડ પર પોલીસ પર શખ્સનો છરી વડે હુમલો | Man attacks police with knife on Sidsar Road

6 months ago
દેશભરમાં સિન્થેટિક પનીર પર પ્રતિબંધની તૈયારી, FSSAIની બેઠકમાં નિર્ણય લેવાયો | Centre Moves to Ban Fa…

દેશભરમાં સિન્થેટિક પનીર પર પ્રતિબંધની તૈયારી, FSSAIની બેઠકમાં નિર્ણય લેવાયો | Centre Moves to Ban Fa…

5 months ago
વડતાલમાં રહેતા સેલ્સમેનનો મોબાઈલ અપડેટ કરી રૂપિયા 98 હજારની ઠગાઈ | Salesman living in Vadtal cheated…

વડતાલમાં રહેતા સેલ્સમેનનો મોબાઈલ અપડેટ કરી રૂપિયા 98 હજારની ઠગાઈ | Salesman living in Vadtal cheated…

8 months ago
500ની દારૂની બોટલ 1200મા વેચાય છે, ગુજરાતમાં બુટલેગરોનું બે નંબરી નેટવર્ક છતાં પોલીસ ‘ધૃતરાષ્ટ્ર’ બન…

500ની દારૂની બોટલ 1200મા વેચાય છે, ગુજરાતમાં બુટલેગરોનું બે નંબરી નેટવર્ક છતાં પોલીસ ‘ધૃતરાષ્ટ્ર’ બન…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News