gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે…’ નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram …

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in INDIA
0 0
0
‘રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે…’ નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ram Temple News : અયોધ્યાના ઐતિહાસિક શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓના ચઢાવાની ચોરીના મામલે એક નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. રામ મંદિર ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ ઘટનાને સામાન્ય ચોરી નહીં પરંતુ ‘લૂંટ’ ગણાવી છે. માધ્યમોમાં તેમના આ કડક નિવેદન બાદ રામ મંદિર ટ્રસ્ટમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર વ્યવસ્થામાં મોટા ફેરફાર તેમજ જવાબદાર હોદ્દેદારો સામે કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.

CCTV ફૂટેજમાં પુરાવા મળ્યા, 45 દિવસ સિવાયનો રેકોર્ડ ગાયબ

મીડિયા સાથેની વાતચીતમાં નૃપેન્દ્ર મિશ્રાએ દાવો કર્યો છે કે, સીસીટીવી (CCTV) ફૂટેજમાં એવા સ્પષ્ટ પુરાવા મળ્યા છે જે ચોરીની પુષ્ટિ કરે છે. કેશ કાઉન્ટિંગ (નોટોની ગણતરી) દરમિયાન કેટલાક લોકો નોટોની થપ્પીઓમાંથી રકમ કાઢીને પોતાના ખિસ્સામાં મૂકતા કેમેરામાં કેદ થયા છે, જે વ્યવસ્થાની બહુ મોટી નિષ્ફળતા છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, અત્યારે માત્ર 45 દિવસનું જ વીડિયો રેકોર્ડિંગ ઉપલબ્ધ છે, તે પહેલાના ફૂટેજ મળી રહ્યા નથી. આ ખુલાસા બાદ મંદિરની સુરક્ષા, મોનિટરિંગ અને નાણાં ગણતરીની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

ચંપત રાય સહિતના પ્રમુખ હોદ્દેદારો પર વધી શકે છે દબાણ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં મોનિટરિંગની મોટી ચૂક સામે આવ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નો અંતિમ અહેવાલ આવતાં જ ટ્રસ્ટના કેટલાક ટોચના પદાધિકારીઓની ભૂમિકાની સમીક્ષા થઈ શકે છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, અગ્રણી સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને વ્યવસ્થા સંચાલન સાથે જોડાયેલા ગોપાલ રાવ પર જવાબદારી સ્વીકારવાનું દબાણ વધી રહ્યું છે અને તેમને પદ છોડવા માટે પણ કહેવામાં આવી શકે છે.

કર્મચારીઓ પર સીધી કાર્યવાહી

ચઢાવા પ્રકરણમાં નામ સામે આવ્યા બાદ ટિન્નુ યાદવ નામના કર્મચારી સહિત કેટલાક સ્ટાફ મેમ્બર્સ સામે સીધા પગલાં લેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જો કે, અત્યાર સુધી ટ્રસ્ટ, એસઆઈટી કે શાસન સ્તર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સોના-ચાંદીના દાગીનાનો કોઈ હિસાબ જ નથી!

નૃપેન્દ્ર મિશ્રાએ વધુ એક સનસનાટીપૂર્ણ દાવો કરતા જણાવ્યું કે, દેશભરમાંથી આવતા લાખો ભક્તો ભાવુક થઈને રામલલાને પોતાની સોનાની વીંટી, કાનના કુંડળ, કંગન અને અન્ય કિંમતી આભૂષણો દાનપાત્રમાં અર્પણ કરી દેતા હતા. દાનપાત્રમાંથી રોકડ કાઢવા અને ગણવા માટે 44 સભ્યોની ટીમ બેંકના કર્મચારીઓ અને ટ્રસ્ટના સ્ટાફ સાથે તૈનાત રહેતી હતી, તેમ છતાં દાનમાં આવેલા સોના-ચાંદીના આ દાગીનાનો કોઈ સ્પષ્ટ રેકોર્ડ કે હિસાબ-કિતાબ ચોપડે જોવા મળતો નથી.

“15 દિવસમાં તપાસ પૂરી ન થઈ શકે, રિપોર્ટ જાહેર કરો”

એસઆઈટી (SIT) ની તપાસ અંગે વાત કરતા પૂર્વ ટોચના અમલદાર નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, આટલા મોટા અને ગંભીર મામલાની તપાસ માત્ર 15 દિવસમાં પૂરી થઈ જાય તે વ્યાવહારિક કે કાયદાકીય રીતે શક્ય નથી. પુરાવા એકત્ર કરવા અને ચાર્જશીટ તૈયાર કરવામાં સમય લાગે છે, તેથી ઉતાવળ કરવાના બદલે તપાસની ગુણવત્તા મહત્વની છે. આ સાથે જ તેમણે માંગ કરી છે કે એસઆઈટીનો રિપોર્ટ જાહેર કરવો જોઈએ, કારણ કે આનાથી કરોડો રામભક્તોની આસ્થા જોડાયેલી છે અને તેમને સત્ય જાણવાનો પૂરો અધિકાર છે.

પ્રશાસનિક માળખામાં ફેરફાર અને નવી CEO ની ભૂમિકાની ચર્ચા

રાજકીય અને વહીવટી ગલિયારાઓમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે રામ મંદિર નિર્માણનું મુખ્ય કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું હોવાથી હવે ભવન નિર્માણ સમિતિની ભૂમિકા મર્યાદિત બની રહી છે. નૃપેન્દ્ર મિશ્રાએ વકીલાત કરી છે કે હવે ટ્રસ્ટનું માળખું બદલીને એક વ્યાવસાયિક ‘વહીવટી માળખું’ તૈયાર કરવું જોઈએ અને મંદિરમાં ‘મુખ્ય કાર્યપાલક અધિકારી’ (CEO) ની નિમણૂક કરવી જોઈએ. ભૂતકાળમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાના આ આક્રમક વલણને જોતાં, જો સીઇઓ (CEO) જેવા પદનું સર્જન થાય તો તેમને જ આ મોટી વહીવટી જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો પણ તેજ થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…
INDIA

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

June 21, 2026
’40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..’, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર…
INDIA

’40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..’, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર…

June 21, 2026
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા | Rs 18 880 crore transferred under PM Ki…
INDIA

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા | Rs 18 880 crore transferred under PM Ki…

June 21, 2026
Next Post
નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ઝટકો: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં અનેક દિગ્ગજોનો પક્ષપલટો | bj…

નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ઝટકો: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં અનેક દિગ્ગજોનો પક્ષપલટો | bj...

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up...

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીકાસ શરુ નહીં થતા યુનિ.ની પ્રવેશ પરીક્ષાઓ આપનારાની સંખ્યા ઘટે તેવી શક્યતા | less students will appe…

જીકાસ શરુ નહીં થતા યુનિ.ની પ્રવેશ પરીક્ષાઓ આપનારાની સંખ્યા ઘટે તેવી શક્યતા | less students will appe…

2 months ago
અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિય…

અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિય…

3 weeks ago
PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ | pm…

PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ | pm…

7 months ago
મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News