gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in INDIA
0 0
0
લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lucknow Aliganj fire incident: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં સોમવારે એક ત્રણ માળની ઇમારતમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાના કારણે 15 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીના નિર્દેશ પર બેદરકારી દાખવવા બદલ 4 અધિકારીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે ઇમારતના સંયુક્ત માલિકો સહિત 4 લોકોની ધરપકડ કરી લીધી છે.

PM મોદી અને CM યોગી દ્વારા આર્થિક સહાયની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભયાનક ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિજનોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ’માંથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતે ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી.

બે સદસ્યોની SIT ટીમ ગઠિત, 7 દિવસમાં સોંપવો પડશે રિપોર્ટ

આ આખી ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા 2 સદસ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)નું ગઠન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ એસઆઈટીને આગામી 7 દિવસમાં આ મામલાનો સંપૂર્ણ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. હાલમાં હોસ્પિટલમાં દાખલ 11 ઘાયલોમાંથી 9 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો: જો ડીલ નિષ્ફળ જશે તો…: શાંતિ વાટાઘાટો વચ્ચે ફરી ઈરાનને ટ્રમ્પની ધમકી

વર્ષ 2016માં જ ઇમારતને તોડી પાડવાનો અપાયો હતો આદેશ!

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આ હોનારત પાછળ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી પણ ખુલ્લી પડી છે. જે ત્રણ માળની બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી, તેને ગેરકાયદે બાંધકામને લીધે વર્ષ 2016માં જ તોડી પાડવાનો હુકમ કરાયો હતો. તેમ છતાં, નવાઈની વાત એ છે કે માત્ર બે જ મહિનામાં આ હુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે ઇમારતનો નકશો મંજૂર થયેલો હોવા છતાં, વાસ્તવિક બાંધકામ તેની મંજૂરી કરતાં બિલકુલ અલગ કરવામાં આવ્યું હતું. પરિણામે, હવે લખનૌ વિકાસ પ્રાધિકરણ (LDA)ની જૂની કામગીરી અને દસ્તાવેજો સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

બેદરકાર અધિકારીઓ સસ્પેન્ડ અને દોષિતોની ધરપકડ

સરકારે આ મામલે કડક વલણ અપનાવતા તંત્રના 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, જેમાં જાનકીપુરમના વીજ વિભાગના અધિકારી ગૌરવ કુમાર, ઇન્દિરા નગર ફાયર બ્રિગેડ શાખાના કમલેન્દ્ર કુમાર સિંહ, એલડીએના આસિસ્ટન્ટ એન્જિનિયર અનિલ કુમાર અને જુનિયર એન્જિનિયર પ્રમોદ પાંડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસે આ મામલે બિલ્ડિંગના સંયુક્ત માલિકો રામ કૃષ્ણ ઉપાધ્યાય, વીરેન્દ્ર પ્રસાદ શુક્લા, તુષાર કૃષ્ણ જાયસવાલ અને અન્ય એક શખ્સ સુરેશ કુમાર સાહુની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from ...

નર્મદા: AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકો જમીન વિવાદમાં દોષિત જાહેર | Rajpipla Cou…

નર્મદા: AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકો જમીન વિવાદમાં દોષિત જાહેર | Rajpipla Cou...

અમદાવાદની રથયાત્રા માટે ભગવાનના સાત જોડી વિશેષ વાઘા તૈયાર, કાપડ ખાસ વૃંદાવનથી મંગાવાયું | Ahmedabad …

અમદાવાદની રથયાત્રા માટે ભગવાનના સાત જોડી વિશેષ વાઘા તૈયાર, કાપડ ખાસ વૃંદાવનથી મંગાવાયું | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 449 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે રિકવર : 84 પોઈન્ટ વધીને 84563 | Sensex recovers after digest…

સેન્સેક્સ 449 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે રિકવર : 84 પોઈન્ટ વધીને 84563 | Sensex recovers after digest…

9 months ago
અમદાવાદ: શીલજમાં રિંગ રોડ પાસે યુવકનો ભેદી હાલતમાં મૃતદેહ મળ્યો, રિક્ષામાં આવેલા શખ્સો ફેંકી ગયા હોવ…

અમદાવાદ: શીલજમાં રિંગ રોડ પાસે યુવકનો ભેદી હાલતમાં મૃતદેહ મળ્યો, રિક્ષામાં આવેલા શખ્સો ફેંકી ગયા હોવ…

3 months ago
વિદેશ મોકલવાના નામે 31 લાખની છેતરપિંડી મામલે 3 સામે ગુનો | Crime against 3 in fraud of 31 lakhs in t…

વિદેશ મોકલવાના નામે 31 લાખની છેતરપિંડી મામલે 3 સામે ગુનો | Crime against 3 in fraud of 31 lakhs in t…

1 year ago
નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ | Inflation will flare up due to weak monsoon: RBI

નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ | Inflation will flare up due to weak monsoon: RBI

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News