gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લગ્નોમાં શરૂ થયો ‘મૌંજારો દુલ્હન’નો નવો ટ્રેન્ડ: પાતળી કમર માટે મોંઘા ઇન્જેક્શન? સ્વાસ્થ્ય સાથે જોખમ…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in INDIA
0 0
0
લગ્નોમાં શરૂ થયો ‘મૌંજારો દુલ્હન’નો નવો ટ્રેન્ડ: પાતળી કમર માટે મોંઘા ઇન્જેક્શન? સ્વાસ્થ્ય સાથે જોખમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mounjaro Brides: ભારતમાં લગ્ન એટલે ધામધૂમ અને પરંપરા. જમાનો બદલાય એમ લગ્ન સંબંધિત નવાનવા ટ્રેન્ડ આવતાં જ જાય છે. જેમ કે, પ્રિવેડિંગ શૂટ. ટ્રેન્ડ હેલ્ધી હોય તો વાંધો નહીં, પણ જોખમી હોય તો ચિંતાજનક છે. હાલના વર્ષોમાં લગ્નની તૈયારીઓમાં ઉમેરાયેલો નવો ટ્રેન્ડ એવો જ એક ચિંતાજનક ટ્રેન્ડ છે. આજકાલ દુલ્હનો લગ્ન પહેલાં ઝડપથી વજન ઘટાડવા માટે મોંઘા ઇન્જેક્શનનો સહારો લઈ રહી છે. આ ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે હવે ક્લિનિકોએ ખાસ ‘મૌંજારો દુલ્હન’ પેકેજ બનાવ્યાં છે, જેમાં ત્વચા અને વાળને નિખારવા સાથે વજન ઘટાડવાના ઇન્જેક્શનનો પણ સમાવેશ થાય છે.

‘સંપૂર્ણ’ દુલ્હન બનવાનું સામાજિક દબાણ 

ખાસ કરીને મહાનગરોમાં વેગ પકડી રહેલા આ ટ્રેન્ડમાં એવું છે કે, લગ્નના દિવસે ‘પરફેક્ટ’ દેખાવાનું સામાજિક દબાણ—ખાસ કરીને યુવતીઓ પર—એટલું તીવ્ર હોય છે કે તેઓ ડાયટ અને કસરતને બાજુ પર રાખીને સીધા ઇન્જેક્શન તરફ વળે છે. યુવતીઓ લગ્ન પહેલાં ‘મૌંજારો’ વડે 10 કિલોગ્રામ સુધીનું વજન ઘટાડી દેતી હોય છે. લગ્નનું આયોજન કરવામાં એટલો બધો સમય ખર્ચાઈ જતો હોય છે કે જીમ અને ડાયટ માટે સમય જ નથી મળતો. એવામાં આ દવાઓ યુવતીઓને સારો વિકલ્પ લાગવા લાગી છે. આ ટ્રેન્ડ અનુસરી રહેલી મોટાભાગની યુવતીઓનું કહેવું છે કે વજન ઘટવાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. 

‘મૌંજારો’ શું છે?

‘મૌંજારો’ એ અમેરિકન કંપની એલી લિલીની દવા છે, જે મૂળ ડાયાબિટીસ અને મેદસ્વીપણાની સારવાર માટે બનાવવામાં આવી છે. તે GLP-1 દવાઓના પરિવારનો ભાગ છે, જે ભૂખ ઓછી લાગે તે માટે લેવાની હોય છે. આ દવા પેટમાં ખોરાકનું પાચન ધીમું કરે છે, જેના લીધે લાંબો સમય ખાવાની ઈચ્છા થતી નથી અને વજન કાબૂમાં રહે છે. ભારતીય બજારમાં આ દવાઓનું વેચાણ છેલ્લા કેટલાક મહિનામાં બમણું થઈ ગયું છે, અને તે સૌથી વધુ વેચાતી દવા બની ગઈ છે.

આ પણ વાંચો: નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ…નવા કાયદામાં મોટો ફેરફાર!

કિંમત અને સસ્તા વિકલ્પો: શું છે તફાવત?

‘મૌંજારો’ ઇન્જેક્શન સસ્તા નથી. ભારતમાં તેની સૌથી ઓછી માત્રાની કિંમત દર મહિને આશરે 13,125 રૂપિયા છે, જ્યારે સૌથી વધુ માત્રા 25,781 રૂપિયા સુધી પહોંચે છે. એની સરખામણીમાં નોવો નોર્ડિસ્કની દવા ‘વેગોવી’ સસ્તી છે, જેની શરૂઆતની કિંમત 5,660 રૂપિયા છે. જોકે, હવે પેટન્ટ સમાપ્ત થતાં ભારતીય કંપનીઓએ ‘સેમાગ્લુટાઇડ’ના સસ્તા જેનરિક વર્ઝન લોન્ચ કર્યા છે, જેની કિંમત અઠવાડિયાના 450 રૂપિયાથી શરૂ થાય છે.

ડોક્ટરોની ચેતવણીઃ આરોગ્ય માટે જોખમી છે 

ડોક્ટરો ચેતવણી આપે છે કે આવી દવાઓ ફક્ત તબીબી રીતે મેદસ્વી લોકો(BMI 30 કે તેથી વધુ) અથવા ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ ધરાવતા લોકો માટે જ છે. કોસ્મેટિક કારણોસર તેનો ઉપયોગ જોખમી પરિણામ લાવી શકે છે.

દવાથી કઈ-કઈ આડઅસર થઈ શકે છે? 

આ દવા લેવાથી ઉબકા, ઊલટી, પેટમાં દુખાવો થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં આંખોની ગંભીર સમસ્યાઓ અને પિત્તાશયના રોગનું જોખમ પણ છે.

આ પણ વાંચો: એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત

સસ્તી દવા દુરુપયોગ વધારશે? 

બજારમાં સસ્તી દવાઓના વિકલ્પો આવી રહ્યા હોવા બાબતે સરકારે ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં જ ડ્રગ્સ રેગ્યુલેટરે 49 સ્થળોની તપાસ કરી અને અનધિકૃત વેચાણ પર કાર્યવાહી તેજ કરી છે.

‘મૌંજારો મેજીક’ કાયમી ઉકેલ છે?

જવાબ છે, ના! ડોક્ટરોનું કહેવું છે કે મૌંજારો કે એના જેવી બીજી કોઈપણ દવા વજન ઘટાડા માટેનો કાયમી ઉકેલ નથી, કેમ કે એકવાર દવા બંધ કર્યા પછી મોટાભાગે વજન પાછું હતું એટલું જ થઈ જતું હોય છે. તેથી મોંઘા કામચલાઉ ઉપાય અજમાવીને સ્વાસ્થ્યનું જોખમ વહોરવા કરતાં ડાયેટ અને જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સલામત માર્ગ લેવાની સલાહ ડોક્ટરો આપે છે. ‘મૌંજારો દુલ્હન’ બનીને થોડા સમય માટે પાતળા થવું સલાહભર્યું નથી. 

નોંધ: આ લેખ માહિતીના હેતુ માટે છે. કોઈપણ દવા અથવા સારવાર શરૂ કરતાં પહેલાં લાયકાત ધરાવતા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

લગ્નોમાં શરૂ થયો 'મૌંજારો દુલ્હન'નો નવો ટ્રેન્ડ: પાતળી કમર માટે મોંઘા ઇન્જેક્શન? સ્વાસ્થ્ય સાથે જોખમી ખેલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નિઝામપુરા ખાતે હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of main acc…

નિઝામપુરા ખાતે હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of main acc...

એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત | Weather …

એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત | Weather ...

અમદાવાદ: મેમનગરના ફ્લેટમાં ચાલતા IPL સટ્ટાકાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 6 બુકીઓને રંગેહાથ ઝડપ્યા …

અમદાવાદ: મેમનગરના ફ્લેટમાં ચાલતા IPL સટ્ટાકાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 6 બુકીઓને રંગેહાથ ઝડપ્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગામી સપ્તાહથી ઇયુની કારો-ટ્રકો પર ૨૫ ટકા ટેરિફ ઃ ટ્રમ્પ | Trump says place 25 pc tariff on autos fr…

આગામી સપ્તાહથી ઇયુની કારો-ટ્રકો પર ૨૫ ટકા ટેરિફ ઃ ટ્રમ્પ | Trump says place 25 pc tariff on autos fr…

2 months ago
વિદેશમાં મોકલવામાં આવતી રકમ પર RBIની નજર, LRS યોજનાની સમીક્ષા | RBI keeps an eye on money sent abroa…

વિદેશમાં મોકલવામાં આવતી રકમ પર RBIની નજર, LRS યોજનાની સમીક્ષા | RBI keeps an eye on money sent abroa…

1 year ago
‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી

‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી

1 year ago
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News