gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in INDIA
0 0
0
લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Truth Behind Ladakh’s Alleged Pregnancy Tourism : ‘પ્રેગનન્સી ટુરિઝમ’ શબ્દોનો ઉલ્લેખ થાય એટલે સામાન્ય સમજ એવી છે કે, ગર્ભવતી તેના આવનારા બાળકને વધુ સારી નાગરિકતા, શિક્ષણ અને સુવિધા મળી રહે એ માટે પોતાનું વતન છોડીને વિદેશમાં પ્રસૂતિ માટે જાય. આ સ્થિતિ સામાન્ય રીતે ‘પ્રેગનન્સી ટુરિઝમ’ કહેવાય છે. જો કે, લદાખમાં ચાલી રહેલા હોવાનું કહેવાતા ‘પ્રેગનન્સી ટુરિઝમ’નો અર્થ સદંતર જુદો છે, જે પૌરાણિક કથાઓ, વંશીય શુદ્ધતાની કલ્પના અને એક અનોખી લોકવાયકા સાથે સંકળાયેલું છે.

બ્રોક્પા સમુદાયનો ઇતિહાસ અને ઓળખ 

લદાખના દહ, હનુ અને ગાર્કોન જેવા ગામોમાં વસતો બ્રોક્પા (અથવા ડ્રોગ્પા) સમુદાય ‘શુદ્ધ આર્ય’ પ્રજા હોવાનું કહેવાય છે. લદાખના અન્ય સમુદાયો કરતાં તેમનો શારીરિક દેખાવ જુદો છે. તેઓ ઊંચું કદ, ગોરી ત્વચા અને આછા રંગની આંખો ધરાવે છે. દંતકથાઓ એવી પણ છે કે, બ્રોક્પા ‘એલેક્ઝાન્ડર ધ ગ્રેટ’(સિકંદર)ના સૈનિકોના વંશજ છે, જેઓ હજારો વર્ષ પહેલાં અહીં આવીને વસી ગયા હતા. ઇન્ટરનેટ પર આ વિશે સારું એવું લખાયું છે અને પ્રવાસન માર્ગદર્શિકાઓમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે, જેને લીધે આ માન્યતા દૃઢ થઈ ગઈ છે.

લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે છે? 2 - image

નિષ્ણાતોનો મત જુદો છે

બ્રોક્પા સમુદાયના લોકો સીધા આર્ય વંશજ હોવાના દાવાને આનુવંશિકશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એમ કહીને ખોટો ગણાવે છે કે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ઐતિહાસિક અને જનીનશાસ્ત્રના અભ્યાસો સૂચવે છે કે, બ્રોક્પા લોકોનો જનીનીક સંબંધ દક્ષિણ એશિયાના અન્ય સમુદાયો સાથે છે, તેઓ સીધા યુરોપિયન ‘આર્ય’થી અલગ છે. જો કે, સંશોધનો અને નિષ્ણાતોના આવા મત છતાં બ્રોક્પા આર્યન વંશજ હોવાની વાતો ચાલતી જ રહે છે. 

‘આર્યન’ બાળકોની ચાહમાં શરુ થયું ‘પ્રેગનન્સી ટુરિઝમ’

આ ‘શુદ્ધ આર્યન’ વંશની લોકપ્રિય ધારણાએ જ એક અનોખી અને સનસનાટીભરી વાયકાને જન્મ આપ્યો છે. છેલ્લા થોડા સમયથી અહીં એવી વાતો ચાલી રહી છે કે જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપિયન દેશોમાંથી વિદેશી મહિલાઓ ઇરાદાપૂર્વક લદાખના બ્રોક્પા સમુદાયના ગામોમાં આવે છે. તેમનું ધ્યેય બ્રોક્પા પુરુષો સાથે સંબંધ બનાવીને ગર્ભધારણ કરવાનું હોય છે. આવું તેઓ એટલા માટે કરે છે કે જેથી તેમના બાળકોને વારસામાં ‘શુદ્ધ’ આર્યન જનીનો મળે અને મોટા થઈને તેઓ શુદ્ધ આર્યન જાતિને આગળ વધારે! અફવાઓ એવી પણ છે કે આ કામ માટે યુરોપિયન મહિલાઓ બ્રોક્પા પુરુષોને સારા એવા પૈસા પણ આપે છે.

લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે છે? 3 - image

અફવાઓમાં સચ્ચાઈ કેટલી છે? 

આ વાયકાઓ એટલી સનસનાટીભરી છે કે અનેક પત્રકારો અને સંશોધકોએ આ પ્રદેશની મુલાકાત લઈને સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે તેમણે સ્થાનિકો અને નેતાઓને આ વિશે પૂછ્યું ત્યારે તેમને મિશ્ર અને વિરોધાભાસી જવાબો મળ્યા. કેટલાક ગ્રામીણો આ ઘટનાની પુષ્ટિ કરતા હતા, તો કેટલાકે તેને સંપૂર્ણ રીતે નકારી કાઢી. ગામના સરપંચોએ પણ આ દાવાઓને નિરાધાર અને હાસ્યાસ્પદ ગણાવ્યા. 

પ્રવાસનને વેગ આપવા માટે ફેલાવાયેલું જૂઠાણું?

લદાખનો એક વર્ગ એવું પણ કહે છે કે, સ્થાનિક પ્રવાસનને વેગ મળે, જિજ્ઞાસાવશ વધુ લોકો લદાખની મુલાકાતે આવે, એ માટે આવી અફવા ફેલાવાઈ રહી છે, અને એ માટે બ્રોક્પા સમુદાયના લોકોના અલગ પડતા દેખાવને હથિયાર બનાવવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore
INDIA

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

March 25, 2026
વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…
INDIA

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…

March 25, 2026
‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…
INDIA

‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…

March 25, 2026
Next Post
બે વર્ષથી નાના બાળકોને શરદી-ઉધરસમાં સિરપ ન પીવડાવશો, માસૂમોના મોત બાદ સરકારની એડવાઈઝરી

બે વર્ષથી નાના બાળકોને શરદી-ઉધરસમાં સિરપ ન પીવડાવશો, માસૂમોના મોત બાદ સરકારની એડવાઈઝરી

પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister…

પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister...

એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસ ટીમમાં ALPAને સામેલ કરવાનો AAIBનો ઇન્કાર, દિલ્હીમાં થઈ હતી બેઠક

એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસ ટીમમાં ALPAને સામેલ કરવાનો AAIBનો ઇન્કાર, દિલ્હીમાં થઈ હતી બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાની હત્યાનો પ્રયાસના બનાવ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી | kanbha police played suspecious role i…

મહિલાની હત્યાનો પ્રયાસના બનાવ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી | kanbha police played suspecious role i…

6 months ago
મહા શિવરાત્રીના મેળામાં આગનું તાંડવ! દાહોદમાં કરતબ જોવા આવેલા વૃદ્ધ જીવતા સળગ્યાં | Dahod Elder Burn…

મહા શિવરાત્રીના મેળામાં આગનું તાંડવ! દાહોદમાં કરતબ જોવા આવેલા વૃદ્ધ જીવતા સળગ્યાં | Dahod Elder Burn…

1 month ago
16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત | mon…

16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત | mon…

10 months ago
ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રુટની સુગંધવાળા સોફટ-ડ્રીન્કસ, ફ્રૂટ, કાર્બોનેટેડ ડ્રીંક્…

ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રુટની સુગંધવાળા સોફટ-ડ્રીન્કસ, ફ્રૂટ, કાર્બોનેટેડ ડ્રીંક્…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News