gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લેટેસ્ટ ગણતરી પ્રમાણે શહેરમાં 17 કિમીના પટ્ટામાં 417 મગરોનો વસવાટ | 417 crocodiles in vishvamitri ri…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
લેટેસ્ટ ગણતરી પ્રમાણે શહેરમાં 17 કિમીના પટ્ટામાં 417 મગરોનો વસવાટ | 417 crocodiles in vishvamitri ri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ, વન વિભાગના કર્મચારીઓ તેમજ એનજીઓની મદદથી શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વસતી ગણતરી કરવાની સાથે સાથે મગરોની  વર્તણૂંકનો અભ્યાસ કરવા માટે સર્વે હાથ ધરાયો હતો.

જે બાદ ઉપરોકત પટ્ટામાં ૪૧૭ મગરોનો વસવાટ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.આ વસતી ગણતરીમાં સામેલ અને ઝૂઓલોજી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.રણજિતસિંહ દેવકરે એક વાતચીતમાં કહ્યું હતું કે, ૨૦૨૫માં ગીર ફાઉન્ડેશનના નેજા હેઠળ કરાયેલી ગણતરીમાં ૪૪૨ મગરોની વસતી હોવાનું જાણવા મળ્યું હતું.જોકે તેમાં તળાવોમાં રહેતા મગરોની પણ ગણતરી કરાઈ હતી.જ્યારે અમે માત્ર શહેરમાં દેણાથી તલસટ સુધીના વિશ્વામિત્રીના ૧૭ કિલોમીટર વિસ્તારમાં જ ગણતરી કરી છે.

ડો.દેવકરનું કહેવું છે કે,  વિશ્વામિત્રીમાં મગરો આનંદમાં છે અને ગત વર્ષે નદી ઉંડી કરવાની તેમજ પહોળી કરવાની કામગીરીની મગરોની વર્તણૂંક પર કોઈ અસર દેખાઈ નથી.બાસ્કિંગ પોઈન્ટ પર મગરો સન બાથ લેતા પણ નજરે પડયા છે.કોઈ પણ પ્રાણી તણાવમાં હોય તો તેના પ્રજનન પર અસર દેખાય છે પણ આ સર્વે દરમિયાન અમને પાંચેક જેટલા સ્થળોએ નર મગરોને માદા મગરોને પોતાની તરફ આકર્ષિત કરવાના પ્રયાસો કરતા પણ જોયા છે.ઉલ્લેખનીય છે કે, ૧૦ ટીમો બનાવીને બે દિવસ સુધી સવારે અને રાત્રે એમ બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવી હતી.ડો.દેવકરના કહેવા પ્રમાણે હજી મગરોના વર્તનનો અભ્યાસ કરવા બીજા ડેટાનું એનાલિસિસ અમે કરી રહ્યા છે.

બે થી ત્રણ મીટરની લંબાઈવાળા મગરોની સંખ્યા મહત્વની

વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરોમાં કેટલાક એક મીટર કે તેનાથી ઓછી લંબાઈના, કેટલાક બે થી ત્રણ મીટર લંબાઈના અને કેટલાક ૩ મીટરથી વધારે લંબાઈના છે.આ કેટેગરી પ્રમાણે ગણતરી બાકી છે.જેમાં બે થી ત્રણ મીટરની લંબાઈના મગરોની સંખ્યા મહત્વની છે.કારણકે આ લંબાઈના મગરો પ્રજનન કરતા હોય છે.ત્રણ મીટરથી વધારે લંબાઈ ધરાવતા ૮૦ ટકા મગરો પ્રજનન ક્ષમતા ગુમાવી ચૂકયા હોય છે.

કાચબા અને દોઢ થી બે ફૂટની માછલીઓ પણ દેખાઈ 

ડો.દેવકરનું કહેવું છે કે, મગરોના અભ્યાસ દરમિયાન અમને મોટી સંખ્યામાં વિશાળકદના કાચબા બાસ્કિંગ પોઈન્ટ પર દેખાયા છે.તેની સાથે સાથે કેટલીક જગ્યાએ દોઢ થી બે ફૂટના કદની માછલીઓ પણ અમને જોવા મળી છે.આ માછલીઓ કઈ પ્રજાતિની છે અને મગરો તેનો શિકાર કરે છે કે નહીં તે બાબતે અમે ચોક્કસ નથી.

ફતેગંજથી કાલાઘોડા વચ્ચે  સૌથી વધુ ૧૧૮ મગરો 

૧૭ કિલોમીટરના પટ્ટામાં સૌથી વધારે મગરોની વસતી ફતેગંજથી કાલાઘોડા વચ્ચેના વિસ્તારમાં જોવા મળી છે.અહીંયા ૧૧૮ મગરોનો વસવાટ હોવાનું અનુમાન છે.૨૦૨૫માં અહીંયા ૧૦૩ મગરો નોંધાયા હતા.

નોળિયા અને ઢોંક જેવા પક્ષીઓની હાજરીના કારણે

મગરોની વસતીનું સંતુલન જળવાય તે માટે પણ કુદરતી વ્યવસ્થા 

આ સર્વે દરમિયાન એવું પણ જોવા મળ્યું છે કે, મગરોની વસતીનું સંતુલન જળવાય તે માટેની કુદરતી ઈકો સિસ્ટમ પણ  વિકસિત થઈ છે.જેમ કે વિશ્વામિત્રીના પટમાં નોળિયા જોવા મળ્યા છે.જે મગરે મૂકેલા ઈંડા ખાય છે.આ સિવાય ઢોંક જેવા પક્ષીઓ પણ મગરના નાના બચ્ચાનો શિકાર કરતા હોય છે.વિશ્વામિત્રી આટલી ગંદી હોવા છતા પણ અહીંયા સજીવ સૃષ્ટિ જોવા મળી રહી છે.વિશ્વામિત્રીમાં ગટરોનું પાણી છોડવાનું અને તેમાં કચરો નાંખવાનું બંધ કરીને નદીની સફાઈ કરવામાં આવે તો અહીંયા પક્ષીઓની સેંકડો પ્રકારની પ્રજાતિઓની સાથે બીજા સરિસૃપ અને શિયાળ જેવા પ્રાણીઓનો વસવાટ શક્ય છે.વિશ્વામિત્રીના કિનારાઓ પર મોટા વૃક્ષો ઉછેરવાની પણ એટલી જ જરુર છે.આ નદીને તંત્રે કોઈ પણ સંજોગોમાં બચાવવી જ રહી.

બે મીટર કે તેનાથી વધારે લાંબા મગરોથી સર્તક રહેવું જરુરી

બે મીટર કે તેનાથી વધારે લાંબા મગરોથી માણસોને સર્તક રહેવાની જરુર હોય છે.આ મગરો પાસે બે મીટરથી ઓછા કદના મગરો કરતા ઘણી વધારે શારીરિક ક્ષમતા હોવાથી તેઓ માણસો પર હુમલો કરતા ખચકાતા નથી.કેટલાક કિસ્સામાં હુમલો કરતા પહેલા મગરો માણસોને જોઈને મોઢુ ખોલીને ચેતવણી પણ આપતા હોય છે.

મનુષ્યોનું અસ્તિત્વ નહીં હોય ત્યારે પણ મગરો જીવતા હશે

નિષ્ણાતોનું કહેવું છે કે, મગરો પોતાનું અસ્તિત્વ ટકાવવામાં માહેર છે.મગરો ડાયનાસોરના યુગથી પૃથ્વી પર છે અને હવે  મનુષ્યોના અસ્તિત્વના સાક્ષી બન્યા છે.મનુષ્યોનું અસ્તિત્વ આ દુનિયામાંથી ખતમ થઈ જશે ત્યારે પણ મગરો જીવતા હશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
Next Post
યુનિ.માં 2000 જેટલા વિદ્યાર્થીઓના હજી સુધી નિયમિત એડમિશન થયા નથી | 2000 students in msu are still on…

યુનિ.માં 2000 જેટલા વિદ્યાર્થીઓના હજી સુધી નિયમિત એડમિશન થયા નથી | 2000 students in msu are still on...

રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversions in view of Shivaji’s pro…

રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversions in view of Shivaji's pro...

ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd…

ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ.બંગાળમાં મમતાની ‘હેટ્રિક’ કે ભાજપ કરશે ‘ખેલા’? ઓપિનિયન પોલમાં ચોંકાવનારો દાવો | west bengal assemb…

પ.બંગાળમાં મમતાની ‘હેટ્રિક’ કે ભાજપ કરશે ‘ખેલા’? ઓપિનિયન પોલમાં ચોંકાવનારો દાવો | west bengal assemb…

2 weeks ago
સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ | Video of stone pelting between two gr…

સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ | Video of stone pelting between two gr…

9 months ago
વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વોલેટિલિટી વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીમાં સ્થિરતા | Stability in gold and s…

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વોલેટિલિટી વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીમાં સ્થિરતા | Stability in gold and s…

8 months ago

Crismonita Dwi Putri, RI`s Track Cycling Athlete for Asian Games

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News