gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોકસભાનું સમીકરણઃ અમદાવાદ પશ્ચિમની બેઠક સાચવવા અસારવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા | Lok Sabha Politi…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
લોકસભાનું સમીકરણઃ અમદાવાદ પશ્ચિમની બેઠક સાચવવા અસારવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા | Lok Sabha Politi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ગુજરાત સરકારના તાજેતરમાં થયેલા નવા મંત્રીમંડળ વિસ્તરણમાં જ્ઞાતિ આધારિત સમીકરણ ઉપરાંત લોકસભા બેઠકોના મતવિસ્તારને સાચવવાનું પણ સમીકરણ જોવા મળ્યુ છે. જેમાં અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્યકક્ષાના મંત્રી બનાવીને અમદાવાદ પશ્ચિમ બેઠક ચાચવી લેવાઈ છે. કારણકે અમદાવાદ અને ગાંધીનગર એ સૌથી મહત્ત્વના ગણાતા હોવાથી ગાંધીનગર લોકસભા વિસ્તારની ઘાટલોડિયા બેઠકમાંથી મુખ્યમંત્રી છે અને અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારની નિકોલ બેઠકમાંથી પ્રદેશ પ્રમુખ છે ત્યારે પશ્ચિમની બેઠકમાંથી કોઈને મંત્રી બનાવવા પડે તેમ હતા.

અમદાવાદ-ગાંધીનગરને વધુ મહત્ત્વ અપાયું? 

મંત્રીમંડળના વિસ્તરણના થોડા દિવસ પહેલા જ ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખની ખાલી પડેલી જગ્યા પર ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માની પસંદગી કરીને રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા હતા. એવામાં અમદાવાદમાંથી ઘાટલોડિયાના ધારાસભ્ય મુખ્યમંત્રી હોવા ઉપરાંત અમદાવાદ પૂર્વમાંથી ધારાસભ્યને પ્રદેશ પ્રમુખ જેવુ મોટું પદ અપાતા મંત્રીમંડળમાં નવા સમીકરણોની ચર્ચા ચાલી રહી હતી. જેમાં અમદાવાદ પશ્ચિની બેઠકનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સહિતના સરકારના નવા 26 મંત્રીઓના મંત્રીમંડળમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તાર હેઠળની અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્યનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. 

આ પણ વાંચોઃ દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ

અમદાવાદ અને ગાંધીનગર એ ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વના ગણાય છે ત્યારે ગાંધીનગર લોકસભા મત વિસ્તાર હેઠળની બેઠકોમાંથી ઘાટલોડિયા બેઠકના ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદ પર છે અને અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તાર હેઠળની બેઠકોમાંથી નિકોલ બેઠકના જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવાતા હવે અમદાવાદ પશ્ચિમ બેઠક બાકી રહેતી હતી. જેથી મતવિસ્તારને સાચવવાના સમીકરણને સેટ કરાતા અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાંથી કોઈને મંત્રી બનાવવા પડે તેમ હતા. અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારની 7 વિધાનસભા બેઠકોમાંથી છ બેઠકોમાં પુરુષ ધારાસભ્ય છે અને એક માત્ર મહિલા ધારાસભ્ય એવા દર્શના વાઘેલા છે. જેઓ અસારવા બેઠકના ધારાસભ્ય છે ત્યારે તેઓને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાતા અંતે અમદાવાદ અને ગાંધીનગરની ત્રણેય લોકસભા સીટો સાચવી લેવાઈ છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ભાવનગર, આણંદ, બારડોલી, કચ્છ, બનાસકાંઠા અને નવસારી લોકસભા બેઠકના મતવિસ્તારમાંથી બે-બે વિધાનસભા બેઠકોના ધારાસભ્યોને મંત્રીઓ બનાવવામા આવ્યા છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની છેતરપિંડી

પાંચ લોકસભાની બેઠકોમાંથી એકેય મંત્રી નહીં

ગુજરાતમાં કુલ 26 લોકસભા સીટો છે. જેમાં દરેક લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકો આવે છે. નવા મંત્રીમંડળના વિસ્તરણ લોકસભા મત વિસ્તારોની બેઠકોને પણ ખાસ ધ્યાને રાખવામા આવી છે. અગાઉના મંત્રીમંડળમાં જે જે જિલ્લા કે જે લોકસભા મતવિસ્તારમાંથી એક કે બે ધારાસભ્યો હતા તેમાંથી કેટલાક લોકસભા મતવિસ્તારો-જિલ્લાની નવા મંત્રીમંડળમાં બાદબાકી કરાઈ છે.નવા મંત્રીમંડળમાં પાટણ, સુરેન્દ્રનગર, પંચમહાલ, છોટાઉદેપુર અને સુરત લોકસભા મતવિસ્તારની વિધાનસભા બેઠકોમાંથી ધારાસભ્યને સમાવવામા આવ્યા નથી. જો કે, સુરત જિલ્લાની બે વિધાનસભા બેઠકના ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં મંત્રી તરીકે રીપીટ કરાયા છે અને કદ પણ વધારાયુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

March 30, 2026
Next Post
જટીલ સર્જરી : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ | kidney can…

જટીલ સર્જરી : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ | kidney can...

‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ | Diwali 2025: PM Mod…

'સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..', દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ | Diwali 2025: PM Mod...

દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ | Ahmedabad Air Turns Toxic…

દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ | Ahmedabad Air Turns Toxic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાત્કાલિક માફી માંગો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ | ahmedaba…

તાત્કાલિક માફી માંગો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ | ahmedaba…

8 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

10 months ago
ધનખડ અને ભાજપના પ્રમુખ વચ્ચે હતો વિવાદ? વિપક્ષના આરોપો પર નડ્ડાએ જુઓ શું જવાબ આપ્યો | bjp jp nadda r…

ધનખડ અને ભાજપના પ્રમુખ વચ્ચે હતો વિવાદ? વિપક્ષના આરોપો પર નડ્ડાએ જુઓ શું જવાબ આપ્યો | bjp jp nadda r…

8 months ago
એવી SIT બનાવો જેમાં હિન્દુ-મુસ્લિમ બંને અધિકારી હોય, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસનો ઉધડો લીધો | S…

એવી SIT બનાવો જેમાં હિન્દુ-મુસ્લિમ બંને અધિકારી હોય, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસનો ઉધડો લીધો | S…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News