gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ, જાણો સંપૂર્ણ વિગતો | waqf amendment bill …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ, જાણો સંપૂર્ણ વિગતો | waqf amendment bill …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Waqf Amendment Bill 2025: લોકસભામાં ગઈકાલે વકફ સંશોધન બિલ પર 12 કલાક સુધી ચર્ચા કર્યા બાદ અંતે મંજૂરી આપવામાં આવી. આજે રાજ્યસભામાં બિલ પસાર કરવામાં આવશે. 520 સાંસદોમાંથી 288 સાંસદોએ બિલના પક્ષમાં જ્યારે 232 સાંસદોએ વિરોધમાં મત આપ્યા હતા. 

લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેને ઉમ્મીદ (યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, કાર્યક્ષમતા અને વિકાસ-UMEED) નામ આપ્યું છે. રાજ્યસભામાં મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.

વક્ફ સુધારા બિલ 2025 અંગે જાણવા જેવી 10 બાબતો

1. વક્ફનો તમામ ડેટા ઓનલાઇન મૂકાશે

વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ મંજૂર થતાં જ વક્ફ કાયદામાં મોટા ફેરફારો થશે. કાયદાના અમલના 6 મહિનાની અંદર દરેક વક્ફ મિલકતને કેન્દ્રીય ડેટાબેઝ પર રજિસ્ટર કરાવવી ફરજિયાત રહેશે. વક્ફમાં આપવામાં આવેલી જમીનની સંપૂર્ણ વિગતો 6 મહિનામાં ઓનલાઇન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે અને કેટલાક કિસ્સાઓમાં આ સમય મર્યાદા વધારી પણ શકાય છે.

2. જમીનનો ઓનલાઇન ડેટાબેઝ

વક્ફને દાનમાં આપવામાં આવેલી દરેક જમીનનો ઓનલાઇન ડેટાબેઝ હશે અને વક્ફ બોર્ડ આ મિલકતો વિશે કોઈપણ માહિતી છુપાવી શકશે નહીં. કઈ વ્યક્તિએ કઈ જમીન દાનમાં આપી, તેને તે જમીન ક્યાંથી મળી, વક્ફ બોર્ડને તેમાંથી કેટલી આવક થાય છે, તે મિલકતની દેખરેખ રાખનાર ‘મુતવ્વલી’ને કેટલો પગાર મળે છે, વગેરેની માહિતી ઓનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ થશે. તેનાથી વક્ફ પ્રોપર્ટીમાં પારદર્શિતા આવશે અને વક્ફને થતું નુકસાન પણ ઘટશે.

3. નોન-મુસ્લિમને સામેલ કરવા અનિવાર્ય

નવા બિલમાં વક્ફ બોર્ડમાં નોન-મુસ્લિમને સામેલ કરવાની જોગવાઈ છે. તેમજ બે મહિલાઓને પણ સામેલ કરવામાં આવશે. તેમજ નિમણૂક કરવામાં આવેલા સાંસદ અને પૂર્વ જજનું મુસ્લિમ હોવું જરૂરી નથી. આ જોગવાઈથી વક્ફમાં પછાત અને ગરીબ મુસ્લિમોને સ્થાન મળશે. તેમજ મુસ્લિમ મહિલાઓની ભાગીદારી વધશે. જેમાં શિયા, સુન્ની અને પછાત મુસ્લિમોમાંથી એક-એક સભ્ય પણ અનિવાર્ય રહેશે. વ્હોરા અને આગાખાની સમુદાયોના લોકો પણ સભ્ય બની શકશે.

4. વિવાદોનો ઉકેલનો અધિકાર અધિકારી પાસે

કોઈપણ વિવાદના કિસ્સામાં, રાજ્ય સરકારના અધિકારીને તે ખાતરી કરવાનો અધિકાર હશે કે મિલકત વક્ફની છે કે સરકારની. જોકે, વિપક્ષે બિલની આ જોગવાઈઓ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે અધિકારીઓ સરકારની તરફેણમાં નિર્ણય લેશે અને અધિકારીઓને કોઈપણ વિવાદના સમાધાન માટે કેટલા દિવસ લાગશે તે નક્કી નથી.

5. સિવિલ કોર્ટ અથવા હાઇકોર્ટમાં અપીલ કરી શકાશે

લોકસભા દ્વારા પસાર કરાયેલા બિલમાં કહેવામાં આવ્યું છે કે હવે માત્ર દાનમાં મળેલી સંપત્તિ જ વક્ફની રહેશે. જમીનનો દાવો કરનારી ટ્રિબ્યુનલ રેવન્યુ કોર્ટમાં અપીલ કરી શકશે. ઉપરાંત, સિવિલ કોર્ટ અથવા હાઇકોર્ટમાં ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારી શકાય છે. આ કિસ્સામાં, લોકોને વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણય સામે 90 દિવસમાં રેવન્યુ કોર્ટ, સિવિલ કોર્ટ અને હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવાનો અધિકાર મળશે, જે વર્તમાન કાયદામાં નથી.

આ પણ વાંચોઃ ‘સરકારે ચીનને આપી દીધી જમીન, ટેરિફનું શું કરશો?’, સંસદમાં રાહુલ ગાંધીનો સવાલ

6. સરકારને વક્ફ ખાતાઓનું ઓડિટ કરવાનો અધિકાર

કેન્દ્ર અને રાજ્ય સરકારોને વક્ફના હિસાબોનું ઓડિટ કરવાની સત્તા હશે, જેનાથી કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર અટકાવી શકાશે. વક્ફ બોર્ડ સરકારને કોઈપણ માહિતી આપવાનો ઇન્કાર કરી શકે નહીં અને વક્ફ બોર્ડ એવું પણ ન કહી શકે કે જો કોઈ જમીનનો સેંકડો વર્ષ પહેલાં કોઈ ધાર્મિક હેતુ માટે ઉપયોગ થતો હોય તો તે જમીન તેની પોતાની છે. તમને જણાવી દઈએ કે વર્ષ 1950માં વક્ફ બોર્ડ પાસે સમગ્ર દેશમાં માત્ર 52 હજાર એકર જમીન હતી જે વર્ષ 2009માં વધીને 4 લાખ એકર અને 2014માં વધીને 6 લાખ એકર થઈ ગઈ છે અને હવે વર્ષ 2025માં વકફ બોર્ડ પાસે દેશમાં કુલ 9.40 લાખ એકર જમીન છે.

7. મહિલાઓને વક્ફની જમીન પણ વારસામાં મળશે

કોઈપણ વ્યક્તિ પોતાના નામે રજિસ્ટર્ડ જમીન જ દાનમાં આપી શકશે. વક્ફ એવી મિલકતોનો દાવો પણ કરી શકશે નહીં કે જ્યાં કોઈ વ્યક્તિએ કોઈ બીજાના નામે રજિસ્ટર્ડ જમીન દાનમાં આપી હોય. તે ગેરકાયદેસર ગણવામાં આવશે. ખાસ વાત એ છે કે ‘વક્ફ-અલ-ઔલાદ’ હેઠળ મહિલાઓને પણ વક્ફ જમીનમાં વારસદાર ગણવામાં આવશે. મતલબ કે જે પરિવારે ‘વક્ફ-અલ-ઔલાદ’ માટે વક્ફ જમીન દાનમાં આપી છે, તે જમીનની આવક માત્ર તે પરિવારના પુરુષોને જ નહીં, પરંતુ મહિલાઓનો પણ તેમાં હિસ્સો હશે.

8. સરકારી મિલકતો પર દાવો કરવો મુશ્કેલ

જે સરકારી મિલકતો પર વક્ફ દાવો કરી રહ્યું છે તે પ્રથમ દિવસથી જ વક્ફની મિલકત ગણાશે નહીં. જો એવો દાવો કરવામાં આવે છે કે કોઈપણ સરકારી મિલકત વક્ફની છે, તો આવી સ્થિતિમાં રાજ્ય સરકાર મામલાની તપાસ કરશે. તપાસ હાથ ધરનાર અધિકારી કલેક્ટરથી ઉપર રહેશે. જો તપાસ રિપોર્ટમાં વક્ફનો દાવો ખોટો જણાશે તો સરકારી મિલકતની સંપૂર્ણ વિગતો રેવન્યુ રૅકોર્ડમાં નોંધવામાં આવશે.

9. આદિવાસીઓ જમીન પર વકફ કરી શકશે નહીં

વકફ (સુધારા) બિલ 2025માં આદિવાસીઓની જમીનોને વક્ફ તરીકે જાહેર કરી શકાશે નહીં. ભારતમાં આદિવાસી સમુદાયોની જમીનને બંધારણની પાંચમી અને છઠ્ઠી સૂચિ હેઠળ ઓળખવામાં આવી છે અને તેનું રક્ષણ કરવામાં આવ્યું છે. આ જમીનો તેમની સંસ્કૃતિ, આજીવિકા અને ઓળખનો ભાગ છે. નવા નિયમ હેઠળ, જો કોઈ જમીન આદિવાસી સમુદાયની છે, એટલે કે, જે ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત જનજાતિના નામે નોંધાયેલ છે અથવા તેમના પરંપરાગત અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, તો વક્ફ બોર્ડ તે જમીનનો કબજો લઈ શકશે નહીં. તેમજ કોઈ મુસ્લિમ આદિવાસી સમુદાયની આ જમીન વક્ફ માટે દાનમાં આપી શકશે નહીં.

10. કલમ 40 નાબૂદ

વક્ફ (સુધારા) બિલ, 2025માં જૂના કાયદાની કલમ 40 દૂર કરવાનો પ્રસ્તાવ એક મોટો ફેરફાર છે. કાયદાની કલમ 40માં જોગવાઈ હતી કે મિલકત વક્ફ છે કે નહીં તે નક્કી કરવાની અંતિમ સત્તા વક્ફ બોર્ડ પાસે છે. જેમાં કોઈપણ નક્કર પુરાવા અથવા કોર્ટના નિર્ણય વિના, વક્ફ બોર્ડ જાતે જ નિર્ણય લઈ શકે છે.  આ કલમનો વક્ફ બોર્ડે ઘણો દુરુપયોગ કર્યો હોવાથી તેને નાબૂદ કરવામાં આવી છે.

વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ, જાણો સંપૂર્ણ વિગતો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
સુરતની આંગણવાડીમાંથી ઝડપાયું મોટું કૌભાંડ, ગરીબ-શ્રમિક બાળકોનું અનાજ બારોબાર વેચી મારતાં તંત્ર દોડતુ…

સુરતની આંગણવાડીમાંથી ઝડપાયું મોટું કૌભાંડ, ગરીબ-શ્રમિક બાળકોનું અનાજ બારોબાર વેચી મારતાં તંત્ર દોડતુ...

સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવા આદેશ, CJIએ પણ આપી માહિતી | supre…

સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવા આદેશ, CJIએ પણ આપી માહિતી | supre...

સુરતની આંગણવાડીમાં ગુજરાતનું ભવિષ્ય કુપોષિત : રાજ્યની સૌથી સમૃદ્ધ સુરત પાલિકાની આંગણવાડીમાં 33,386 બ…

સુરતની આંગણવાડીમાં ગુજરાતનું ભવિષ્ય કુપોષિત : રાજ્યની સૌથી સમૃદ્ધ સુરત પાલિકાની આંગણવાડીમાં 33,386 બ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદના ઢવાણીયા દાદાની દેરી પાસે ગટરના પાણી ભરાતા રહીશો પરેશાન | Residents of Halvad are worried abou…

હળવદના ઢવાણીયા દાદાની દેરી પાસે ગટરના પાણી ભરાતા રહીશો પરેશાન | Residents of Halvad are worried abou…

2 months ago
બિહારમાં ઈન્ડિ ગઠબંધનમાં તિરાડ ! કોંગ્રેસને તેજસ્વી યાદવના નિવેદનથી પડ્યો વાંધો

બિહારમાં ઈન્ડિ ગઠબંધનમાં તિરાડ ! કોંગ્રેસને તેજસ્વી યાદવના નિવેદનથી પડ્યો વાંધો

9 months ago
અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીનો સયાજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ | Accident injured pa…

અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીનો સયાજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ | Accident injured pa…

5 months ago
છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…

છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News