gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વગર ગેરન્ટીએ 90000 રૂપિયા સુધીની લોન… સરકારે 2030 સુધી આ યોજના લંબાવી | 90000 rupee loan without g…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in Business
0 0
0
વગર ગેરન્ટીએ 90000 રૂપિયા સુધીની લોન… સરકારે 2030 સુધી આ યોજના લંબાવી | 90000 rupee loan without g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Svanidhi Yojna: કોરોના મહામારી દરમિયાન જ્યારે લોકોના નાના કામકાજ ઠપ્પ થઈ ગયા હતા અને ખાસ કરીને સ્ટ્રીટ વેન્ડર્સનો બિઝનેસ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો, તો આવા સમયે તેમને મદદ કરવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અથવા પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી, જેના હેઠળ સરકાર તેમને પોતાનો બિઝનેસ ઊભો કરવામાં મદદ કરવા માટે 80,000 રૂપિયા સુધીની લોન આપી રહી હતી અને તે પણ ગેરન્ટી વિના. હવે મોદી સરકારે આ યોજના હેઠળ લોન મર્યાદા વધારી દીધી છે અને હવે લાભાર્થીઓને 80 હજાર નહીં પણ 90,000 રૂપિયા સુધીની ગેરન્ટી-ફ્રી લોન મળશે. એટલું જ નહીં સ્વનિધિ યોજનાની ડેડલાઈન પણ 2030 સુધી લંબાવી દેવામાં આવી છે.

31 માર્ચ 2030 સુધી મળશે ફાયદો

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના વિસ્તરણ અને પુનર્ગઠનને મંજૂરી આપી દીધી છે, જે કરોડો સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના વિક્રેતાઓ માટે મોટી રાહતનું પગલું છે. અહેવાલ પ્રમાણે સરકારના આ નિર્ણયથી 1.5 કરોડ સ્ટ્રીટ વેન્ડર્સને લાભ મળશે, જેમાં 50 લાખ નવા લાભાર્થીઓ પણ સામેલ છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સાથે નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા તેનું સંચાલન 31 માર્ચ, 2030 સુધી ચાલુ રહેશે. આ નિર્ણયથી સરકારી તિજોરી પર કુલ 7,332 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

હવે 90 હજાર સુધીની લોન મળશે

સરકારે પીએમ સ્વનિધિ યોજનાની ડેડલાઈન વધારવાની સાથે જ તેના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી લોન મર્યાદામાં પણ વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે, આમાં સરકાર જરૂરિયાતમંદોને ત્રણ હપ્તામાં 80,000 રૂપિયાની લોન આપે છે અને ત્રણ તબક્કામાં 10, 20 અને 50 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. પરંતુ હવે તેની મર્યાદા વધારીને સ્મોલ બિઝનેસ શરૂ કરવા માટે પ્રથમ તબક્કામાં 15,000 રૂપિયા, બીજા તબક્કામાં 25,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે. આ સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ લેવા માટે ક્રેડિબિલિટી જરૂરી છે.

એનો અર્થ એ કે, જો કોઈ વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે અરજી કરે છે, તો પહેલા તેને 15,000 રૂપિયાની લોન મળશે અને પછી નિર્ધારિત સમયમાં આ લોનની રકમ ચૂકવ્યા પછી, તે યોજના હેઠળ 25,000 રૂપિયાની આગામી લોન મેળવી શકશે. આવી જ રીતે જ્યારે તે આ લોન ચૂકવી દેશે ત્યારે તેને 50,000 રૂપિયાની એક સાથે લોન મેળવવા માટે પાત્ર ગણવામાં આવશે. જો આપણે સરકારી ડેટા પર નજર કરીએ તો 30 જુલાઈ, 2025 સુધી 68 લાખથી વધુ લાભાર્થીઓને 13,797 કરોડ રૂપિયાની 96 લાખથી વધુ લોન આપવામાં આવી છે. લગભગ 47 લાખ લાભાર્થીઓ ડિજિટલી સક્રિય છે, જેમણે 6.09 લાખ કરોડ રૂપિયા વેલ્યૂના 557 કરોડથી વધુ ટ્રાન્જેક્શન કર્યા છે. 

માત્ર આધાર કાર્ડ લાવો અને લોન લઈ જાઓ

જેમ જણાવ્યું તેમ આ સરકારની ગેરન્ટી-ફ્રી લોન સ્કીમ છે, જેનો અર્થ એ છે કે આનો લાભ લેવા માટે તમારે ગેરન્ટી તરીકે કોઈપણ પ્રકારની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી. તમે માત્ર આધાર કાર્ડ દ્વારા તબક્કાવાર રીતે આ લોન સરળતાથી મેળવી શકો છો. તમારે માત્ર નિર્ધારિત સમયની અંદર પૈસા પરત કરવાના રહેશે. જો આપણે નિયમો પર નજર કરીએ તો પીએમ સ્વાનિધિ યોજના હેઠળ લેવામાં આવેલી લોનની રકમ એક વર્ષમાં ચૂકવી શકાય છે. એટલું જ નહીં આમાં EMI Payment  સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા

RuPay ક્રેડિટ કાર્ડ સહિત આ સુવિધાઓ પણ મળશે

સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ જે સમયસર બીજી લોન ચૂકવશે, તેમને UPI-લિંક્ડ RuPay ક્રેડિટ કાર્ડ પણ મળશે, જેનાથી તેમને તેમના વ્યવસાય અને વ્યક્તિગત નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. આ ઉપરાંત સ્મોલ બિઝનેસ શરૂ કરનારા લાભાર્થીઓને ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરવા માટે રિટેલ અને જથ્થાબંધ વ્યવહારો માટે 1,600 રૂપિયા સુધીનું ડિજિટલ કેશબેક પણ મળશે. યોજનાના વિસ્તરણ સાથે સરકારનો ઉદ્દેશ્ય તેની પહોંચને વધુ વિસ્તૃત કરવાનો અને નાના વેપારીઓ માટે નાણાકીય સહાયને મજબૂત કરવાનો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar
Business

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

March 28, 2026
ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…
Business

ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…

March 28, 2026
રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…
Business

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

March 28, 2026
Next Post
બ્રિટનમાં સૌથી મોટી ટેક્સચોરી કેસમાં આરિફ પટેલને 9 કરોડ પાઉન્ડ ચૂકવવા આદેશ | indian origin designer …

બ્રિટનમાં સૌથી મોટી ટેક્સચોરી કેસમાં આરિફ પટેલને 9 કરોડ પાઉન્ડ ચૂકવવા આદેશ | indian origin designer ...

દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા | alwar domineer…

દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા | alwar domineer...

ભેજાબાજે ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે થર્ડ પાર્ટીની કારને બારોબાર વેચી નાખી રૂ.4.65 લાખ પડાવી લીધા | A s…

ભેજાબાજે ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે થર્ડ પાર્ટીની કારને બારોબાર વેચી નાખી રૂ.4.65 લાખ પડાવી લીધા | A s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા વિશ્વામિત્રી પ્રોજેક્ટ 10 જૂન સુધીમાં પૂર્ણ કરવા રાત્રે પણ કામગીરી ચાલુ રખાશે | Work will con…

વડોદરા વિશ્વામિત્રી પ્રોજેક્ટ 10 જૂન સુધીમાં પૂર્ણ કરવા રાત્રે પણ કામગીરી ચાલુ રખાશે | Work will con…

12 months ago
‘જીવલેણ’ કફ સિરપને લઈને WHO ટેન્શનમાં, પૂછ્યું – શું બીજા દેશોમાં સપ્લાય કરાઈ હતી? | world health or…

‘જીવલેણ’ કફ સિરપને લઈને WHO ટેન્શનમાં, પૂછ્યું – શું બીજા દેશોમાં સપ્લાય કરાઈ હતી? | world health or…

6 months ago
PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો | Violence again in …

PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો | Violence again in …

6 months ago
નવા ઉપરાષ્ટ્રપતિના વડપણ હેઠળની પહેલી જ બેઠકમાં હોબાળો, વિપક્ષના સરકાર સામે ગંભીર આરોપ | uproar in cp…

નવા ઉપરાષ્ટ્રપતિના વડપણ હેઠળની પહેલી જ બેઠકમાં હોબાળો, વિપક્ષના સરકાર સામે ગંભીર આરોપ | uproar in cp…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News