gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in GUJARAT
0 0
0
વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરાતન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા ઐતિહાસિક નગર વડનગરમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે હાથ ધરાઈ રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા વડનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.

મુખ્યમંત્રીએ હાટકેશ્વર મહાદેવના લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના અન્ય વિકાસ કામોના લોકાર્પણ કરીને સંબંધીત વરિષ્ઠ અધિકારીઓ-સચિવો સાથે આ બેઠક યોજી હતી.

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ, શહેરી વિકાસ વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના વિભાગો દ્વારા વડનગરમાં જે વિકાસ કામોના પ્રોજેક્ટસ હાથ ધરાઇ રહ્યા છે તેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં વડનગર, મોઢેરા સર્કિટ સ્વદેશ દર્શન સ્કીમ અંતર્ગત વિકસાવવા અંગે, હેરિટેજ વિસ્તાર વિકાસ કામો અંગે તેમજ પ્રેરણા સ્કૂલ પરિસર, રેલવે સ્ટેશન ડેવલોપમેન્ટ અને ટ્રાન્સપોર્ટ હબ કિર્તિતોરણ સહિતના વડનગરના દર્શનીય અને પુરાતત્વીય સ્થળોના સમય અનુરૂપ વિકાસની કામગીરીનું વિવરણ કરવામાં આવ્યું હતું.

પ્રવાસન વિભાગ દ્વારા ૧૬ જેટલા પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને ૬ પ્રગતિમાં છે તે સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા-પરામર્શ થયા હતા.

શહેરી વિકાસ વિભાગ દ્વારા હેરિટેજ વિસ્તાર વિકાસ કામો, ટ્રાન્સપોર્ટ હબ નિર્માણ તથા વડનગરમાં સ્વચ્છતા-સફાઈ સહિતની બાબતોમાં હાથ ધરાયેલી કામગીરીથી મુખ્યમંત્રીને માહિતગાર કરાયા હતા.

આ વર્ષ દરમિયાન વડનગરની મુલાકાત ૬ લાખથી વધુ પ્રવાસીઓએ લીધી છે તે અંગેની વિગતો જાણીને મુખ્યમંત્રીશ્રીએ વડનગરની સતત વધતી લોકપ્રિયતાની પણ નોંધ લીધી હતી.

વડનગર શહેરમાં સોલરાઇઝેશન માટે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા થયેલી કાર્યવાહી તેમજ આર્કિયોલોજિકલ મ્યુઝિયમની મુલાકાતે આવનારા પ્રવાસીઓને સુવિધાઓ તથા વધુને વધુ લોકો આ સ્થળે મુલાકાતે આવે તે માટેની પ્રમોશનલ એક્ટિવિટીઝ સંદર્ભે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રેઝન્ટેશનનું તલસ્પર્શી નિરીક્ષણ કરીને વિકાસકામોના પ્રોજેક્ટસ ઝડપી પૂર્ણ થાય તે દિશામાં વરિષ્ઠ અધિકારીઓને માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર, પ્રવાસન અગ્ર સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ થેન્નારસન, સ્પોર્ટસ ઓથોરિ ઓફ ગુજરાતના ડી.જી. સંદિપ સાંગલે, ટુરીઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી એસ છાક છુઆક, ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમ.ડી. અરુણ મહેશ બાબુ, મહેસાણા જિલ્લા કલેકટર પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જસ્મીન અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
GUJARAT

બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

March 24, 2026
ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …
GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

March 24, 2026
Next Post
માર્ચ એન્ડિંગ પૂર્વે ફોરેન ફંડોની નવી લેવાલી : નિફટી સ્પોટ 308 પોઈન્ટની છલાંગે 23658 | Fresh buying …

માર્ચ એન્ડિંગ પૂર્વે ફોરેન ફંડોની નવી લેવાલી : નિફટી સ્પોટ 308 પોઈન્ટની છલાંગે 23658 | Fresh buying ...

ગુજરાતનું ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા: વર્ષે 400 કરોડની કમાણી | Bharthana is the most profitable tol…

ગુજરાતનું ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા: વર્ષે 400 કરોડની કમાણી | Bharthana is the most profitable tol...

લગ્ન નોંધણી કૌભાંડ: બગસરામાં કોરોનાના ત્રણ વર્ષમાં ગામ રહેતા પરિવાર કરતાં બમણાં લગ્ન રજિસ્ટર થયાં! |…

લગ્ન નોંધણી કૌભાંડ: બગસરામાં કોરોનાના ત્રણ વર્ષમાં ગામ રહેતા પરિવાર કરતાં બમણાં લગ્ન રજિસ્ટર થયાં! |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેશનિંગ દુકાનધારકોની હડતાળનો ચોથો દિવસ: ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક, સમાધાન પર સૌની નજર | gujarat rati…

રેશનિંગ દુકાનધારકોની હડતાળનો ચોથો દિવસ: ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક, સમાધાન પર સૌની નજર | gujarat rati…

5 months ago
નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ

નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ

1 month ago
સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

1 month ago
‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી | America Threa…

‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી | America Threa…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News