gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડાપ્રધાન મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટરના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું | PM Modi to Inaugurate…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
વડાપ્રધાન મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટરના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું | PM Modi to Inaugurate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Semiconductor ATMP Plant In Sanand: ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં આજે (28મી ફેબ્રુઆરી) એક ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (28મી ફેબ્રુઆરી) તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સાણંદ GIDC ખાતે રોડ શો બાદ માઇક્રોન ટેક્નોલોજી (Micron Technology)ના અત્યાધુનિક ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સુવિધાના પ્રારંભ સાથે જ દેશની પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ (Made In India) ચિપ ગુજરાતની ધરા પરથી બનશે.

વડાપ્રધાન મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટરના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

સાણંદમાં માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “તાજેતરમાં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ એ વિશ્વને ભારતની વધતી જતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. આ નવો સેમિકન્ડક્ટર પ્લાન્ટ માત્ર એક ફેક્ટરી નથી, પરંતુ ગ્લોબલ ટેકનોલોજી લીડર બનવા તરફની ભારતની મક્કમ પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે.”

🔸પ્રધાનમંત્રી @narendramodi સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજીના ATMP પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે જનસભાને સંબોધન કરી રહ્યા છે#PMModi #Sanand #Gujarat pic.twitter.com/haHlSV5IFe

— DD News Gujarati (@DDNewsGujarati) February 28, 2026

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “20મી સદી સુધી વિશ્વએ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો જોયો. જ્યાં ફેક્ટરી, મશીન અને માસ પ્રોડક્શનમાં આગળ રહેલા દેશોએ ઝડપી પ્રગતિ કરી છે. પરંતુ 21મી સદી એ AI ક્રાંતિની સદી છે, અને સેમિકન્ડક્ટર આ પરિવર્તનનો સૌથી મોટો સેતુ છે. બહુ દૂરની વાત નથી, 10-11 વર્ષ પહેલાં સુધી ભારતમાં ડેટા અને ચિપની ચર્ચા મર્યાદિત વર્તુળો સુધી જ સીમિત રહેતી હતી. જ્યારે ટેકનોલોજીની વાત થતી હતી, ત્યારે આપણી ચર્ચા મોટે ભાગે આઈટી સર્વિસીસ સુધી જ મર્યાદિત હતી. પરંતુ આજે સોફ્ટવેર માટે ઓળખાતું ભારત હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.”

🔸પ્રધાનમંત્રી @narendramodi એ જણાવ્યું હતું કે – ’20મી સદી સુધી વિશ્વએ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો જોયો, જ્યાં ફેક્ટરી, મશીન અને માસ પ્રોડક્શનમાં આગળ રહેલા દેશોએ ઝડપી પ્રગતિ કરી. પરંતુ 21મી સદી એ AI ક્રાંતિની સદી છે, અને સેમિકન્ડક્ટર આ પરિવર્તનનો સૌથી મોટો સેતુ છે.’#PMModi… pic.twitter.com/UQlSyRMhPg

— DD News Gujarati (@DDNewsGujarati) February 28, 2026

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, “આજે સાણંદમાં આપણે નવા ભવિષ્યનો ઉદય થતો જોઈ રહ્યા છીએ. માઈક્રોનની આ એટીએમપી ફેસિલિટીમાં કોમર્શિયલ પ્રોડક્શનની શરૂઆત ગ્લોબલ ટેકનોલોજી વેલ્યુ ચેનમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે. ભારત ઝડપથી ગ્લોબલ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેનનો એક મહત્ત્વનો હિસ્સો બની રહ્યું છે.”

માઇક્રોનના સાણંદ પ્લાન્ટમાં ઉત્પાદન અને રોજગારીની ક્ષમતા

માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા સાણંદમાં ₹22,516 કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે, જે ભારતીય ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે તેવું માનવામાં આવે છે. આ પ્લાન્ટમાં સોલિડ સ્ટેટ ડ્રાઇવ (SSD) જેવા સ્ટોરેજ ઉપકરણો તેમજ DRAM અને NAND પ્રકારના મેમરી ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. હાલમાં આ પ્લાન્ટમાં 2000 લોકોની ટીમ કાર્યરત છે, જે આગામી સમયમાં વધીને 5000 થશે. નોંધનીય છે કે, આ ટીમમાં દિવ્યાંગ નાગરિકોને પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે રોજગારી આપીને સમાવેશ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટરના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું 2 - image

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરનો શિલાન્યાસ, વકીલો અને પક્ષકારોને થશે મોટો ફાયદો

રેતીથી ચિપ સુધીની સફર: કેવી રીતે કામ કરશે આ પ્લાન્ટ?

આ પ્લાન્ટમાં થતી કામગીરી ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત જટિલ અને મહત્વપૂર્ણ છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની પ્રક્રિયા રેતીમાંથી શુદ્ધ સિલિકોન અલગ કરવાથી શરૂ થાય છે, જેને ઓગાળીને સિલિન્ડર (ઇનગોટ) બનાવાય છે અને ત્યારબાદ તેના બારીક ટુકડા કરીને ‘વેફર્સ’ તૈયાર કરવામાં આવે છે. ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ફોટોલિથોગ્રાફી દ્વારા ઇલેક્ટ્રિક પેટર્ન અને ટ્રાન્ઝિસ્ટર્સ કંડારીને મેમરી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ વેફર્સ સાણંદના ATMP પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં તેની એસેમ્બલી, સ્પીડ અને મેમરીનું સચોટ ટેસ્ટિંગ, માર્કિંગ અને અંતે પેકેજિંગ કરવામાં આવે છે. 

સાણંદ પ્લાન્ટમા બનતા ઉત્પાદનો AI ટેક્નોલોજી માટે જરૂરી

માઇક્રોનના CEO સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં ડેટા પ્રોસેસિંગ માટે અદ્યતન મેમરી અને સ્ટોરેજ અનિવાર્ય છે. સાણંદમાં બનતી આ ચિપ્સ વૈશ્વિક સ્તરે AI ટેક્નોલોજીની માગ પૂરી કરવામાં મદદરૂપ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્ય…
GUJARAT

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્ય…

February 28, 2026
ગુજરાતને ગર્વ વધારતા હીતા પટેલને મળ્યો ટાઈમ્સ રિયલ્ટી એવોર્ડ્સ ગુજરાત 2026
GUJARAT

ગુજરાતને ગર્વ વધારતા હીતા પટેલને મળ્યો ટાઈમ્સ રિયલ્ટી એવોર્ડ્સ ગુજરાત 2026

February 28, 2026
શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ભાવનગરનો ૭૩મો વાર્ષિકોત…
GUJARAT

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ભાવનગરનો ૭૩મો વાર્ષિકોત…

February 28, 2026
Next Post
શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ભાવનગરનો ૭૩મો વાર્ષિકોત…

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ભાવનગરનો ૭૩મો વાર્ષિકોત...

ગુજરાતને ગર્વ વધારતા હીતા પટેલને મળ્યો ટાઈમ્સ રિયલ્ટી એવોર્ડ્સ ગુજરાત 2026

ગુજરાતને ગર્વ વધારતા હીતા પટેલને મળ્યો ટાઈમ્સ રિયલ્ટી એવોર્ડ્સ ગુજરાત 2026

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્ય…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના કુરીયર બોયનો ગુમ થયેલો થેલો પોલીસ વિભાગની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમની ટીમે શોધી આપ્…

જામનગરના કુરીયર બોયનો ગુમ થયેલો થેલો પોલીસ વિભાગની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમની ટીમે શોધી આપ્…

3 months ago
વિદેશનો વધતો ‘મોહ’! છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી, આટલા લોકોને થઈ ‘સમસ્યા’ | 9 lakh …

વિદેશનો વધતો ‘મોહ’! છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી, આટલા લોકોને થઈ ‘સમસ્યા’ | 9 lakh …

3 months ago
વડોદરામાં અલકાપુરીની ગેસ એજન્સીના બેંક એકાઉન્ટમાં 500ના દરની ડુપ્લીકેટ નોટો ભરાતાં ફરિયાદ | Alkapuri…

વડોદરામાં અલકાપુરીની ગેસ એજન્સીના બેંક એકાઉન્ટમાં 500ના દરની ડુપ્લીકેટ નોટો ભરાતાં ફરિયાદ | Alkapuri…

4 months ago
અક્ષરવાડીમાં દિપાવલીનાં પવિત્ર પર્વમાં આજે નૂતન વર્ષનો પ્રારંભ…

અક્ષરવાડીમાં દિપાવલીનાં પવિત્ર પર્વમાં આજે નૂતન વર્ષનો પ્રારંભ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News