gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર આર્મીનો નિવૃત્ત કર્મચારી | Retired Army per…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર આર્મીનો નિવૃત્ત કર્મચારી | Retired Army per…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,શનિવારે સવારે અનગઢ નજીકના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક પદાર્થ મળી આવતા  પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. તપાસ  દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, આ ગુનાના ફરિયાદી એવા રેલવેના કર્મચારીએ જ પોતાની નોકરીમાં એક્સટેન્શન મેળવવા માટે આ કૃત્ય કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.પોલીસે તેની ધરપકડ કરી વધુ  પૂછપરછ હાથ ધરી છે.

અનગઢ નવાપુરા રેલવેના ગુડ્સ ટ્રેક પર શનિવારે સવારે આઠ વાગ્યે મુસ્તાકભાઇ નામનો કર્મચારી પેટ્રોલિંગમાં નીકળ્યો હતો.  ત્યારે તેણે  રેલવે  ટ્રેક પાસે છ જેટલા બાંધેલા ફટાકડા જોતા પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે મુસ્તાકભાઇએ જ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ, પોલીસે તપાસ શરૃ કરી હતી અને ફરિયાદીની પૂછપરછ કરી  હતી.પૂછપરછ દરમિયાન પોલીસને તેના જવાબોમાં વિરોધાભાસ જણાતા કડકાઇથી પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો. તેણે પોતે જ રેલવે ટ્રેક પર ફટાકડા મૂક્યા હોવાની કબૂલાત કરી હતી. મુસ્તાક આર્મીમાંથી નિવૃત્ત થયો હતો. ત્યારબાદ ત્રણ વર્ષ માટે રેલવેમાં કોન્ટ્રાક્ટ પર નોકરી લાગ્યો હતો. રેલવેના નિયમો મુજબ, કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી સારી કામગીરી કરે તો તેને નોકરીમાં એક્સટેન્શન અને રિવોર્ડ આપવામાં આવે છે. તે મેળવવા માટે તેણે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. રેલવે ટ્રેકની નજીકની દીવાલ પાસે મેરેજ પ્રસંગે ફૂટેલા ફટાકડા તેણે લાવી ટ્રેક પર મૂક્યા હતા. પોલીસે આરોપી મુસ્તાકઅહમદ મહંમદયુસુફ શેખ, ઉં.વ.૪૯ (રહે. શેરખી ચોકડ, રવિભાન ચોકડી નજીક, લાલજીભાઇના મકાનમાં, શેરખી, તા.વડોદરા મૂળ રહે. અકીન ગામ અનંતનાગ, થાણા, અચાબલ,તા.અનંતનાગ, જિ. અનંતનાગ,જમ્મુ) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કારગીલમાંથી હવાલદાર તરીકે રિટાયર્ડ થયો હતો

વડોદરા,

પોલીસે જણાવ્યું છે કે, આરોપી મુસ્તાક 5 જે.કે.એલ.આઇ. ( જમ્મુ કાશમીર લાઇટ ઇન્ફેન્ટરી) રેજિમેન્ટમાં નોકરી કરતો હતો. છેલ્લે તે કારગીલમાં હવાલદાર તરીકે નોકરી કરતા રિટાયર્ડ થયો હતો. આર્મીમાં નોકરી દરમિયાન તેની વર્તણૂંક કેવી હતી, તે અંગે  પણ પોલીસે વિગતો મંગાવી છે.

વિસ્ફોટક પદાર્થમાં માઇલ્ડ એક્સપ્લોઝીવની  હાજરી મળી

વડોદરા,

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલવે ટ્રેક પરથી જે વિસ્ફોટક મળ્યા છે. તેનું એફ.એસ.એલ. દ્વારા પરિક્ષણ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલ મુજબ તેમાં માઇલ્ડ એક્સપ્લોઝીવની  હાજરી મળી છે.  જોકે, વિસ્ફોટ પદાર્થની વિસ્તૃત તપાસ અંગે સેમ્પલ ગાંધીનગર એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યા છે.

રેલવે ટ્રેકના પોલ વચ્ચે પેટ્રોલિંગની નોકરી કરતો હતો

 વડોદરા

આર્મીમાંથી નિવૃત્ત થયા પછી આરોપી મુસ્તાક નિવૃત્ત કર્નલ ઉત્તમ પાટિલની પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીમાં ગાર્ડ તરીકે વર્ષ – ૨૦૨૩ થી નોકરી કરતો હતો. તેની ડયૂટિ અમદાવાદ – વડોદરા – મુંબઇ ગુડ્ઝ રેલવે લાઇન  પર મહિસાગર બ્રિજ પર આવેલા કહાનવાડી ગામથી શેરખી ગામના રેલવે ટ્રેકના પોલ વચ્ચે પેટ્રોલિંગની નોકરી કરતો હતો. શનિવારે સવારે નોકરી પરથી ઉતરતા કર્મચારીઓ  પાસેથી જી.પી.એસ. મેળવી પેટ્રોલિંગમાં નીકળ્યો હતો. ત્યારે તેણે રેલવે ટ્રેક પર વિસ્ફોટક જોયા હતા.

.

અન્ય  આરોપીની સંડોવણી અંગે પોલીસ તપાસ શરૃ

વડોદરા,

રેલવે ટ્રેકની નજીક લગ્ન પ્રસંગમાં ફટાકડા ફૂટયા હતા.ત્યાંથી મુસ્તાક ફટાકડા લઇ આવ્યો  હતો. તેણે ઉચ્ચ અધિકારીઓને વિસ્ફોટક અંગે જાણ કરી તેના થોડા સમય પહેલા જ તેણે ફટાકડા ટ્રેક પર મૂક્યા હતા. તેના આ કૃત્યમાં અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ પ્લાન તેણે ક્યાં તૈયાર કર્યો અને કોની સલાહ લીધી હતી, તે અંગે પણ  પોલીસે તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…
GUJARAT

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

April 11, 2026
વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…
GUJARAT

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

April 11, 2026
વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…
GUJARAT

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

April 11, 2026
Next Post
સયાજી હોસ્પિટલનું નિરીક્ષણ કરીનેNABH ની ટીમ પરત ફરી | NABH team returns after inspecting Sayaji Hosp…

સયાજી હોસ્પિટલનું નિરીક્ષણ કરીનેNABH ની ટીમ પરત ફરી | NABH team returns after inspecting Sayaji Hosp...

હાઇવે પર ડમ્પરના પૈંડા તળે કચડાઇ જતા ગેરેજ માલિકનું મોત | Garage owner dies after being crushed unde…

હાઇવે પર ડમ્પરના પૈંડા તળે કચડાઇ જતા ગેરેજ માલિકનું મોત | Garage owner dies after being crushed unde...

૧૫ વર્ષની સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused who abducted and raped…

૧૫ વર્ષની સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused who abducted and raped...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા ડેરીએ કેટલીક વસ્તુના ભાવો ઘટાડયા દૂધ, દહીં, છાસ, લસ્સી, શ્રીખંડ અને મીઠાઇઓના ભાવોમાં ઘટાડો નહી…

બરોડા ડેરીએ કેટલીક વસ્તુના ભાવો ઘટાડયા દૂધ, દહીં, છાસ, લસ્સી, શ્રીખંડ અને મીઠાઇઓના ભાવોમાં ઘટાડો નહી…

7 months ago
જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…

જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…

2 months ago
મહી અને સાબરમતી નદીમાં જળસ્તર વધવાની સંભાવના : ખેડાના 4 તાલુકાના ગામોને એલર્ટ | Mahi and Sabarmati r…

મહી અને સાબરમતી નદીમાં જળસ્તર વધવાની સંભાવના : ખેડાના 4 તાલુકાના ગામોને એલર્ટ | Mahi and Sabarmati r…

7 months ago
દશેરાના પર્વને અનુલક્ષીને વડોદરા પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ફાફડા અને જલેબીનું ચેકિંગ | Checking o…

દશેરાના પર્વને અનુલક્ષીને વડોદરા પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ફાફડા અને જલેબીનું ચેકિંગ | Checking o…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News