![]()
Vadodara Accident : વડોદરા શહેરના ગોત્રી રોડ પર સવારના સમયે કાર અકસ્માતના એક બનાવમાં કોર્પોરેશનના સફાઈ કર્મચારીને પેટના ભાગે ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ન્યુ સમા રોડની આકાશગંગા સોસાયટીમાં રહેતા નવીનભાઈ સોલંકી પોલીસને કહ્યું છે કે ગઈકાલે સવારે ગોત્રી રોડના કલ્પવૃક્ષ કોમ્પલેક્ષ પાસે હું અન્ય કર્મચારીઓ સાથે સફાઈ કામ કરતો હતો તે દરમિયાન સવા અગિયારેક વાગે એક કારે કચરો ભેગો કરવાની લોખંડની લારીને ટક્કર મારી હતી.
આ લારીનો ભાગ મારા પેટમાં વાગતા કિડનીમાં ઈજા થઈ હતી અને ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેથી પોલીસે કારના નંબરના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.










