![]()
image : Social media
Vadodara Chain Snatching : વડોદરાના માંજલપુરમાં સીતાબાગ સોસાયટીમાં રહેતા 71 વર્ષના અંજુબેન નવનીતભાઈ શાહ સવારે 7:00 વાગે પતિ સાથે કારમાં ઘરેથી લાલબાગ જૈન દેરાસર ખાતે દર્શન કરવા ગયા હતા. તેમના પતિ થોડી વાર પછી કાર લઈને માંડવી કામ માટે નીકળી ગયા હતા. અંજુબેન દર્શન કરી પ્રવચન સાંભળી ઘરે ચાલતા જવા નીકળ્યા હતા.
સીતાબાગ સોસાયટીના નાકા પાસે એક બાઈક સવાર આવ્યો હતો અને અંજુબેનના ગળામાં હાથ નાખી સાડીનો છેડો ખેંચે તેમને નીચે પાડી દીધા હતા બાઈક સવાર આરોપી ગળામાંથી દોઢ તોલા વજનને સોનાની ચેન તોડીને માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ તરફ ભાગી ગયો હતો. પોલીસે દોઢ તોલા વજનની સોનાની ચેનનો ભાવ માત્ર 15000 ગણ્યો છે જ્યારે હાલમાં ચાલતા બજાર ભાવ પ્રમાણે દોડ તોલા વજનને સોનાની ચેનની કિંમત રૂ.1.5 લાખ ઉપરાંત થાય છે.










