gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં અટલાદરા બાદ સમા પોલીસ સ્ટેશને હલ્લાબોલ,દારૃના આરોપીને છોડાવવા ટોળાંએ ધાંધલ મચાવી | Crowds …

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં અટલાદરા બાદ સમા પોલીસ સ્ટેશને હલ્લાબોલ,દારૃના આરોપીને છોડાવવા ટોળાંએ ધાંધલ મચાવી | Crowds …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અટલાદરા પોલીસ સ્ટેશનમાં આરોપી અને સબંધીઓ દ્વારા પોલીસ પર થયેલા હુમલાના બનાવ  બાદ બીજા જ દિવસે સમા પોલીસ સ્ટેશનમાં દારૃ સાથે પકડાયેલા આરોપીને છોડાવવા માટે ટોળાંએ સમા પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ મચાવી તંગદિલી સર્જી હોવાનો વધુ એક બનાવ બનતાં પોલીસે ટોળાં સામે ગુનો નોંધ્યો છે.

સમા પોલીસે કહ્યું છે કે,સમાના સંજય નગર નજીક રણછોડનગર-૧ વિસ્તારમાં ગઇકાલે સાંજે પોલીસે એક ખંડેર પાસેથી નામચીન રમણ ઉર્ફે શિયાળ મઇજીભાઇ માળી ને દારૃના રૃ.૧૪હજારની કિંમતના ૩૨ ક્વાર્ટરિયા સાથે ઝડપી પાડી પોલીસ સ્ટેશને લવાયો હતો.

ડી સ્ટાફની રૃમમાં એએસઆઇ દિપક જબ્બારસિંગ રમણ માળીની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે તેણે પોલીસ સાથે ઉધ્ધત વર્તન કરી માર માર્યાના આક્ષેપો કર્યા હતા.જે દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર રમણ માળીના બે પુત્ર દિલીપ,મેહુલ ઉપરાંત ૧૫ થી ૨૦ જણા ધસી આવ્યા હતા અને હોહા મચાવી હતી.

રમણ માળીએ મીડિયાને બોલાવો..આ લોકો એમ સીધા નહિ થાય તેમ કહી ઉશ્કેરણી કરતાં ટોળાંએ આરોપીને છોડાવી જવા માટે બારી,બારણાંની ખેંચતાણ કરવા માંડી હતી અને કાચ પર હાથ પછાડવા માંડયા હતા.જેથી પોલીસે વધુ કાફલો બોલાવ્યો હતો.આ બનાવ અંગે સમા પોલીસે દિલીપ માળી,મેહુલ માળી,જગદીશ માળી,અમિત માળી સહિત ટોળાં સામે સરકારી ફરજમાં રૃકાવટ બદલ ગુનો નોંધ્યો છે.

રમણે પોલીસના  ટેબલ સાથે માથું પછાડી પોલીસ પર આક્ષેપ કર્યા

દારૃ સાથે પકડાયેલા રમણ માળીએ પોલીસ સ્ટેશનમાં જોરથી બંને હાથ પછાડયા હતા અને ત્યારબાદ કોમ્પ્યુટરના ટેબલના પાયા સાથે માથું પછાડતાં ઇજા થઇ હતી.ત્યાર  બાદ તેણે પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરતાં બહાર ભેગા થયેલા લોકો ઉશ્કેરાયા હતા.

પહેલાં પણ પોલીસને ફટકારી ટોળું જુગારીયાને છોડાવી ગયું હતું, SMC પર પણ હુમલો થયો હતો

દારૃની હાટડીઓને કારણે ટ્રાફિક જામ થતો હોઇ કંટાળેલા લોકોએ કમિશનર કચેરીએ દેખાવો કર્યા હતા

સમા વિસ્તારમાં પોલીસ પર હુમલાના અગાઉ પણ બનાવો બન્યા છે.જ્યારે ખુલ્લેઆમ ચાલતી દારૃની હાટડીઓને કારણે થોડા સમય  પહેલાં જ સ્થાનિક લોકોએ પોલીસ કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

સમા વિસ્તારમાં ઓગષ્ટ-૨૦૧૮માં જુગારધામ પર પોલીસે દરોડો પાડી ચાર જણાને પકડયા હતા.જ્યારે બાકીના ચાર ફરાર થઇ ગયા હતા.આ વખતે ટોળાંએ પોલીસને ઘેરી ઝપાઝપી કરી હતી અને બે જુગારીયાને છોડાવી ગયું હતું.આવી જ રીતે એપ્રિલ-૨૦૨૨માં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૃ પકડતાં ટોળાંએ પથ્થરમારો કરી હુમલો કરતાં ચાર પોલીસ કર્મી ઘવાયા હતા.

બીજીતરફ સંજય નગર તેમજ તેની આજુ  બાજુના વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૃની હાટડીઓ ચાલતી હોવાને કારણે નવેમ્બર-૨૦૨૫માં સ્થાનિક રહીશોએ પોલીસ કમિશનર કચેરીએ ઉગ્ર દેખાવો કરી દારૃના ધંધાને કારણે ટ્રાફિકમાં અડચણ પડતી હોવાની અને લોકોને ભારે હેરાનગતિ થતી હોવાની રજૂઆત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
અકોટાની ચેતન સોસાયટીના ઘર દેરાસર માંથી ભગવાનના મુગટ અને માળાની ચોરી | Theft of God’s crown and garla…

અકોટાની ચેતન સોસાયટીના ઘર દેરાસર માંથી ભગવાનના મુગટ અને માળાની ચોરી | Theft of God's crown and garla...

કિશનવાડી વુડાના મકાનમાં જૂના ઝઘડાની અદાવત રાખી બાઇક સળગાવી દીધી | Bike burnt in Kishanwadi Wooda’s h…

કિશનવાડી વુડાના મકાનમાં જૂના ઝઘડાની અદાવત રાખી બાઇક સળગાવી દીધી | Bike burnt in Kishanwadi Wooda's h...

ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થિનીની રેલવે કર્મી દ્વારા છેડતી | railway employee har…

ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થિનીની રેલવે કર્મી દ્વારા છેડતી | railway employee har...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કન્ઝયુમર, બેંકિંગ શેરો તૂટતાં સેન્સેક્સ 852 પોઈન્ટ તૂટી 77664 | Sensex falls 852 points to 77 664 as…

કન્ઝયુમર, બેંકિંગ શેરો તૂટતાં સેન્સેક્સ 852 પોઈન્ટ તૂટી 77664 | Sensex falls 852 points to 77 664 as…

3 months ago
અમદાવાદમાં કંપનીના કર્મચારીઓના નામે લાખોની લોનનું કૌભાંડ સામે આવ્યું, ત્રણ સામે ફરિયાદ | Major Loan …

અમદાવાદમાં કંપનીના કર્મચારીઓના નામે લાખોની લોનનું કૌભાંડ સામે આવ્યું, ત્રણ સામે ફરિયાદ | Major Loan …

8 months ago
હાર્ટની સારવારના નામે જામીનનો સમય વધારવા માટે કરવામાં આવતી અરજીને કોર્ટે ગંભીરતાથી લીધી | Gujarat hi…

હાર્ટની સારવારના નામે જામીનનો સમય વધારવા માટે કરવામાં આવતી અરજીને કોર્ટે ગંભીરતાથી લીધી | Gujarat hi…

1 year ago
Explainer: કબડ્ડીની રમતને લાગ્યું ‘ગેંગસ્ટર’રાજનું ગ્રહણ, ભારતીય રમતની માટીથી માફિયા સુધીની સફર | Pu…

Explainer: કબડ્ડીની રમતને લાગ્યું ‘ગેંગસ્ટર’રાજનું ગ્રહણ, ભારતીય રમતની માટીથી માફિયા સુધીની સફર | Pu…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News