gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત | Langadi Na…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત | Langadi Na…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Langdi National Championship : વડોદરામાં આજથી 15મી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે, ત્યારે લંગડીને 2010માં રાષ્ટ્રીય માન્યતા મળી હોવા છતાં ઓલિમ્પિક એસોસિએશનની માન્યતા પ્રાપ્ત ન થતા લંગડી એસોસિએશન ગુજરાત દાતાઓની મદદથી રમતને પ્રોત્સાહિત કરી રહ્યું છે.

બાળપણની લોકપ્રિય રમત લંગડીને પરંપરાગત ભારતીય રમતોના પાયા તરીકે માનવામાં આવે છે. ખો-ખો, વોલીબોલ અને જિમ્નાસ્ટિક્સ જેવી રમતો માટેની તાલીમમાં પણ લંગડી ઉપયોગી સાબિત થાય છે. રાષ્ટ્રીય લંગડી ફેડરેશનને 2010માં રાષ્ટ્રીય માન્યતા મળી હતી.

વડોદરામાં 1918માં સર સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલી હિંદવિજય જીમખાનાના માધ્યમથી લંગડીનું પ્રસાર-પ્રસાર વધારે વેગવાન બન્યું હતું. આજે પણ લંગડી એસોસિએશન ગુજરાત આ વારસાને આગળ ધપાવી રહ્યું છે. આ રમતમાં ખર્ચ ઓછો આવે અને બાળકોને શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ રાખે તેવી આ રમત આજે ફરી લોકપ્રિય બની રહી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન તરફથી લંગડીની માન્યતા હજી પેન્ડિંગ છે. જો માન્યતા મળે તો રમતના વિકાસના નવા માર્ગ ખુલશે.

વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત 2 - image

વડોદરામાં આજથી 15મી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપ

વડોદરા શહેરના કીર્તિસ્થંભ પાસે ગુજરાત ક્રિડા મંડળ ખાતે 21 થી 23 નવેમ્બર દરમિયાન 15મી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં આંધ્ર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાત સહિત વિવિધ રાજ્યોના 250 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 23 નવેમ્બરે વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.

સરકારી સ્પર્ધામાં સમાવેશ નથી, સહાય પણ મળતી નથી

લંગડી એસોસિએશન ગુજરાતના સેક્રેટરી યોગેશ મુલે અને જોઈન્ટ સેક્રેટરી દિલીપ ઠસાલ જણાવે છે કે રમત રસપ્રદ અને જરૂરી હોવા છતાં સરકારી સ્પર્ધાઓમાં તેનો સમાવેશ થતો નથી તેમજ કોઈ સરકારી સહાય પણ મળતી નથી. ખેલ મહાકુંભમાં લંગડીને સ્થાન આપવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ બજેટના અભાવે મદદ મળી નથી. તેને કારણે દાતાઓની મદદથી જ ટુર્નામેન્ટ્સ શક્ય બને છે.

વડોદરાના ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે મેળવી ખ્યાતિ

વડોદરાના હર્ષ સાવંત, શ્લોક પવળે, કૃષ્ણ ઠક્કર, ભાર્ગવી વસાવા સહિતના ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. ગુજરાતની ટીમો અનેક ફોર્મેટમાં ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ જીત્યા છે. છતાં લંગડીને હજી પૂરતી માન્યતા નથી મળી, જેના કારણે રમત વિકાસના માર્ગે પડકારો યથાવત છે.

લંગડીની રમતની પદ્ધતિ

* બંને તરફ ટીમમાં 12-12ખેલાડીઓ

* 4 ઇનિંગ્સ–વારાફરતી ડિફેન્સ અને એટેક

* એટેકર ખેલાડીઓ એક પગ પર કૂદી ડિફેન્ડર્સને ટેગ કરે

* દરેક ઇનિંગ 9 મિનિટ

* પહેલી ઇનિંગ જમણા પગે, બીજી ડાબા પગે લંગડી

* કુલ મેચ સમય 50 મિનિટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે ‘અગ્નિપરીક્ષા’, તંત્રના પેટનું પાણી નથી હ…

સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે 'અગ્નિપરીક્ષા', તંત્રના પેટનું પાણી નથી હ...

અમદાવાદમાં રખડતા શ્વાનના હુમલા વધ્યા, એક દિવસમાં 5 લોકોને કરડ્યા | stray dog ​​attacks Incidents inc…

અમદાવાદમાં રખડતા શ્વાનના હુમલા વધ્યા, એક દિવસમાં 5 લોકોને કરડ્યા | stray dog ​​attacks Incidents inc...

નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |…

નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એરફોર્સમાં ભરતી માટે યુવતીઓ ઉમટી : 400 યુવતીઓએ ભરતી માટે ઉત્સાહ દર્શાવ્યો | 400 girls of vadodara sh…

એરફોર્સમાં ભરતી માટે યુવતીઓ ઉમટી : 400 યુવતીઓએ ભરતી માટે ઉત્સાહ દર્શાવ્યો | 400 girls of vadodara sh…

12 months ago
મુંબઈ-દિલ્હી મુખ્ય લાઇન પર બ્રિજ મજબૂતીકરણનું કામ પૂર્ણ | Bridge reinforcement work on Mumbai Delhi …

મુંબઈ-દિલ્હી મુખ્ય લાઇન પર બ્રિજ મજબૂતીકરણનું કામ પૂર્ણ | Bridge reinforcement work on Mumbai Delhi …

2 months ago
પોલો ગ્રાઉન્ડ નજીક મોડી રાત્રે ડામરના ટેન્કરમાં આગ લાગતા નાસભાગ મચી | An asphalt tanker caught fire …

પોલો ગ્રાઉન્ડ નજીક મોડી રાત્રે ડામરના ટેન્કરમાં આગ લાગતા નાસભાગ મચી | An asphalt tanker caught fire …

10 months ago
અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News