![]()
Vadodara Liquor Case : વડોદરા ડભોઇ રોડ ઉપર કેલનપુર ચેકપોસ્ટ પાસે જિલ્લા પોલીસે ઉપરાછાપરી ત્રણ વાહનો પકડીને દારૂનો જથ્થો ઝડપી પાડી ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
કેલનપુર નજીક આવેલ અક્ષર આંગણ સોસાયટી સામે જિલ્લા એલસીબીએ એક કારને ઝડપી પાડી અંદરથી દારૂના જથ્થા સહિત કુલ 2.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને નરેશ ગુલાબ જમરા (રહે-પટેલ ફળિયુ, જેતપુર, તાલુકો-કઠીવાડા, જિલ્લો-અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને જડુ જાણીયા રાઠવા (રહે-તાડવાળું ફળિયુ, બાલાવાડ, છોટાઉદેપુર) ની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બાલાવાડ ગામમાં રહેતા છંદુ ઓમકારસિંહ રાઠવાએ દારૂનો જથ્થો ભરીને આપ્યો હતો પોલીસે છદુને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લા એલસીબીએ દારૂ ઝડપી પાડ્યા બાદ કેલનપુર ચેકપોસ્ટ પાસે વરણામા પોલીસે પણ નાકાબંધી કરીને વાહનોની તપાસ હાથ ધરી હતી. જેમાં એક સ્કૂટર ઉપર દારૂની બોટલો ભરીને જતા વિઠ્ઠલ નેવસિંગ રાઠવા અને અશોક રાઠવા (બંને રહે-પટેલ ફળિયુ, શીંગલા ગામ, છોટાઉદેપુર) ને દારૂની 90 બોટલો સહિત કુલ 65,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.. આ ઉપરાંત ચેકપોસ્ટ પર જ સાંજના સુમારે વરણામા પોલીસે એક કારમાંથી દારૂની 319 બોટલો કબજે કરી સૂરદાસ ઉર્ફે સુરેશ રાઠવા (રહે-ડામર ફળિયુ, સાઢલી, ગામ-પાવીજેતપુર) ને ઝડપી પાડી કુલ 2.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે રાકેશ દશરથ કહાર (રહે-જીવનગર, વાઘોડિયા રોડ)ને પોલીસે ફરાર જાહેર કર્યો છે.










