![]()
Vadodara Water Wastage : વડોદરા શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા ફતેગંજ રાણેશ્વર સર્કલ પાસે ગઈ મોડી રાત્રે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો. જ્યારે બીજી બાજુ શાસ્ત્રી બ્રિજની ચાલતી રોડની કામગીરીમાં એક બાજુનો રસ્તો બંધ છે અને બીજી બાજુ પાણીની લાઈનમાં ભંગાણ થતાં મોટો ભુવો પડી જવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતા વાહનચાલકો અટવાઈ પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પાલિકા તંત્રના વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોવાની ઘટના બહાર આવી છે. શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા શાસ્ત્રી બ્રિજ નજીકના રાણેશ્વર સર્કલ પાસે પીવાના પાણીની લાઈન નું ભંગાણ સર્જાતા મોટો ખાડો પડી ગયો હતો. પાણીની લાઈનના ભંગાણના કારણે હજારો લિટર પીવાનું પાણી રેડ રસ્તા પર વેડફાઈ ગયું હતું. જોકે શાસ્ત્રી બ્રિજ પર કાર્પેટીંગની કામગીરી ચાલતી હોવાથી એક તરફનો રસ્તો બંધ છે જ્યારે બીજી બાજુ બ્રિજની તદ્દન નજીક પાણીની લાઈનમાં થયેલા ભંગાણના કારણે મોટો ખાડો પડી ગયો હોવાના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો અટવાયા હતા. જ્યારે બીજી બાજુ પાલિકા તંત્ર દ્વારા ભંગાણ રીપેરીંગની કામગીરી અંગે રોડ રસ્તા વચ્ચે ગોઠવાયેલા જેસીબીના કારણે પણ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.










