
Bay of Bengal Depression May Trigger Cyclone : બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જવવાની શક્યતાના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન સર્જાઇ શકે છે. જેના કારણે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં ભારે વરસાદ થશે.
તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અનેક 8 જિલ્લામાં રેડ ઍલર્ટ અપાયું છે. ચેન્નઈમાં શાળા અને કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે.










