gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝનો શાનદાર આરંભ : સાર્થક આર્ય–હાર્દી પટેલે મિક્સ્ડ ડબલ્સમાં ત્રીજા ક્રમાં…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝનો શાનદાર આરંભ : સાર્થક આર્ય–હાર્દી પટેલે મિક્સ્ડ ડબલ્સમાં ત્રીજા ક્રમાં…
1
VIEWS
Share on FacebookShare on Twitter

World Table Tennis Feeder : વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝની શરૂઆત રોમાંચક મુકાબલાઓ સાથે થઈ. મિક્સ્ડ ડબલ્સ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સાર્થક આર્ય અને હાર્દી પટેલે ત્રીજા ક્રમાંકિત સ્નેહિત સુરવજ્જુલા અને સયાલી વાનીની મજબૂત જોડીને કડક સ્પર્ધામાં 5-11, 11-9, 11-9, 9-11, 12-10થી પરાજય આપી આગળ વધ્યા.

સિંગલ્સ ગ્રુપ સ્ટેજમાં ટોચના ખેલાડીઓએ પોતાની શરૂઆતની મેચોમાં દમદાર દેખાવ કર્યો. પુરુષ સિંગલ્સમાં યશાંશ મલિક, સંયોગ કપાલી અને જશ મોદીએ પોતાની પ્રથમ મેચ જીતેલી, જ્યારે મહિલા સિંગલ્સમાં સેલેના સેલ્વાકુમાર, નિત્યા મણિ અને સંપદા ભિવંડીકરે વિજય સાથે અભિયાન શરૂ કર્યું છે.

પુરુષ સિંગલ્સના ગ્રુપ-1માં યશાંશ મલિકને પ્રેયેશ સુરેશે કઠિન મુકાબલામાં પડકાર આપ્યો, જ્યારે ગ્રુપ-2માં સંજય કપિલાએ હર્ષ મેરોથાને હરાવ્યો. ગ્રુપ-3માં જશ મોદીએ નેપાળના રૂબિન મહાજન સામે પ્રભુત્વ જમાવ્યું હતું.

 મહિલા સિંગલ્સમાં ગ્રુપ-1માં સેલેના સેલ્વાકુમારે મુક્તા દલવીને પરાજય આપ્યો, ગ્રુપ-2માં નિત્યા મણિએ સમૃદ્ધિ વણિકને હરાવી અને ગ્રુપ-3માં સંપદા ભિવંડીકરે યુવા નૈશા રેવાસ્કર સામે જીત મેળવી. ગ્રુપ-5માં ઉભરતી ખેલાડી તનિષ્કા કાલભૈરવે યાશિની શિવશંકરને હરાવી આશ્ચર્યજનક પરિણામ આપ્યું, જ્યારે ગ્રુપ-6માં સેનહોરા ડિસોઝા આફ્રીન મુરાદ સામે પરાજિત થઈ હતી.

 અગાઉ મિક્સ્ડ ડબલ્સ ક્વોલિફાઇંગના પ્રથમ રાઉન્ડમાં ધૈર્ય પરમાર અને અનુષા કુટુંબલેની યુવા જોડીએ રાજીવ સાહુ અને પ્રણતિ રમેશની જોડી સામે જીત મેળવી હતી. હવે બીજા રાઉન્ડમાં તેમનો સામનો બીજા ક્રમાંકિત અભિનંદન પ્રધિવધિ અને નિત્યા મણિની મજબૂત જોડી સાથે થશે.

વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝનો શાનદાર આરંભ  :  સાર્થક આર્ય–હાર્દી પટેલે મિક્સ્ડ ડબલ્સમાં ત્રીજા ક્રમાંકિત જોડી પર જીત સાથે આગળ વધ્યા 2 - image(ડાબેથી ભારતના નંબર વન માનુષ શાહ અને ગુજરાતના નંબર વન પ્રથમ મદલાણી) 

ભારતના નંબર વન માનુષ શાહે ઘરઆંગણે યોજાયેલી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની સફળતા અંગે આશા વ્યક્ત કરી

ભારતના નંબર વન ખેલાડી માનુષ શાહે 150થી વધુ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી 80થી વધુ મેડલ હાંસલ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે રમત કોઈપણ હોય તેમાં પડકારો તો રહે જ છે, પરંતુ સતત મહેનત અને ધીરજથી જ સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

 વડોદરામાં ઘર આંગણે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ સફળ થાય તેવી આશા વ્યક્ત કરતા તેમણે પોતાની વ્યક્તિગત સફળતા અંગે પણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં રમતગમતના ક્ષેત્રે નોંધપાત્ર સુધારા થયા છે અને ખેલાડીઓ માટે અનેક નવી તકો ઊભી થઈ છે. માનુષ શાહે વધુમાં જણાવ્યું હતું કે વધુમાં વધુ લોકો સ્પોર્ટ્સ પ્રત્યે રસ દાખવે તે જરૂરી છે, કારણ કે રમતગમત માત્ર સફળતા પૂરતી નહીં પરંતુ સારું સ્વાસ્થ્ય જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગુજરાતના નંબર વન પ્રથમ મદલાણીએ સ્પર્ધામાં નોંધાવી દાવેદારી, વડોદરાવાસીઓને મેચ નિહાળવાની અપીલ

મૂળ પોરબંદર રહેવાસી અને હાલ સુરતમાં પ્રેક્ટિસ કરતા ગુજરાતના નંબર વન પ્રથમ મદલાણીએ આગામી સ્પર્ધામાં પોતાની દાવેદારી નોંધાવી છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ અપાવનાર પ્રથમ મદલાણીએ પોતાની સફળતા પાછળ પરિવાર, મિત્રો, સંસ્થાઓ અને કોચના મહત્વપૂર્ણ યોગદાનને શ્રેય આપ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, સિનિયર ખેલાડીઓ પાસેથી મળેલ માર્ગદર્શન અને અનુભવથી પોતાની રમત વધુ મજબૂત બની છે. આ સ્પર્ધામાં મેચ અગાઉ પ્રેક્ટિસ માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ હોવાથી ખેલાડીઓને તૈયારી માટે પૂરતો સમય મળે છે. રમવા માટેનું વાતાવરણ પણ અનુકૂળ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

 સફળતા માટે ખેલાડીઓએ સતત અને વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી જોઈએ તેમજ આવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટોમાં ફરજિયાત ભાગ લેવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. વડોદરાના આંગણે દેશ-વિદેશના ટોચના ખેલાડીઓ રમી રહ્યા હોવાથી દર્શકોએ આ સુવર્ણ તક ગુમાવવી નહીં જોઈએ એવી અપીલ પણ પ્રથમ મદલાણીએ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દર્શકોના ઉત્સાહ અને પ્રોત્સાહનથી ખેલાડીઓને રમતમાં વધારાનો જુસ્સો મળે છે, જે સફળતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બેફામ આઈસર ચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લીધા, એકનું મોત | Vadodara: One D…

વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બેફામ આઈસર ચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લીધા, એકનું મોત | Vadodara: One D...

બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર …

બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર ...

વડોદરામાં વન-ડેની ટિકિટોના વેચાણમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ, અધિકૃત ભાવ કરતાં 50 ટકા વધુ ભાવે વેચાણ…..

વડોદરામાં વન-ડેની ટિકિટોના વેચાણમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ, અધિકૃત ભાવ કરતાં 50 ટકા વધુ ભાવે વેચાણ.....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશમાં શિક્ષણના ખર્ચમાં ઘટાડો આઉટવર્ડ રેમિટેન્સમાં 17 ટકા બચત | Reduction in the cost of education…

વિદેશમાં શિક્ષણના ખર્ચમાં ઘટાડો આઉટવર્ડ રેમિટેન્સમાં 17 ટકા બચત | Reduction in the cost of education…

10 months ago
10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે | schools less then 10 percent res…

10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં દર મહિને રિવ્યૂ બેઠક યોજાશે | schools less then 10 percent res…

1 year ago
વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ | No more than 200 liters of diesel p…

વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ | No more than 200 liters of diesel p…

2 months ago
ગાંજા 475 ગ્રામ જથ્થા સાથે 5 શખ્સો ઝડપાયા, 6 સામે ગુનો નોંધાયો | 5 people arrested with 475 grams of…

ગાંજા 475 ગ્રામ જથ્થા સાથે 5 શખ્સો ઝડપાયા, 6 સામે ગુનો નોંધાયો | 5 people arrested with 475 grams of…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News