gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક : ગુજરાતમાં 21357 માતાએ પોતાના દૂધનું દાન કરતાં 19731 બાળકોને નવજીવન | guj…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક : ગુજરાતમાં 21357 માતાએ પોતાના દૂધનું દાન કરતાં 19731 બાળકોને નવજીવન | guj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

World Breastfeeding Week: બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધું ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને બીજી માતા પરોક્ષ માતા તરીકે અમૃતરૂપી દૂધ આપી શકે તેના માટે ‘હ્યુમન મિલ્ક બેન્ક આશીર્વાદ સમાન હોય છે. ગુજરાતમાં કાર્યરત્‌ ‘મધર મિલ્ક બેન્કમાં અત્યાર સુધીમાં 21,357 માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે, જેનો અંદાજે 19,731 બાળકોને લાભ અપાયો છે. 

માતાએ પોતાના દૂધનું દાન કરતાં 19731 બાળકોને નવજીવન 

ગુજરાતમાં દર વર્ષે અંદાજે 13 લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી અમુક બાળકો પ્રિટર્મ હોય છે અને ઓછા વજનવાળા હોય છે. આ તમામ બાળકો જ્ઞાનાત્મક વિકાસની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીતે તેમની તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ માતાનું દૂધ સીધું ગ્રહણ કરી શકતા નથી. આવા બાળકો માટે આ અન્ય માતાઓ દ્વારા આપવામાં આવેલું દૂધ અમૃત સમાન બને છે. 

રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક કાર્યરત

ગુજરાતના નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ઘટે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક કાર્યરત છે. આ બેન્ક અનેક નવજાત બાળકોના પોષણનું માઘ્યમ બની રહી છે. સામાન્ય રીતે મધર મિલ્ક બેન્ક તરીકે ઓળખાતી આ માતૃબેન્કમાં અનેક માતાઓ પોતાના મહામૂલા ધાવણનું દાન કરી નવજાત બાળકો માટે સાચા અર્થમાં યશોદા બની રહી છે. 

રાજ્યમાં વર્ષ 2024-25માં હ્યુમન મિલ્ક બેન્કમાં 5537 માતાઓએ 5036 લીટર દૂધ ડોનેટ કર્યું છે. આ વર્ષે હ્યુમન મિલ્ક બેન્ક દ્વારા 2092 લીટર દૂધ આપીને 7829 બાળકોને નવજીવન મળ્યું છે.

મધર મિલ્ક બેન્ક કાઈ રીતે કામ કરે છે?

– માતાઓના તમામ તબીબી રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમનું દૂધ લેવામાં આવે છે

– સગર્ભા  મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડિંગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્ત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડના રીપોર્ટ કરવામાં આવે છે. 

– એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દૂધ લેવામાં આવે છે.

– માતાનું દૂધ લેવા માટે ઈલેક્ટ્રીક બ્રેસ્ટ પંપનો ઉપયોગ થાય છે. જેનાથી યોગ્ય માત્રામાં અને જરૂર પૂરતું જ માતાનું દૂધ લઇ શકાય અને તેનાથી માતાને કોઈ શારીરિક નુકસાન કે દુખાવો થતો નથી. 

– આ ડોનેટ કરેલા દૂધને પેશ્ચ્યુરાઇઝ્‌ડ કરી તેનું રેપીડ કૂલિંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટમાં રીપોર્ટ માટે મોકલાય છે. 

– દૂધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં માઇનસ 18થી માઇનસ 20ડિગ્રી તાપમાને સ્ટોર કરાય છે. 

– સામાન્ય રીતે 125 એમએલની એક બોટલમાં ત્રણ માતાઓના દૂધને મિશ્ર કરાય છે. આ સંગ્રહિત અમૃત 6 માસ ચાલે છે. 

– આ બેન્કમાં અધૂરા માસે જન્મેલા બાળકો જેમનું વજન 1 કિલો 800 ગ્રામથી ઓછું હોય, બાળક કોઈ બીમારીના કારણે આઇસીયુમાં હોય અને તેમની માતા હોસ્પિટલ પહોંચી શક્યા ના હોય તેવા બાળકોને આ દૂધ આપવા માટે પ્રાધાન્ય અપાય છે. 

– દૂધના દાનથી ધાત્રી માતાના શરીરને કોઈ નુકસાન નથી. દૂધનું દાન રક્તદાન જેટલું જ અમૂલ્ય.  

અમદાવાદની સિવિલમાં મધર મિલ્ક બેન્કનો પ્રોજેક્ટ વર્ષોથી ટલ્લે 

મધર મિલ્ક બેન્ક રાજ્યની 4 મેડિકલ કોલેજ હોસ્પિટલ સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે કાર્યરત છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે 7 હજારથી વઘુ બાળકો જન્મે છે. આમ છતાં મધર મિલ્ક બેન્કનો પ્રોજેક્ટ વર્ષોથી ટલ્લે છે. 

હાલ અમદાવાદમાં માત્ર ખાનગી હ્યુમન મિલ્ક બેન્ક જ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મધર મિલ્ક બેન્ક શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા અસારવા સિવિલ હોસ્પિટલને રૂપિયા 30 લાખની ગ્રાન્ટ અપાઇ હતી. પરંતુ નિર્ધારીત સમયમાં તેનો ઉપયોગ નહીં કરાતાં ગ્રાન્ટ પરત લઇ લેવામાં આવી હતી. 

મધર મિલ્ક બેન્ક ચલાવવી ખૂબ જ મુશ્કેલ 

જાણકારોના મતે મધર મિલ્ક બેન્ક ચલાવવી ખૂબ જ મુશ્કેલ છે. તેમાં સ્ટાફ-મિલ્ક બેન્ક ડોનર્સને લાવી શકે તેવા નિષ્ણાતની જરૂર હોય છે. આ ઉપરાંત ડોનેશનમાં મળેલા દૂધનો માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં સંગ્રહ કરવો પડે છે. મધર મિલ્ક બેન્ક માટે અંદાજે રૂપિયા 75 લાખની રકમની જરૂર હોય છે. સિવિલ હોસ્પિટલના દાવા અનુસાર આગામી ટૂંક સમયમાં હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવે તે દિશામાં ચક્રો ગતિમાન થઇ ગયા છે. 

આ પણ વાંચો: આ કેવું વાઈબ્રન્ટ ગુજરાત? 1 કરોડ ગરીબો મનરેગા હેઠળ મજૂરી કરવા મજબૂર!

નવજાત બાળકો માટે સ્તનપાન શા માટે જરૂરી….

સ્તનપાન સપ્તાહ ઉજવણીનો આશય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, છ માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને 6 માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો છે જેથી બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઇ શકે અને બાળકનું જીવન બચાવવાની સાથે અમૂલ્ય એવું સ્વસ્થ જીવન ભેટ કરી શકાય. 

ગાંધીનગર સિવિલમાં 646 માતાઓએ દૂધનું દાન કર્યું 

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2021થી આવી જ એક હ્યુમન મિલ્ક બેન્ક કાર્યરત છે. આ બેન્કમાં અત્યાર સુધી કુલ 646 માતાઓએ પોતાના અમૃતરૂપ દૂધનું દાન કર્યું છે. આ દૂધથી 694 બાળકોને નવજીવન મળ્યું છે. આ બેન્કમાં અત્યાર સુધી 183.18 લીટર દૂધ એકત્ર કરાયું છે. ગુજરાતની એસ.એસ.જી હોસ્પિટલ વડોદરાને ઉચ્ચ ગુણવત્તા યુક્ત માપદંડોનું પ્રમાણપત્ર અનાયત કરવામાં આવ્યું છે. આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવનાર આ હોસ્પિટલ ભારતની પ્રથમ હોસ્પિટલ છે.

વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક : ગુજરાતમાં 21357 માતાએ પોતાના દૂધનું દાન કરતાં 19731 બાળકોને નવજીવન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …
GUJARAT

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

February 13, 2026
અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …
GUJARAT

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …

February 13, 2026
ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…
GUJARAT

ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…

February 13, 2026
Next Post
આ કેવું વાઈબ્રન્ટ ગુજરાત? 1 કરોડ ગરીબો મનરેગા હેઠળ મજૂરી કરવા મજબૂર! | is it Vibrant Gujarat 1 Crore…

આ કેવું વાઈબ્રન્ટ ગુજરાત? 1 કરોડ ગરીબો મનરેગા હેઠળ મજૂરી કરવા મજબૂર! | is it Vibrant Gujarat 1 Crore...

સમૃદ્ધ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે 56,000નું દેવું, ડબલ આવકના સરકારી વાયદા ખોટા ઠર્યા | gujarat f…

સમૃદ્ધ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે 56,000નું દેવું, ડબલ આવકના સરકારી વાયદા ખોટા ઠર્યા | gujarat f...

GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો | GETCO Hires Wi…

GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો | GETCO Hires Wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્વ વકરવાના એંધાણ : અમેરિકાની હવે ઈરાન પર પ્રહારની તૈયારી : સેન્સેક્સ 83 પોઈન્ટ ઘટીને 81362 | Fear…

યુદ્વ વકરવાના એંધાણ : અમેરિકાની હવે ઈરાન પર પ્રહારની તૈયારી : સેન્સેક્સ 83 પોઈન્ટ ઘટીને 81362 | Fear…

8 months ago
અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત, 11 મહિના માટે બંધ કરવાની જાહેરાત | ahmedaba…

અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત, 11 મહિના માટે બંધ કરવાની જાહેરાત | ahmedaba…

5 days ago
જામનગર રાજકોટ રોડ પર ધ્રોલ પાસે આવેલી આજી નદીમાં પીકઅપ વાહન ખાબકયું: ડ્રાઈવરનો બચાવ | Pickup vehicle…

જામનગર રાજકોટ રોડ પર ધ્રોલ પાસે આવેલી આજી નદીમાં પીકઅપ વાહન ખાબકયું: ડ્રાઈવરનો બચાવ | Pickup vehicle…

10 months ago
નડિયાદના વિધર્મી ખેતર માલિકનો યુવતી પર બળાત્કાર | A heretic farm owner in Nadiad raped a young woman

નડિયાદના વિધર્મી ખેતર માલિકનો યુવતી પર બળાત્કાર | A heretic farm owner in Nadiad raped a young woman

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News