![]()
અમદાવાદ,ગુરુવાર,9 ઓકટોબર,2025
અમદાવાદમા ૫ ડીસેમ્બરથી ૧૬ જાન્યુઆરી સુધી ૪૧ દિવસ માટે
શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. વર્લ્ડ હેરીટેજના
થીમ ઉપર શોપિંગ ફેસ્ટિવલ યોજવાની ગુલબાંગ છતાં શહેરના લોકો માટે શોપિંગ હબ એવા
રતનપોળ માર્કેટનો જ કોર્પોરેશને શોપિંગ હબ તરીકે નકકી કરાયેલ યાદીમા સમાવેશ કર્યો
નથી. કયા કારણથી રતનપોળની બાદબાકી કરાઈ એ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જવાબ આપવાનુ ટાળી કહયુ, સમાવેશ કરીશુ.ગત
વર્ષે પણ શોપિંગ ફેસ્ટિવલમા રતનપોળનો સમાવેશ કરાયો નહોતો.
વર્ષ-૨૦૨૪-૨૫માં મ્યુનિસિપલ કોર્પોરેશને શોપિંગ ફેસ્ટિવલ
યોજવા રુપિયા ૧૨ કરોડનો ખર્ચ કર્યો હોવાનુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત
પરીખે મિડીયા સાથેની વાતચીતમા કહયુ હતુ. આ ફેસ્ટિવલમાં એેન.આર.આઈ. અને એન.આર.જી.
આવતા હોવાથી આ વર્ષે ફેસ્ટિવલમાં માણેકચોકને ફુડ હબ તરીકે સમાવવામા આવ્યુ
છે.શહેરમા વસતા ધનિક, ગરીબ કે
મધ્યમ વર્ગના પરિવારો હાલમા પણ વાર-તહેવાર ,લગ્ન કે
પછી અન્ય પ્રસંગે જયાં ખરીદી કરવા જવાનુ પહેલુ પસંદ કરે છે તેવા રતનપોળ માર્કેટની
પસંદગી કયા કારણથી સત્તાવાર યાદીમા જાહેર કરાઈ નથી તેનો તેઓ જવાબ આપી શકયા નહોતા.










