વડોદરા,વાઘોડિયા રોડ પર ચાલતા જુગારધામ પર પાણીગેટ પોલીસે દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત ૧૩ આરોપીને ઝડપી પાડી રોકડા ૨.૮૯ લાખ, ૧૨ મોબાઇલ ફોન સહિત૫.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ સુખધામ હવેલી પાસે નિલકંઠ સોસાયટીમાં રહેતો રૃપેન શાહ પોતાના ઘરમાં જુગારધામ ચલાવે છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરી હતી. પોલીસે કુલ ૧૩ જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમાં (૧) રૃપેનકુમાર જીતેન્દ્રભાઇ શાહ (રહે. નિલકંઠ સોસાયટી) (૨) વિરલ હરિશભાઇ શાહ (રહે. સુખધામ એન્કલેવ, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) (૩) નૈતિક મુકેશકુમાર ઠક્કર (રહે. ઇન્દ્ર કોમ્પલેક્સ, બોડેલી, જિ. છોટાઉદેપુર) (૪) મોન્ટુકુમાર સુરેશચંદ્ર તલાટી (રહે. ઓમ રેસિડેન્સી, વાઘોડિયા રોડ) (૫) મિથિલેશ રવિન્દ્રભાઇ વ્યાસ (રહે. ગજાનંદ પાર્ક, બોેડેલી) (૬) સમીરકુમાર મનહરભાઇ પટેલ (રહે. જનકલ્યાણ સોસાયટી, બોડેલી) (૭) માનવ વિજયકુમાર પરીખ (રહે. નંદ રેસિડેન્સી, વાઘોડિયા રોડ) (૮) સુનિલ સુંદરલાલ શાહ (રહે.ચિત્રકૂટ સોસાયટી, વાઘોડિયા રોડ) (૯) મહીરાજસિંહ નરપતસિંહ પરમાર (રહે. દર્શનમ આગમન ફ્લેટ, સોમા તળાવ ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ, મૂળ રહે. બોડેલી) (૧૦) પ્રશાંત જગદીશચંદ્ર ઠક્કર (રહે. માધવ નગર સોસાયટી, બોડેલી) (૧૧) ક્રિનલકુમાર કેતનભાઇ શાહ (રહે. જનકલ્યાણ સોસાયટી, બોડેલી) (૧૨) ચિંતન ગોપાલભાઇ શાહ (રહે. સુખનગર સોસાયટી, બોડેલી ) અને (૧૩) ધવલકુમાર અશોકભાઇ ઠક્કર (રહે. યોગેશ્વર સોસાયટી, બોડેલી) નો સમાવેશ થાય છે. આરોપી વિરલ અને ક્રિનલકુમાર સામે અગાઉ પણ જુગારના કેસ થયા છે.










