![]()
Actor Vijay Devarakonda Car Accident : સાઉથના જાણીતા અભિનેતા વિજય દેવરકોંડાની કારનો અકસ્માત થયો છો. જોકે રાહતની વાત એ છે કે, અભિનેતા સંપૂર્ણ સુરક્ષિત છે. અભિનેતાના ડ્રાઈવરે તુરંત પોલીસને જાણ કરતા સ્થાનીક પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમની કારમાં અન્ય બે લોકો પણ સવાર હતા.
બોલેરોએ કારને ટક્કર મારતા અકસ્માત થયો
અકસ્માત અંગે પોલીસે કહ્યું કે, અભિનેતા દેવરકોંડા આજે બપોરે લગભગ 3.00 કલાકે પુટ્ટપર્થીથી હૈદરાબાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન જોગુલાંબા જિલ્લાના નેશનલ હાઈવે-44 પર તેમની કારને પાછળથી એક બોલેરો ગાડીએ ટક્કર મારી હતી.
આ પણ વાંચો : મુનિર અને ટ્રમ્પની ‘સિક્રેટ ડીલ’ મુદ્દે પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો, ખનીજોના સેમ્પલ અમેરિકા મોકલાયા!
અભિનેતાની કારને નુકસાન
રિપોર્ટ મુજબ, અભિનેતાની કારને નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે, તેમનો સંપૂર્ણ સુરક્ષિત છે. તેમની કારની ડાબી બાજુ નુકસાન થયું છે. કારમાં વિજય દેવરકોન્ડા સહિત અન્ય બે વ્યક્તિઓ સવાર હતા. વિજય દેવરકોન્ડા તાત્કાલિક બીજી ગાડીમાં બેસીને રવાના થઈ ગયા હતા, જ્યારે તેમની ટીમે પોલીસમાં ફરિયાદ કરી દીધી છે. પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
વિજયની ત્રણ દિવસ પહેલા સગાઈ થઈ
મીડિયા અહેવાલો મુજબ, અભિનેતા વિજય અને રશ્મિકા મંદાનાની ત્રણ દિવસ પહેલા એટલે કે ત્રણ ઓક્ટોબરો સગાઈ થઈ છે. જોકે આ અંગે બંને કલાકારો તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો : માત્ર એક એપમાં કરી શકશો તમામ કામ… ચૂંટણી પંચની મોટી જાહેરાત, જાણો શું છે ECINet?










