gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિદ્યાર્થીઓમાં વધી રહેલું આત્મહત્યાનું પ્રમાણ તંત્રની નિષ્ફળતા : સુપ્રીમ | Rising suicide rate among…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in INDIA
0 0
0
વિદ્યાર્થીઓમાં વધી રહેલું આત્મહત્યાનું પ્રમાણ તંત્રની નિષ્ફળતા : સુપ્રીમ | Rising suicide rate among…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ ઘટાડવા પર વધુ ભાર મુકાશે

– 100થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓમાં સાઇકોલોજિસ્ટ, કાઉન્સેલર રાખવા પડશે

નવી દિલ્હી : સ્કૂલ, કોલેજો અને કોચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, આત્મહત્યાનું પ્રમાણ વધવા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશ માટે ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન વિદ્યાર્થીઓની આ પ્રકારની સમસ્યાઓના ઉકેલ લાવવા માટે જાહેર કરાઇ છે. રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ વધવાની સુપ્રીમે નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધી રહેલુ પ્રમાણ તંત્રની નિષ્ફળતાની નિશાની છે. તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરી હોત અને આ મુદ્દે ધ્યાન કેન્દ્રીત કર્યું હોત તો આ વિદ્યાર્થીઓને બચાવી શકાયા હોત.  

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મેહતાની બેંચે કહ્યું હતું કે વિદ્યાર્થીઓમાં વધી રહેલી આત્મહત્યા ખરેખર એક ગંભીર મામલો છે, જેને પગલે બંધારણીય દખલ દેવી જરૂરી છે. વિશાખાપટ્ટનમમાં એક હોસ્પિટલની છત પરથી પડવાથી વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું જે નીટની તૈયારી કરી રહી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન જ સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ૧૫ જેટલી ગાઇડ લાઇન જાહેર કરી છે. સાથે જ વિદ્યાર્થિનીના મૃત્યુની તપાસ સીબીઆઇને સોંપવા આદેશ કર્યો હતો.  

સુપ્રીમે પોતાના આદેશમાં કહ્યું છે કે દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સમાન પોલિસી લાગુ કરવાની રહેશે. કેન્દ્ર સરકારના ઉમ્મીદ કાર્યક્રમને યોગ્ય રીતે અમલ કરવા કહ્યું છે, યુએમએમઇઇડી એટલે કે ઉમ્મીદનો અર્થ થાય છે અન્ડરસ્ટેન્ડ, મોટિવેટ, મેનેજ, એમ્પથાઇઝ, એમ્પાવર એન્ડ ડેવલપ. વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ ઘટાડવો અને તેમને આત્મહત્યા કરતા અટકાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવા સુપ્રીમ કોર્ટે રાજ્યોને આદેશ આપ્યો છે. સુપ્રીમે આદેશ આપ્યો છે કે ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થી ધરાવતી દરેક શૈક્ષણિક સંસ્થાએ એક માન્ય કાઉન્સેલર, સાઇકોલોજિસ્ટ કે સોશિયલ વર્કરની ભરતી કરવાની રહેશે. ઓછા વિદ્યાર્થી હોય તો બહારથી સેવા લેવામાં આવે. અત્યંત ઉંચી ઇમારતોમાં રૂફટોપ, બાલ્કની પર જતા અટકાવવા, ટેમ્પર પ્રૂફ સીલિંગ ફેન લગાવવા. કોચિંગ સેન્ટરોમાં ફરિયાદ નિવારણ કેન્દ્ર તૈયાર કરવાનું રહેશે.  આ તમામ નિયમો બે મહિનાની અંદર લાગુ કરવા સુપ્રીમે કહ્યું છે.    

2022માં 13044 વિદ્યાર્થીની આત્મહત્યા : સુપ્રીમમાં આંકડા રજુ કરાયા 

સુપ્રીમ કોર્ટમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કુલ આંકડા પણ રજુ થયા હતા, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ વર્ષ ૨૦૨૨માં આત્મહત્યાની ૧,૭૦,૯૨૪ ઘટના સામે આવી હતી. જેમાંથી ૭.૬ ટકા એટલે કે ૧૩૦૪૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે કે જેમણે માનસિક તણાવને કારણે જીવન ટુંકાવી લીધું. સુપ્રીમની બેંચે નોંધ્યું હતું કે જે પણ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તેમાંથી  ૨૨૪૮એ પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે જીવન ટુંકાવ્યું. છેલ્લા બે દસકામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ ૨૦૦૧માં આંકડો ૫૪૨૫ હતો જે ૨૦૨૨માં વધીને ૧૩૦૪૪એ પહોંચી ગયો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…
INDIA

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…

May 18, 2026
અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…
INDIA

અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…

May 18, 2026
પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…
INDIA

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

May 18, 2026
Next Post
ખાનગી હોસ્પિટલો દર્દીઓને રૂપિયા ખંખેરવાનું એટીએમ સમજે છે : હાઇકોર્ટ | Private hospitals consider ATM…

ખાનગી હોસ્પિટલો દર્દીઓને રૂપિયા ખંખેરવાનું એટીએમ સમજે છે : હાઇકોર્ટ | Private hospitals consider ATM...

બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ | First phase of voter list rev…

બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ | First phase of voter list rev...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર, જોડીયા અને લાલપૂરમાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો…

જામનગર શહેર, જોડીયા અને લાલપૂરમાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો…

8 months ago
ધ્રાંગાધ્રાના ઇસદ્રા ગામની સીમમાં જુગારના 2 દરોડામાં 14 શકુની ઝડપાયા

ધ્રાંગાધ્રાના ઇસદ્રા ગામની સીમમાં જુગારના 2 દરોડામાં 14 શકુની ઝડપાયા

10 months ago
બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a doubl…

બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a doubl…

6 months ago
નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે ૪ સે.મી.નો વધારો | Narmada Dam level increases by 4 cm every hour

નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે ૪ સે.મી.નો વધારો | Narmada Dam level increases by 4 cm every hour

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News