![]()
અમદાવાદ : વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ટોચના ત્રણ દેશોમાં આવી ગયું છે. ભારતની ક્વિક કોમર્સ ક્ષેત્રે છલાંગ જોતાં એમ કહી શકાય કે ૨૦૩૦ સુધીમાં તેનું માર્કેટ બમણું થઇ જશે. માત્ર દશ મિનિટમાં ડિલીવરીના કોન્સેપ્ટેને ખરીદી કરનારાઓે પણ આવકાર્યો છે. રેવન્યૂની દ્રષ્ટીએ જોઇએ તો વિશ્વમાં ભારત ત્રીજા નંબરનું માર્કેટ બની ચૂક્યું છે.
ચીન અને અમેરિકાના માર્કેટ કરતાં ભારત ધણું પાછળ છે પરંતુ જાપાન, સાઉથ કોરિયા અને યુકેના માર્કેટને પાછળ છોડી દીધા છે.
જે ટોચના ત્રણ માર્કેટ છે તેમાં ભારત સાથી વધુ ઝડપે વિકસતું માર્કેટ છે. ૨૦૩૦માં બિઝનેસની સંભવિતતા પર નજર કરીયેતો ક્વિક કોમર્સ ક્ષેત્રે ૨૦૨૫ અને ૨૦૩૦ વચ્ચે ભારતનો ગ્રોથ ૧૫.૫ ટકા રહેશે જ્યારે આજ સમયગાળામાં ચીનને ગ્રોથ ૭.૯ અને અમેરિકાનો ગ્રોથ ૬.૭૨ રહેવાની ધારણા છે.
આ ક્ષેત્રે છેલ્લા દાયકામાં ભંડોળ મેળવવામાં પણ ભારત સક્રીય છે. છેલ્લા દાયકામાં ભારતને ૬.૮ અબજ ડોલર મળ્યા છે જે અમેેરિકા કરતાં થોડા ઓછા છે. અમેરિકાને ૭.૯ અબજ ડોલર જ્યારે યુકેને ૪.૪ અને તૂર્કીને ૨.૫ અબજ ડોલર મળ્યા છે. વૈશ્વિક સ્તરે ક્વિક કોમર્સ ક્ષેત્રની રેવન્યૂ ૧૯૮.૦૬ અબજ ડોલર આંકવામાં આવી છે જેમાં ભારતનો ફાળો ૨.૭૧ ટકા જેટલો છે. ભારતની રેવન્યૂ ૫.૩૮ અબજ ડોલર છે જે ૨૦૩૦ સુધીમાં ૧૧.૦૮ અબજ ડોલર પર પહોંચવાની ગણત્રી છે.
ક્વિક કોમર્સનો ઉપયોગ કરનારાની સંખ્યા ૬૫ મિલીયન જેટલી છે જે વિશ્વમાં ક્વિક કોમર્સનો વપરાશ કરનારાના સાત ટકા જેટલી છે.
ક્વિક કોમર્સ ક્ષેત્રે અમેરિકા અને ચીન તેનું વર્ચસ જાળવી રાખશે તેમકે ૨૦૨૫માં ચીનની રેવન્યૂ ૯૨.૬ અબજ ડોલરની છે જ્યારે બીજી ક્રમે આવતા અમેરિકાની રેવન્યૂ ૬૨ અબજ ડોલર છે. આ બંને દેશો એટલેકે ચીન અને અમેરિકાની કુલ રેવન્યૂ ૭૮ ટકા છે.
અન્ય જે આધુનિક અર્થતંત્ર સાથે સંકળાયેલા દેશો છે તે કિલ્ક કોમર્સના વપરાશની રેસમાં પાછળ રહી ગયા છે જેમાં જાપાન, સાઉથ કોરિયા, ઇન્ડોનેશિયા વગેરેનો સમાવેશ થાય છે.
ભારતમાં ક્વિક કોમર્સ સાથે સંકળાયોલી કંપનીઓમાં બ્લિનકીટ, ઝેપ્ટો, ઇન્સટામાર્ટ, ફ્લિપકાર્ટ માર્કેટ, બિગ બાસ્કેટનો સમાવેશ થાય છે. આકંપનીઓ દેશના ૭૦થી ૧૦૦ જેટલા શહેરોમાં માલ સપ્લાય કરે છે. ભારતમાં ક્વિક કોમર્સ સાથે સંકળાયેલા ૨૦ મિલીયન જેટલા એક્ટીવ દુકાનદારો છે જે ભેગા થઇને ૪,૬૦૦ જેેટલા ટાર્ક સ્ટોર્સને સામાન પુરો પાડે છે.










