gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in INDIA
0 0
0
વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Rajya Sabha speech : રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. તેમનું સંબોધન શરુ થતાં જ વિપક્ષના સાંસદોએ ‘વિપક્ષ નેતાને બોલવા દો…’ના નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે PM મોદી આજે જ લોકસભામાં પણ ભાષણ આપવાના હતા પરંતુ વિપક્ષ દ્વારા ‘અપ્રિય ઘટના’ની આશંકાના કારણે તેઓ બોલી શક્યા નહોતા.  

ખડગે પર PM મોદીનો કટાક્ષ

PM મોદીએ ભાષણ શરુ થતાં જ કોંગ્રેસ નેતા ખડગે પર કટાક્ષ કરતાં કહ્યું કે, આદરણીય સભાપતિ ખડગેજીની ઉંમરને જોતાં તેમને બેઠા બેઠા નારા લગાવવાની છૂટ આપો….’

વડાપ્રધાન મોદીનું ભાષણ લાઇવ:

ભારતનો ગ્રોથ રેટ ઊંચો અને મોંઘવારી ઓછી છે; PM મોદી

PM મોદીએ કહ્યું કે, ભારત પ્રત્યે વિશ્વનું આકર્ષણ વધી રહ્યું છે અને ભારતના ટેલેન્ટનું મહત્ત્વ વિશ્વ સમજી રહ્યું છે. વિશ્વમાં અનેક પડકારો વચ્ચે ભારત આશાનું કિરણ બન્યું છે. મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો ગ્રોથ રેટ ઊંચો અને મોંઘવારી ઓછી છે. આ આપણી અર્થવ્યવસ્થાની મજબૂતાઈને દર્શાવે છે. દેશ સ્વતંત્ર થયો ત્યારે આપણે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતા, પણ આ લોકોએ (વિપક્ષ) દેશને 11મા ક્રમે પહોંચાડી દીધો. આજે અમે ત્રીજા સ્થાને જવાની દિશામાં આગળ વધી રહ્યા છે. 

હવે નવા વર્લ્ડઑર્ડર તરફ આગળ વધી રહ્યું છે વિશ્વ, પલડું ભારત તરફ: PM મોદી

PM મોદીએ કહ્યું કે, વિજ્ઞાન, સ્પેસ, સ્પોર્ટ્સ સહિતના દરેક સેક્ટરમાં ભારતમાં એક અનોખો આત્મવિશ્વાસ છે. કોવિડ મહામારી બાદ જે સ્થિતિ પેદા થઈ તેના કારણે આજે દુનિયા ડામાડોળ છે. એવામાં વિશ્વ હવે નવા વર્લ્ડઑર્ડર તરફ આગળ વધી રહ્યું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ એક નવું વર્લ્ડઑર્ડર બન્યું હતું, તે પછી હવે ફરી નવું વર્લ્ડઑર્ડર રચાઈ રહ્યું છે. સૌથી મોટી ખુશીની વાત છે કે તમામ ઘટનાઓમાં પલડું ભારત તરફ નમેલું છે. ભારત ‘વિશ્વબંધુ’ રૂપે અનેક દેશોનો પાર્ટનર બન્યો છે. વિશ્વ કલ્યાણ માટે આપણે ઉચિત ભૂમિકા ભજવી રહ્યા છે અને સહાય પણ કરી રહ્યા છીએ. 

મેં વાયબ્રન્ટ ગુજરાત સમિટ કરી ત્યારે જાપાન પાર્ટનર હતું: PM મોદી

આજે આખું વિશ્વ ગ્લોબલ સાઉથની ચર્ચા કરે છે પણ ભારત જ તેનું સૂત્રધાર રહ્યું છે. પાછલા થોડા દિવસોમાં દુનિયાના 9 દેશો સાથે ફ્રી ટ્રેડ ડીલ થઈ જેમાં મધર ઑફ ડીલ્સ થઈ. જેમાં 27 દેશો સાથે એકસાથે ડીલ થઈ. વિપક્ષે દેશના હાલ એવા કરી નાંખ્યા હતા કે કોઈ પણ દેશ ભારત સાથે ડીલ કરવા આગળ નહોતો આવતો. હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટ કરતો હતો. ત્યારે એક ગુજરાત રાજ્યમાં પાર્ટનર દેશ જાપાન હતો. મેં તે સમયે જે સામર્થ્ય બતાવ્યું તે આજે ભારતમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસે આ દેશ એવો બરબાદ કરી નાંખ્યો હતો અમારી શક્તિ તેમની ભૂલો સુધારવામાં જઈ રહી છે. દુનિયાના દેશો સામે ભારતની છબી સુધારવી પડે છે. મારા પર વિશ્વાસ ન હોય તો લાલ કિલ્લાથી કોંગ્રેસના તમામ વડાપ્રધાનના ભાષણ વાંચી લો. તેમની પાસે કોઈ વિઝન હતું જ નહીં. 

ટ્રેડ ડીલ પર PM મોદીનું મોટું નિવેદન

આજે મોટા મોટા દેશ ભારત સાથે સંબંધ બનાવવા માટે આતુર છે. સમગ્ર વિશ્વ ખૂલીને ભારતની ટ્રેડ ડીલના વખાણ કરી રહ્યું છે. યુરોપ અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ બાદ ભારતના યુવાનોને સૌથી મોટો લાભ થશે. તેમના માટે આખા વિશ્વનું બજાર ખૂલી ગયું છે. દુનિયામાં ભારતના યુવા પ્રોફેશનલ્સની માંગ વધી રહી છે. 

TMC પર PM મોદીનો પ્રહાર

PM મોદીએ TMC પર પ્રહાર કરતાં કહ્યું કે, દુનિયાના સમૃદ્ધ દેશો ગેરકાયદે લોકોને કાઢી રહ્યા છે. પણ આપણે ત્યાં ઘૂસણખોરોને બચાવવા માટે અદાલતો પર દબાણ કરાય છે. આ ઘૂસણખોરો મારા દેશના જવાનોની રોજી રોટી છીનવી રહ્યા છે અને આદિવાસીઓની જમીન છીનવી રહ્યા છે. અને આ લોકો અહીં આવીને અમને ઉપદેશ આપે છે! 

PM મોદીના ભાષણના અન્ય મુખ્ય મુદ્દા 

– અમે મુદ્રા યોજનાના માધ્યમથી 30 લાખ કરોડ રૂપિયા આપ્યા. બેન્કોમાં NPA ઘટાડીને 1 ટકાથી નીચે લાવ્યા. કોંગ્રેસના સમયમાં નેતાઓના ફોનથી કરોડોની લોન આપી દેવામાં આવતી હતી. 

– આજે LIC ઉત્તમ પરફોર્મન્સ કરી રહી છે, ભારતના અન્ય PSU રેકોર્ડબ્રેક નફો કરી રહ્યા છે 

– અમે નાના ખેડૂતોના ખાતામાં 4 લાખ કરોડ રૂપિયા આપ્યા 

– અમારા શાસનમાં બસ્તરનો વિકાસ થયો, તેમાં એક ગામમાં પહેલીવાર લોકોએ બસ જોઈ અને ઉત્સવ મનાવ્યો, આ સ્થિતિમાં દેશ છોડીને ગયા હતા આ લોકો 

– મારો જન્મ પણ નહોતો થયો તે પહેલા સરદાર પટેલે નર્મદા નદી પર ડેમ બનાવવાની કલ્પના કરી હતી, વડાપ્રધાન બન્યા બાદ મેં તેનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી હતો ત્યારે 3 દિવસ ઉપવાસ કરવા પડ્યા હતા. જે બાદ સરકાર ઝૂકી અને ડેમના નિર્માણને ગતિ મળી 

લોકસભામાં ભાષણ ન આપી શક્યા વડાપ્રધાન, 22 વર્ષ બાદ પરંપરા તૂટી

બજેટ સત્રમાં સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર થઈ ગયો છે. આવું 22 વર્ષ બાદ પહેલીવાર થયું છે જે જ્યાં વડાપ્રધાનના ભાષણ વિના જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર થયો હોય. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નિવેદન આપ્યું છે કે તેમણે જ PM મોદીને સંસદમાં ભાષણ ન આપવા સલાહ આપી હતી કારણ કે કોંગ્રેસના સાંસદો પહેલેથી જ તેમની ખુરશી ઘેરીને ઊભા હતા. ઓમ બિરલાએ કહ્યું કે, હું ખૂબ દુખી થઈને કહી રહ્યો છું કે ગઈકાલે મારી ચેમ્બરમાં કેટલાક સદસ્યો જે વ્યવહાર કર્યો તેવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. વિપક્ષના સદસ્યોએ ગઈકાલે જે કર્યું તે કલંક સમાન છે. PM મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના હતા. તે પહેલા મારી પાસે જાણકારી આવી કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાન સાથે અપ્રિય ઘટના કરી શકે છે. જે બાદ મેં PM મોદીને આગ્રહ કર્યો કે તમે સદનમાં ન આવશો. હું PM મોદીનો આભારી છું કે તેમણે મારી વાત સ્વીકારી. જો PM મોદી લોકસભામાં આવ્યા હોત તો પરિસરમાં અપ્રિય ઘટના થઈ હોત. 

મહિલા સાંસદોને આગળ કરી PM મોદી પર હુમલો કરવાનો પ્લાન હતો: રિપોર્ટ

ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર શારીરિક હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. લોકસભાના સ્પીકરને માહિતી મળી હતી કે કોંગ્રેસે મહિલા સાંસદોને ઢાલ બનાવી વડાપ્રધાન મોદી પર હુમલો કરવાનું કાવતરું રચી હતી. જે બાદ લોકસભા સ્પીકરે વડાપ્રધાન મોદીના ભાષણ વિના જ આભાર પ્રસ્તાવ પસાર કરવાનો નિર્ણય લીધો. ભાજપ સાંસદ મનોજ તિવારી અને કંગના રણૌતે પણ આવા જ આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસ સાંસદો વડાપ્રધાન મોદી પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…
INDIA

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

March 22, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

March 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Next Post
કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta...

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh...

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…

મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…

4 months ago
‘ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે…’, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીના પ્રહાર | jammu…

‘ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે…’, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીના પ્રહાર | jammu…

6 months ago
Fact Check : 2026 પહેલા બંધ થઈ જશે રૂ.500ની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા | Will Rs 500 notes be discon…

Fact Check : 2026 પહેલા બંધ થઈ જશે રૂ.500ની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા | Will Rs 500 notes be discon…

10 months ago
પોલો ગ્રાઉન્ડમાં પતરાની ફેન્સીંગની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર ૯ વ્યક્તિઓની અટકાયત | 9 people arreste…

પોલો ગ્રાઉન્ડમાં પતરાની ફેન્સીંગની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર ૯ વ્યક્તિઓની અટકાયત | 9 people arreste…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News