gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વ માતૃભાષા દિવસ: એક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ, સુરત અન્ય માટે પ્રેરણા સ્…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
વિશ્વ માતૃભાષા દિવસ: એક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ, સુરત અન્ય માટે પ્રેરણા સ્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આજે 21 ફેબ્રુઆરીનો દિવસ સુરત સહિત ભારત અને સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસ તરીકે  ઉજવવામાં આવી રહ્યો છે. દરેક પ્રાંત પોતાની માતૃભાષા માટે આ દિવસે ગર્વ લે છે પરંતુ સુરતે માત્ર આ દિવસે માતૃભાષા ગુજરાતી જ નહી પરંતુ બહુભાષી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે. તેનું કારણ એ છે કે, સુરત પાલિકા દ્વારા શાળા ચલાવવામા આવે છે તેમાં માત્ર ગુજરાતી નહીં પરંતુ અન્ય પાંચ ભાષા મળી કુલ છ ભાષામાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ વિના મુલ્યે અનેક સુવિધાઓ સાથે અંદાજે બે લાખ જેટલા વિદ્યાર્થીઓને પુરુ પાડે છે. 

વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોમાં સુરતનું પણ સ્થાન છે અને સુરતમાં ધંધા રોજગારીની વિપુલ તક છે તેથી અનેક પ્રાંતમાંથી લોકો આવીને સુરતને કર્મભૂમિ બનાવી છે. સુરતમાં ધંધા રોજગાર માટે આવતા લોકોના બાળકોને તેમની ભાષામાં જ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગુજરાતી સાથે સાથે હિન્દી, મરાઠી, ઉર્દુ, ઉડિયા ઉપરાંત વિદેશી ભાષા અને આજના યુગમાં વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય તેવી અંગ્રેજી ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપી રહી છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 362 શાળા છે જેમાં 199186 વિદ્યાર્થીઓ જુદી જુદી છ માતૃભાષામાં શિક્ષણ મેળવે છે. આ પહેલા સુરત પાલિકા તેલુગુ અને સીંધી ભાષામાં પણ શિક્ષણ આપતી હતી પરંતુ ક્રમશઃ વિદ્યાર્થીઓ ઘટવા સાથે શિક્ષકો પણ મળતા ન હોવાથી આ બે માધ્યમ બંધ કરવામાં આવ્યા છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છ માતૃભાષામાં વિદ્યાર્થીઓને વિના મુલ્યે શિક્ષણ તો આપે જ છે તેની સાથે સાથે પાઠ્ય પુસ્તક, યુનિફોર્મ, બુટ મોજા, સ્પોર્ટ્સ યુનિફોર્મ, સ્પોસ્ટર્સ બુટ સહિતની વિવિધ સુવિધા પણ વિના મુલ્યે આપે છે.  વિશ્વ માતૃભાષા દિવસના અવસરે સુરત પાલિકાની આ વ્યવસ્થા ભાષા વૈવિધ્ય, સાંસ્કૃતિક સમરસતા અને સર્વ સમાવેશી શિક્ષણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 362 શાળા છે જેમાં ગુજરાતી માધ્યમની 230 શાળા છે જેમાં 1.22 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે જેમાં ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રીયન ની સંખ્યા પણ નોંધપાત્ર છે જેના કારણે મરાઠી માધ્યમની 57 શાળા છે અને જેમાં 24698 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઉપરાંત ઉત્તર ભારતના પણ અનેક રાજ્યોમાંથી શ્રમજીવીઓ અહી વસવાટ કરે છે તેથી તેઓની સંખ્યા પણ વધુ છે જેના કારણે હિન્દી માધ્યમની 28 શાળા છે જેમાં 19837 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. 

શહેરમાં લઘુમતી સમાજની વસ્તી છે અને ઘણાં લઘુમતિ સમાજ પોતાના બાળકોને ઉર્દૂ માધ્યમમાં શિક્ષણ મળે તેવો આગ્રહ રાખતા હોય છે તેને ધ્યાને રાખીને ઉર્દુ માધ્યમની પણ 28 શાળા છે જેમાં 21788 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સુરતમાં ઉડીયા ભાષી લોકોની સંખ્યા પણ છે તેથી પાલિકાએ ઉડીયા ભાષા વધુ વસવાટ કરતા હો તે વિસ્તારમાં ઉડીયા માધ્યમની 8 શાળાઓ બનાવી છે જેમાં 4863 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમ સુરતમાં ગુજરાતી ભાષા સાથે અન્ય રાજ્યોની માતૃભાષાને જીવંત રાખવા સુરત પાલિકાએ પ્રયાસ કર્યો છે જેથી આવા પ્રકારની કામગીરી કરતી સુરત દેશની પહેલી મહાનગરપાલિકા છે. 

સુરત પાલિકા એઆઈ બેઝ શિક્ષણ પણ વિદ્યાર્થીઓને આપી રહી છે તેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈ સમસ્યા ન આવે તે માટે સમયની સાથે કદમ મિલાવી છેલ્લા કેટલાક વર્ષથી અંગ્રેજી માધ્યમમાં પણ પ્રાથમિક શાળા શરુ કરી છે અંગ્રેજી માધ્યમની  11 શાળા છે જેમાં 5913 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આમ સુરત પાલિકાએ પોતાની માતૃભાષા ગુજરાતી ઉપરાંત અન્ય રાજ્યોની માતૃભાષામાં બાળકોને શિક્ષણ મળે તેની જવાબદારી પણ ઉપાડી છે તેની સાથે સુરતની આ બહુભાષી ઓળખ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અસાધ્ય બીમારીથી ટેન્શનમાં આવેલા યુવકનો આપઘાત | Suicide of a young man who was under stress due to an…
GUJARAT

અસાધ્ય બીમારીથી ટેન્શનમાં આવેલા યુવકનો આપઘાત | Suicide of a young man who was under stress due to an…

May 27, 2026
VIDEO| છોટા ઉદેપુર: કોલીયાથોર ગામે ખેતીની આડમાં ગાંજાનું વાવેતર, 78 લાખના જથ્થા સાથે માલિકની ધરપકડ |…
GUJARAT

VIDEO| છોટા ઉદેપુર: કોલીયાથોર ગામે ખેતીની આડમાં ગાંજાનું વાવેતર, 78 લાખના જથ્થા સાથે માલિકની ધરપકડ |…

May 27, 2026
VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાય…
GUJARAT

VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાય…

May 27, 2026
Next Post
રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m...

લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th…

લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th...

AI સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત’, દિલ્હી પોલિસનો મોટો દાવો | example …

AI સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત', દિલ્હી પોલિસનો મોટો દાવો | example ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરના તાંદળજા ચાર રસ્તે મોટા ઊંડા મોતના ખાડાથી દુર્ઘટનાનો ભય | Fear of accident due to large…

વડોદરા શહેરના તાંદળજા ચાર રસ્તે મોટા ઊંડા મોતના ખાડાથી દુર્ઘટનાનો ભય | Fear of accident due to large…

4 months ago
આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશ…

આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશ…

1 year ago
કર્ણાટકની મહિલામાં નવા ‘દુર્લભ’ પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી |…

કર્ણાટકની મહિલામાં નવા ‘દુર્લભ’ પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી |…

10 months ago
અમદાવાદમાં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો, સ્યૂસાઈડ નોટમાં 6 શખ્સના નામ લખ્યા | ahmedab…

અમદાવાદમાં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો, સ્યૂસાઈડ નોટમાં 6 શખ્સના નામ લખ્યા | ahmedab…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News