gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વેનેઝુએલાના ‘ખજાના’ અંગે વધુ એક ઘટસ્ફોટ, 5.40 લાખ કરોડના બિટકોઈન છુપાવાયા | venezuela maduro governm…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in Business
0 0
0
વેનેઝુએલાએ તેના ભંડારમાં 5.40 લાખ કરોડના બિટકોઇન છૂપાવ્યાં છે | Venezuela has hidden Bitcoin worth 5…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Venezuela’s $60B Crypto Mystery: ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા અને પ્રમુખની ધરપકડ બાદ હવે અમેરિકા અને વિશ્વની નજર વેનેઝુએલાના ઓઈલ ભંડારો અને આ રિઝર્વમાંથી કરોડો ડોલરની કમાણી પર મંડાયેલી છે. જોકે રસપ્રદ વાત એ છે કે વેનેઝુએલાના તાજેતરના ઘટનાક્રમમાં વૈશ્વિક નાણાકીય બજારો ફક્ત દેશના વિશાળ ઓઈલ ભંડાર (આશરે 303 અબજ બેરલ) પર ધ્યાન જ કેન્દ્રિત કરી રહ્યા નથી, પરંતુ સંભવિત બિટકોઇન હોલ્ડિંગ અંગે પણ ચર્ચાઓ તીવ્ર બની છે. કેટલાક નિષ્ણાતોનો દાવો છે કે વેનેઝુએલામાં માદુરો સરકાર પાસે મોટી માત્રામાં બિટકોઇન હોઈ શકે છે, જેની કિંમત આશરે 60 અબજ ડોલર એટલે કે ભારતીય ચલણમાં આશરે રૂ. 5.40 લાખ કરોડ સુધી હોવાનો અંદાજ છે.

માદુરો સરકારના ‘ક્રિપ્ટો ખજાના’ પર નિષ્ણાતોની નજર

નિષ્ણાતોનું માનવું છે કે જો વેનેઝુએલાના આ કથિત બિટકોઇન જપ્ત કરવામાં આવે અથવા બજારમાં વેચવામાં આવે, તો વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી અને નાણાકીય બજારોમાં ભારે હલચલ મચી શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. લેટિન અમેરિકન ક્રિપ્ટો ફર્મ ‘ઓરાન્જેબીટીસી’ના સીઈઓ ગુઈ ગોમ્સના જણાવ્યા અનુસાર, અમેરિકન પ્રતિબંધોને કારણે વેનેઝુએલા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય બેન્કિંગ સિસ્ટમથી કપાયેલું છે. આથી, માદુરો સરકારે પોતાની અર્થવ્યવસ્થા ટકાવી રાખવા માટે સોનું અને ડોલરની સાથે બિટકોઇન જેવી વૈકલ્પિક સંપત્તિઓનો આશરો લીધો હોય તેવી પ્રબળ શક્યતા છે.

60 અબજ ડોલરના બિટકોઈન હોવાનો દાવો

બિટકોઇન બ્લોકચેન ટેકનોલોજી પર કામ કરતું હોવાથી તેના વ્યવહારો પારદર્શક તો છે, પરંતુ માલિકની ઓળખ ગુપ્ત રહે છે. આ જ કારણ છે કે સરકાર કે કોઈ વ્યક્તિ પાસે કેટલા બિટકોઇન છે અને તે ક્યાં છુપાવેલા છે, તે શોધવું અત્યંત જટિલ કાર્ય છે. રિપોર્ટ્સ અનુસાર વેનેઝુએલા પાસે 60 અબજ ડોલરના બિટકોઇન હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ બ્લોકચેન એક્સપર્ટ્સ આ આંકડાને લઈને હજુ સાવધ છે. ગોમ્સના મતે, જો આ ડિજિટલ ખજાનો અસ્તિત્વમાં હોય, તો તે કોઈ એક જગ્યાએ નહીં પરંતુ હજારો અલગ-અલગ વોલેટ્સમાં વહેંચાયેલો હશે, જેનું સંચાલન પ્રભાવશાળી રાજકીય નેતાઓ અથવા લશ્કરી અધિકારીઓ કરતા હોઈ શકે છે. આ વિખરાયેલી વ્યવસ્થાને કારણે તેને ટ્રેક કરવું અમેરિકી એજન્સીઓ માટે પણ મોટો પડકાર છે.

આ પણ વાંચો: ઓટો, ઓઈલ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટીને 84961

ક્રિપ્ટો સાથે વેનેઝુએલાના લાંબા સમયના સંબંધો 

ક્રિપ્ટોકરન્સી સાથે વેનેઝુએલાની સંડોવણી કોઈ નવી વાત નથી. 2018માં સરકારે ‘પેટ્રો’ નામનું સરકારી ટોકન શરૂ કર્યું હતુ, જે પાછળથી નિષ્ફળ ગયું અને 2024માં બંધ કરી દેવામાં આવ્યું. વધુમાં, સરકારે સમયાંતરે બિટકોઈન માઇનિંગ પર કડક કાર્યવાહી કરી છે, જેમાં ક્રિપ્ટો માઈનર્સની ધરપકડ કરવી, તેમની સંપત્તિ જપ્ત કરવી અને અંતે પ્રતિબંધ લાદવા.

હવે બિટકોઈનનું શું થશે?

નિષ્ણાતો કહે છે કે જો વેનેઝુએલા સાથે જોડાયેલા બિટકોઇન અમેરિકન એજન્સીઓના હાથમાં આવી જાય, તો તે જપ્ત થઈ શકે છે અને અમેરિકન ટ્રેઝરીમાં જઈ શકે છે. એવી પણ શક્યતા છે કે તેનો અમુક ભાગ એક્સચેન્જ પર વેચાઈ શકે છે. સ્વાભાવિક છે કે જો બિટકોઇનનો મોટો જથ્થો બજારમાં આવે તો કિંમતો પર દબાણ લાવી શકે છે. 

વેનેઝુએલાના 'ખજાના' અંગે વધુ એક ઘટસ્ફોટ, 5.40 લાખ કરોડના બિટકોઈન છુપાવાયા 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …
Business

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …

February 13, 2026
એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…
Business

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…

February 13, 2026
10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days
Business

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

February 13, 2026
Next Post
ભારતમાં 1 એપ્રિલ, 2026થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે, નોટિફિકેશન જાહેર | april 1 sept 30 gov…

ભારતમાં 1 એપ્રિલ, 2026થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે, નોટિફિકેશન જાહેર | april 1 sept 30 gov...

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને ‘મિલોર્ડ’ ની જગ્યાએ ‘ગાઈઝ’ કહ્યા, પછી જોવા જેવી થઈ! | wo…

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને 'મિલોર્ડ' ની જગ્યાએ 'ગાઈઝ' કહ્યા, પછી જોવા જેવી થઈ! | wo...

બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા બે મિત્રો પર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ | Ahmedaba…

બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા બે મિત્રો પર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n…

મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n…

2 months ago
ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો | AMC employee caught taking bribe …

ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો | AMC employee caught taking bribe …

3 months ago
ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા જ I.N.D.I.A.માં તિરાડ, કેજરીવાલ-મમતા બેનરજીએ આપ્યો ઝટકો | why tmc aap not…

ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા જ I.N.D.I.A.માં તિરાડ, કેજરીવાલ-મમતા બેનરજીએ આપ્યો ઝટકો | why tmc aap not…

7 months ago
સોનું ફરી રૂ.3000 વધ્યું: ચાંદીમાં પણ ઉછાળો: વૈશ્વિક ચાંદી 100 ડોલર તરફ | Gold rises again by Rs 300…

સોનું ફરી રૂ.3000 વધ્યું: ચાંદીમાં પણ ઉછાળો: વૈશ્વિક ચાંદી 100 ડોલર તરફ | Gold rises again by Rs 300…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News