શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં રામકથા ગાનમાં સૌ રાસ ગરબે ઝૂમ્યાં
વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ દ્વારા રામકથા ગાન થયું છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં આ રામકથા ગાનમાં સૌ રાસ ગરબે ઝૂમ્યાં અને મોજ માણી.
શ્રી મોરારિબાપુ દ્વારા ‘મંગલ ભવન અમંગલ હારી…’ ચોપાઈ પંક્તિ કેન્દ્રમાં રાખી સનાતન ઉપક્રમ ‘ભારત સ્વસ્તિક યાત્રા’ ઉપક્રમ યોજાયેલ છે, જેમાં ગુજરાત સહિત દેશ અને વિદેશનાં ભાવિક યાત્રિકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે. કથાયાત્રાના આઠમાં દિવસે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં લાભ મળ્યો છે.
‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા એક પછી એક તીર્થ સ્થાનમાં આગળ વધી રહી છે. વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ દ્વારા રામકથા ગાન થયું છે.
શ્રી મોરારિબાપુએ આ ભૂમિ અને ક્થા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં ૧૨ શુકન એટલે મંગળકારી ગણાવી નીલકંઠ પક્ષી, કાગડો, નોળિયો, મંદ શીતલ વાયુ, શ્રેષ્ઠ માતૃશક્તિ, શિયાળ, ગાયમાતા, મૃગ સમૂહ, સમળી કાળી ચકલી, દહીં, માછલી અને પ્રવિણ વિપ્ર… આ અંગે શુકન મહાત્મ્ય વર્ણવ્યું. સ્વસ્તિક યાત્રામાં પણ આ શુકન રહ્યાનું જણાવ્યું.
શ્રી મોરારિબાપુએ કૃષ્ણભૂમિમાં રામકથા ગાન શા માટે? તેમ પ્રશ્ન ઉભો કરી શ્રી કૃષ્ણના પૂર્વજન્મની ગાથા હોવાથી શ્રી કૃષ્ણના સ્થાનમાં આ ક્થા ઉચિત ગણાવી.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં આ રામકથા ગાનમાં શ્રી મોરારિબાપુ સહિત સૌ રાસ ગરબે ઝૂમ્યાં અને મોજ માણી તથા વાતાવરણ મંગળકારી બનાવ્યું.
રેલયાત્રા કથામાં જોડાયેલ સૌ ભાવિકોએ આજે શનિવારે શ્રી કૃષ્ણ જન્મસ્થાન દર્શનઅને યમુના સ્નાન દર્શન લાભ લીધો. આ કથાયાત્રા આગલા દિવસ રવિવાર માટે હરિયાણાના કુરુક્ષેત્ર સ્થાન તરફ પ્રસ્થાન કરેલ.










