gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શાળાઓમાં વિદ્યાર્થિનીઓને ફ્રી સેનેટરી પેડ આપો, નહીંતર માન્યતા રદ; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય | …

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in INDIA
0 0
0
શાળાઓમાં વિદ્યાર્થિનીઓને ફ્રી સેનેટરી પેડ આપો, નહીંતર માન્યતા રદ; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court: સુપ્રીમ કોર્ટે 30 જાન્યુઆરી શુક્રવારના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં દેશના દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ કર્યો છે કે ખાનગી કે સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓ (ધોરણ 6-12)માટે મફતમાં સેનેટરી પેડની વ્યવસ્થામાં શાળામાં જ કરવામાં આવે, તે સાથે ઉચ્ચ કોર્ટે એ પણ કહ્યું છે કે માસિક ધર્મ સ્વાસ્થ્યના અધિકાર હેઠળ બંધારણના જીવનના મૂળભૂત અધિકારનો એક ભાગ છે.

અલગ અલગ શૌચાલય સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ

આ સાથે જસ્ટિસ જે બી પારદીવાળા અને જસ્ટિસ આર મહાદેવનની પીઠે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની દરેક શાળામાં વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ શૌચાલય સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે એ પણ કહ્યું છે કે તમામ શાળાઓ તે સરકારી હોય, સરકાર દ્વારા સંચાલિત હોય તેમાં દિવ્યાંગજનો માટે અનુકૂળ શૌચાલય પણ ઉપલબ્ધ કરાવે. 

અનુચ્છેદ 21 અનુસાર જીવનનો અધિકાર

સુપ્રીમ કોર્ટે એ પણ ટાંક્યું છે કે, માસિક ધર્મ સંબંધી સ્વાસ્થ્ય અધિકાર બંધારણના અનુચ્છેદ 21 મુજબ જીવન જીવવાના અધિકારનો એક હિસ્સો છે. જો કોઈ પ્રાયવેટ શાળા આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહે તો તેની માન્યતા રદ કરી દેવામાં આવશે. જો સરકારો છોકરીઓ માટે શૌચાલય અને મફતમાં સેનેટરી પેટ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહે તો તેમણે  જવાબદાર ગણવામાં આવશે. 

બાળકીઓની ગરિમાનું ઉલ્લંધન 

જસ્ટિસ જે બી પારદીવાળા અને જસ્ટિસ આર મહાદેવનની પીઠે કહ્યું કે, જીવનનો અધિકાર માત્ર જીવત રહેવા પૂરતો સીમિત નથી, પણ તેમાં ગરિમા, સ્વાસ્થ્ય, સમાનતા અને શિક્ષણનો અધિકાર પણ સામેલ છે. માસિક ધર્મ, સ્વાસ્થ્યના એ જ અધિકારનો ભાગ છે. કોર્ટે એ પણ માન્યું કે માસિક ધર્મ સાથે જોડાયેલી આરોગ્ય સુવિધાઓની ઉણપને કારણે બાળકીઓની ગરિમાનું ઉલ્લંધન થઈ રહ્યું છે. કારણ કે ગરિમાનો અર્થ અપમાન, ભેદભાવ અને બિનજરૂરી દુઃખ વિના જીવન જીવવું છે. 

શિક્ષણ અને ગરિમા સાથે જોડાયેલો સવાલ

આ મામલો કેન્દ્ર સરકારની ‘શાળા જતી સગીર બાળકીઓના માસિક ધર્મ સ્વચ્છતા નીતિ’ સાથે જોડાયેલો છે. કોર્ટ સામે સવાલ હતો કે શાળામાં અલગ અલગ શૌચાલયની ઉણપ, સેનેટરી પેડ કે અન્ય સાધનોની ઉપલબ્ધતા ન હોવી એ શિક્ષણના અધિકાર અને સન્માનજનક જીવનનું ઉલ્લંઘન છે? આ મુદ્દા પર કોર્ટે સાફ કહ્યું કે, આ સુવિધાઓનો અભાવ બાળકીઓને શાળા છોડવી અથવા તે દિવસોમાં હાજરી ન ભરવી તેના માટે મજબૂર કરે છે. જે સીધો જ શિક્ષણના અધિકારનું હનન કરે છે. 

આ પણ વાંચો: ‘બ્લેક ફ્રાઈડે’: એક જ દિવસમાં સોનામાં ₹16,500, તો ચાંદીમાં ₹67,891નો કડાકો

ગોપનીયતાનો પણ ઉલ્લેખ

આ નિર્દેશમાં સુપ્રીમ કોર્ટેએ પણ કહ્યું કે, ગોપનીયતા પણ ગરિમા સાથે જોડાયેલી છે. દરેક રાજ્યની જવાબદારી છે કે તે ફક્ત ગોપનીયતાનું ઉલ્લંઘન ન કરે પણ તેના રક્ષણ માટે નક્કર પગલાં પણ લે. બાર એન્ડ બેન્ચ મુજબ, કોર્ટે કહ્યું ‘સમાન અવસર ત્યારે જ સંભવ છે જ્યારે તમામને જરૂરી સંસાધન અને જાણકારી મળે’ આ ચુકાદામાં કોર્ટે સમાજને પણ ઉંડો સંદેશ આપતાં કહ્યું કે, આ નિર્દેશ એ બાળકીઓ માટે છે જે ખચકાટને કારણે મદદ માંગી શકતી નથી, એ શિક્ષક માટે છે જે મદદ કરવા માંગે છે પણ પણ સુવિધાના અભાવે તેના હાથ બાંધી રાખ્યા છે, તે માતા પિતા માટે છે જે મૌનના અસરને નથી સમજી શકતા. માસિક ધર્મના કારણે કોઈ બાળકી શાળાએ ન જઈ શકતી હોય તો તે તેની ભૂલ નથી પણ વ્યવસ્થા અને વિચારની ભૂલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
મહારાષ્ટ્રના DyCM બનવા સુનેત્રા પવાર રાજી! પ્રસ્તાવ સ્વીકાર્યો, કાલે NCP ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણ…

મહારાષ્ટ્રના DyCM બનવા સુનેત્રા પવાર રાજી! પ્રસ્તાવ સ્વીકાર્યો, કાલે NCP ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણ...

ચિકન, ફિશ, મંટન, કેક, મોમોજ સહિતના જથ્થાનો નાશ કરાયો | Chicken fish mantan cakes momos etc were dest…

ચિકન, ફિશ, મંટન, કેક, મોમોજ સહિતના જથ્થાનો નાશ કરાયો | Chicken fish mantan cakes momos etc were dest...

વડોદરા-વિરાર સેકશનમાં કવચ ૪.૦નું સફળ કમિશનિંગ | Successful commissioning of Kavach 4 0 in Vadodara V…

વડોદરા-વિરાર સેકશનમાં કવચ ૪.૦નું સફળ કમિશનિંગ | Successful commissioning of Kavach 4 0 in Vadodara V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રીન કવર વધારવાની સુફીયાણી વાત વચ્ચે અમદાવાદમાં બે વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા ૭૯ કરોડનો ખર્ચ …

ગ્રીન કવર વધારવાની સુફીયાણી વાત વચ્ચે અમદાવાદમાં બે વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા ૭૯ કરોડનો ખર્ચ …

1 year ago
સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન! ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ | continuous fever 48 hour…

સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન! ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ | continuous fever 48 hour…

7 months ago
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની સત્તા છીનવી લેવાઈ, સંગઠનમાં ફેરફાર ટાણે પાયાના કાર્યકરોને પ્રાથમિકત…

ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની સત્તા છીનવી લેવાઈ, સંગઠનમાં ફેરફાર ટાણે પાયાના કાર્યકરોને પ્રાથમિકત…

6 months ago
નવો ચીલો : કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલાં કે જીવાતવાળાં ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા | cancer fe…

નવો ચીલો : કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલાં કે જીવાતવાળાં ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા | cancer fe…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News