![]()
Sensex and Nifty: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ‘બ્લેક થર્સડે’ સાબિત થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન વિરુદ્ધના યુદ્ધને ભડકાવનારું નિવેદન આપતાં કહ્યું હતું કે અમે હજુ 2-3 અઠવાડિયા સુધી ઈરાનને હચમચાવીશું અને તેને પાષાણ યુગમાં ધકેલી દઈશું… તેમના આ નિવેદનથી ફરી એકવાર વૈશ્વિક બજારમાં ખળભળાટ મચી ગયો જેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ. બીજી બાજુ નકારાત્મક સંકેતો અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવને પગલે ઘરેલું બજારમાં પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો, જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તોતિંગ કડાકો બોલાઈ ગયો છે.
સેન્સેક્સમાં 1,500થી વધુનો ઘટાડો
BSE સેન્સેક્સમાં આજે 1,526 જેટલો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.
જૂનો બંધ (Prev. Close): 73,134.32
આજની નીચી સપાટી (Low): 71,608.48
બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ એક સમયે 71,600ની સપાટી પણ તોડી ચૂક્યો હતો.
નિફ્ટી-50 માં પણ 470 પોઈન્ટનું ગાબડું
NSE નિફ્ટી-50 પણ આજે 22,700 ની મહત્વની સપાટી તોડી નીચે ઉતરી ગયો છે. નિફ્ટીમાં 445 થી 470 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.
જૂનો બંધ (Prev. Close): 22,679.40
આજની નીચી સપાટી (Low): 22,209.15










