gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં ‘બ્લડ બાથ’, રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા કડાકા પાછળના પાંચ કા…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in Business
0 0
0
શેરબજારમાં ‘બ્લડ બાથ’, રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા કડાકા પાછળના પાંચ કા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock market crash today: વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરૂઆત સાથે જ શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. સેન્સેક્સ આજે 3939.68 પોઈન્ટના કડાકા સાથે 71425.01ની બોટમે પહોંચ્યો હતો. નિફ્ટીમાં  પણ ઐતિહાસિક 1160.8 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. રોકાણકારોની મૂડીમાં આજે 20 લાખ કરોડનું ધોવાણ થયું છે. શુક્રવારે 403.34 લાખ કરોડ સામે બીએસઈ માર્કેટ કેપ આજે 383 લાખ કરોડ થયુ છે. 

બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3877 પૈકી માત્ર 320 શેરમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 3429 શેર કડડભૂસ થયા છે. 727 સ્ક્રિપ્સ વર્ષના તળિયે અને 520 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ નોંધાઈ છે. શેરબજારમાં કોવિડ મહામારી જેવા મોટા કડાકા પાછળનું કારણ ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ છે. વૈશ્વિક શેરબજારોમાં અફરાતફરીના માહોલ છે. દેશનો વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX પર 52 ટકા વધી 21ની નોંધનીય ટોચે પહોંચ્યો છે. આવો જાણીએ શેરબજારમાં મોટા કડાકા પાછળના કારણો…

1.  વૈશ્વિક સ્તરે વેચવાલી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ પ્લાનમાં ક્યાંય પીછેહટ કરતાં જોવા ન મળતાં વૈશ્વિક શેરબજારોમાં મોટાપાયે વેચવાલી વધી છે. અમેરિકન સ્ટોક માર્કેટમાં કોવિડ મહામારી જેવી સ્થિતિ જોવા મળી હતી. ડાઉ જોન્સ 2231 પોઈન્ટ, નાસડેક 962 પોઈન્ટ જ્યારે એશિયન શેરબજારોમાં નિક્કેઈ 2370.25 પોઈન્ટ હેંગસેંગ 2445 પોઈન્ટ તૂટ્યો છે. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ 5 ટકા સુધી તૂટ્યા હતા. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. ટ્રમ્પે ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદી તેમજ ટ્રેડવૉર મામલે સ્પષ્ટતા કરી હતી કે, તેને આ નુકસાનની ચિંતા નથી. તે નમતુ નહીં મૂકે, ટેરિફ એ અમેરિકાની આર્થિક સ્થિતિ માટે દવા રૂપે કામ કરશે. તે સુચારૂ વેપાર નીતિ બનાવશે.

2. ટેરિફ પ્રત્યે કડક વલણની અસર

ટ્રમ્પ સરકારે 180થી વધુ દેશોમાં ટેરિફ લાદવા પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. જેનાથી બજારમાં ચિંતા વધી છે. અમેરિકા સાથે ઝડપી વાટાઘાટો મારફત અનુકૂળ પરિણામની અપેક્ષા નકારાત્મક રહી છે. જેના પગલે ભારતીય શેરબજાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં વધુ ઘટવાની આશંકા માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3915 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 1150 પોઇન્ટનો કડાકો

3. આર્થિક મંદીની ભીતિ

ટ્રમ્પના ટેરિફના કારણે ચીન, કેનેડા જેવા દેશોએ જવાબી કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કરી દીધું છે. જેનાથી વિશ્વભરમાં ટ્રેડવૉર શરૂ થઈ ચૂક્યો છે. ટ્રમ્પના ટેરિફના કારણે ફુગાવો વધશે. જેથી કોર્પોરેટ્સનો નફો અને વપરાશ ઘટશે. પરિણામે વિશ્વના ઘણા દેશોના આર્થિક ગ્રોથ પર અસર થશે. જેપી મોર્ગને અમેરિકા અને વૈશ્વિક મંદીનો અંદાજ 40 ટકાથી વધારી 60 ટકા કર્યો છે. અમેરિકાના ટ્રેડ નીતિના કારણે મોંઘવારી વધશે. પરિણામે મંદી વધશે. ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ પણ ટ્રમ્પના 26 ટકા રેસિપ્રોકલ ટેરિફના કારણે 6.3 ટકાથી ઘટાડી 6.1 ટકા કર્યો છે. 

4. એફપીઆઈ વેચવાલી

ગતમહિને કેશ સેગમેન્ટમાં ખરીદી વધ્યા બાદ ટ્રમ્પના ટેરિફના કારણે એપ્રિલમાં એફઆઈઆઈએ ફરી પાછી વેચવાલી શરૂ કરી છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે એફપીઆઈએ એપ્રિલમાં અત્યારસુધીમાં કુલ રૂ. 13730 કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે.  જો ભારત ટ્રમ્પ સરકાર સાથે ટેરિફ મામલે કોઈ ઉકેલ નહીં લાવે તો એફપીઆઈ વધુ વેચવાલી નોંધાવી શકે છે.

5. આરબીઆઈ MPC બેઠક

આરબીઆઈની દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠક આજથી શરૂ થઈ છે. 9 એપ્રિલના રોજ આરબીઆઈ વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી સંભાવના જોવા મળી છે. જે જીડીપી ગ્રોથને ટેકો આપશે. વૈશ્વિક અસરો ઉપરાંત આરબીઆઈની જાહેરાત પહેલાં સ્થાનિક રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવી હાલ નવી ખરીદી અટકાવી છે. વધુમાં આ સપ્તાહથી ચોથા ત્રિમાસિકના પરિણામો પણ જાહેર થશે. 

શેરબજારમાં 'બ્લડ બાથ', રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા કડાકા પાછળના પાંચ કારણો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…
Business

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…

February 5, 2026
એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…
Business

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

February 5, 2026
IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…
Business

IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…

February 5, 2026
Next Post
વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત | Senior citizen dies after …

વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત | Senior citizen dies after ...

વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો : ત્રણને ઇજા, સામસામે ફરિયાદ | Attack with pipe duri…

વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો : ત્રણને ઇજા, સામસામે ફરિયાદ | Attack with pipe duri...

લ્યો બોલો! હવે લોકોના ચાલવાના ફુટપાથ પર જ સુરત પાલિકાએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપી દીધો | contro…

લ્યો બોલો! હવે લોકોના ચાલવાના ફુટપાથ પર જ સુરત પાલિકાએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપી દીધો | contro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…

135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…

7 months ago
કેન્દ્રીય મંત્રી અને અભિનેતા સુરેશ ગોપી ‘ગુમ’, કેરળમાં જાણો કોણે પોલીસમાં નોંધાવી FIR | Kerala Stude…

કેન્દ્રીય મંત્રી અને અભિનેતા સુરેશ ગોપી ‘ગુમ’, કેરળમાં જાણો કોણે પોલીસમાં નોંધાવી FIR | Kerala Stude…

6 months ago
મકરપુરા જીઆઇડીસીની બંધ ફેક્ટરીમાં ત્રાટકનાર ગેંગ પકડાઇ | gang caught stealing from close factory

મકરપુરા જીઆઇડીસીની બંધ ફેક્ટરીમાં ત્રાટકનાર ગેંગ પકડાઇ | gang caught stealing from close factory

2 months ago
અમદાવાદમાં પ્રહલાદનગરમાં ટેમ્પો-કાર વચ્ચે જોરદાર ટક્કર, ઓવરસ્પીડના કારણે સર્જાયો અકસ્માત | Ahmedabad…

અમદાવાદમાં પ્રહલાદનગરમાં ટેમ્પો-કાર વચ્ચે જોરદાર ટક્કર, ઓવરસ્પીડના કારણે સર્જાયો અકસ્માત | Ahmedabad…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News