![]()
મુંબઈ : શેર બજારમાં કેશ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવાના પગલાં સાથે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની પેનલે કેશ ટ્રાન્ઝેકશન પર માર્જિન ઘટાડવા માટે મંજૂરી આપી છે. આ ઘટનાક્રમથી વાકેફ સૂત્રોનું કહેવું છે કે, આ મુદ્દો હવે સેબી પાસે છે, જે અંતિમ નિર્ણય લેશે. એક સૂત્રના મતે, પેનલ કેશ સેગ્મેન્ટ માર્જિનને તર્કસંગત બનાવવાના પ્રસ્તાવ સાથે સંમત થયા અને હાલની સિસ્ટમની સમીક્ષા કરવા માટે સંમતિ આપી છે. તે જ સમયે, પેનલે એવી પણ સલાહ આપી હતી કે, જોખમને સારી રીતે આવરી લેવા માટે વાજબી માર્જન એક્ત્રિત કરવું જોઈએ.
આ દરમિયાન પેનલે સલાહ આપી હતી કે, તે ૧૨.૫ ટકાથી નીચે ન જવું જોઈએ, બાકીનો નિર્ણય સેબીએ લેવાનો રહેશે. હાલમાં મોટાભાગના શેરોનું વીએઆર-વેલ્યુ એટ રિસ્ક અને એકસ્ટ્રીમ લોસ માર્જિન (ઈએલએમ) ૧૨.૫ થી ૨૦ ટકાની રેન્જમાં છે.
બજારમાં અસ્થિરતાને કારણે સમય જતા મહત્તમ શક્ય નુકશાનને આવરી લેવા માટે વીએઆર માર્જિન એક્ત્રિત કરવામાં આવે છે. આ જ રીતે ઈએલએમ અથવા એકસ્ટ્રીમ લોસ માર્જિન એ એક્સચેન્જ દ્વારા સામાન્ય માર્જિન જરૂરીયાતો કરતાં વધુ વસૂલવામાં આવતું વધારાનું માર્જિન છે.
આ દરમિયાન અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, સેબીએ ડેટાનું વધુ બેક ટેસ્ટિંગ કરવું પડશે અને પછી ક્લિયરિંગ કોર્પોરેશનો, એક્સચેન્જો અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા પછી અંતિમ વિચાર લેવો પડશે.
ખરીદી સોદાના સામાન્ય કોર્સમાં અગાઉથી ટ્રેડિંગમાં ભાગને ભંડોળ પૂરું પાડવા માટે માર્જિન એક્ત્રિત કરવામાં આવે છે. જો ક્લાયન્ટ વેચાયેલા શેરો ચૂકવવામાં અથવા પૂરા પાડવામાં નિષ્ફળ જાય, તો સિસ્ટમમાં જોખમ ઘટાડવાનો આશય છે, જે પ્રતિકૂળ બજાર ઘટનાના કિસ્સામાં ડિફોલ્ટ તરફ દોરી જાય છે.
નિયામક તંત્રનું ધ્યાન કેશ સેગ્મેન્ટમાં વોલ્યુમ વધારવા પર છે. છેલ્લા ત્રણ વર્ષમાં કેશ સેગ્મેન્ટમાં ટ્રેડિંગ વોલ્યુમ બમણું થયું છે, પરંતુ ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટમાં વોલ્યુમની તુલનામાં તે ખૂબ જ અપ્રમાણસર રહે છે. સેબી ચેરમેને અનેક પ્રસંગોએ કેશ માર્કેટ સેગ્મેન્ટને વધુ ગાઢ બનાવવાની જરૂરીયાત પર ભાર મૂક્યો છે.
સેબીના ડેટા મુજબ, નાણા વર્ષ ૨૦૨૪માં વધીને રૂ.૮૭,૯૭૮ કરોડ અને નાણા વર્ષ ૨૦૨૫માં વધીને રૂ.૧,૨૦,૭૮૨ કરોડ થયું હતું. સેબીએ ઈક્વિટી કેશ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમને વધુ ગાઢ બનાવવા માટે વ્યાપક સૂચનો પ્રાપ્ત કર્યા છે.










