gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in GUJARAT
0 0
0
શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
0
VIEWS
Share on FacebookShare on Twitter

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલા લેશે :- શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે :- શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાને રાખીને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ એજન્સી અને સંબધિત અધિકારીને નોટિસની સૂચના આપી હતી; ઇજનેરને બરતરફ કરવામાં આવ્યો છે.

ગુણવત્તા પર ઢીલ લેનારા સામે કડક કાર્યવાહી થશે; એક્શન મોડમાં રાજ્ય શિક્ષણ મંત્રીની કામગીરી શરૂ

જૂનાગઢ જિલ્લાની ખજૂરી હડમતીયા શાળાનો નબળો સ્લેબ તોડવાનો કામ શરૂ

અગાઉ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા તેમજ કામરેજ વિધાનસભાના દેરોદ ગામે નવીન આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે બાંધકામની ગુણવત્તા નબળી જણાતા રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ત્વરિત એક્શન લીધી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં ગુજરાતમાં આજે બાળકો ભણી ગણીને આગળ વધી રહ્યા છે, ત્યારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર હરહંમેશ એક્શન મોડમાં કામગીરી કરી રહી છે.

શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે, ગુજરાતની કોઈ પણ શાળામાં બાળકોની સુરક્ષા અને શિક્ષણ બાબતે કોઈ પણ પ્રકારની લાપરવાહી કે લાલીયાવાડી નહીં ચલાવવામાં આવે તેમજ ગુજરાત રાજ્યની શિક્ષણની અંદર ગેરવહીવટ કે ગેરરીતિ ચલાવી લેવાશે નહિ જો કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલા લેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના નબળા બાંધકામના અનુસંધાને તા. ૧૯ માર્ચ ૨૦૨૫ના ગ્રાઉન્ડ ફલોરના સ્લેબનું કાસ્ટીંગના બીજા દિવસે બાંધકામની ગુણવત્તા વિશેની ફરિયાદ ગ્રામવાસીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાને કરવામાં આવી હતી.

આ ફરિયાદને ધ્યાને રાખીને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી એ તાત્કાલિક પગલા લેવા સમગ્ર શિક્ષા કચેરી અને સંબધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

મંત્રીશ્રીની ટેલિફોનિક આજ્ઞા પર જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, થર્ડ પાર્ટી ઇજનેર, ટીઆરપી, એજન્સીના પ્રતિનિધિઓએ તેજ દિવસે રાત્રે ૮:૩૦ કલાકે સ્થાનિક આગેવાનો સાથે શાળાના વર્ગખંડની સ્થિતિની સમીક્ષા કરી. તપાસ દરમિયાન બાંધકામની ગુણવત્તા અસંતોષકારક જણાતા, શિક્ષણમંત્રીએ ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટીંગ તોડી નાખવાનો અને નવું બાંધકામ શુરુ કરવાનો આદેશ આપ્યો હતો. સાથેજ એજન્સી અને સંબધિત અધિકારીને નોટિસની સૂચના આપી હતી; ઇજનેરને બરતરફ કરવામાં આવ્યો છે.

રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના ત્વરિત અને કડક કાર્યવાહીને પગલે એજન્સીને ૭ દિવસની અંદર સ્લેબ તોડવાની પ્રક્રિયા શરૂ કરવા તેમજ તોડફોડ દરમિયાન સલામતીની સંપૂર્ણ તકેદારી રાખવા અને કામગીરીની ફોટોગ્રાફ્સ સાથે અહેવાલની નોંધ લઈ ગાંધીનગર કચેરીમાં રજૂ કરવા જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રીશ્રીએ શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પારદર્શિતા અને જવાબદારીનો સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, રાજ્યમાં જે સ્થળોએ શાળાનું કામ નબળું થશે, ત્યાં આ જ પ્રકારે બાંધકામ તોડીને પાડવામાં આવશે તેમજ તે કિસ્સાઓમાં જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આજે શિક્ષણ મંત્રી શ્રીની સૂચના પ્રમાણે જુનાગઢની ખજુરી હડમતીયા શાળાના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટીંગ તોડી નવેસરથી બાંધવાનું કામ શાળા સંચાલન સમિતિ અને સ્થાનિક તંત્રની દેખરેખ હેઠળ આ કામગીરી ઝડપભેર ચાલી રહી છે. નવો સ્લેબ બંધાયા બાદ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વધુ સલામત અને આરામદાયક શૈક્ષણિક માહોલ ઉભો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા તેમજ કામરેજ વિધાનસભાના દેરોદ ગામે નવીન આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે બાંધકામની ગુણવત્તા નબળી જણાતા ત્વરિત એક્શન લઈને બાંધકામ તોડાવીને ગુણવત્તાસભર બાંધકામના આદેશ આપ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
જામનગરમાં ખોડીયાર કોલોનીમાં આવેલી એક હોસ્ટેલમાંથી ત્રણ વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન ચોરાઈ ગયાની ફરિયાદ |…

જામનગરમાં ખોડીયાર કોલોનીમાં આવેલી એક હોસ્ટેલમાંથી ત્રણ વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન ચોરાઈ ગયાની ફરિયાદ |...

જામનગરમાંથી બે વેપારીઓ પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડાયા: એ…

જામનગરમાંથી બે વેપારીઓ પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડાયા: એ...

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી એસ.બી.આઈ.ના બિલ્ડિંગમાં પ્રથમ માળે એર કન્ડિશન મશીનમાં આગથી દોડ…

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી એસ.બી.આઈ.ના બિલ્ડિંગમાં પ્રથમ માળે એર કન્ડિશન મશીનમાં આગથી દોડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન વર્ષ માટે ભારતનો વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો | India’s growth rate forecast revise…

વર્તમાન વર્ષ માટે ભારતનો વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો | India’s growth rate forecast revise…

4 months ago
ધોળકા પાલિકા તંત્રે પોલિસ બંદોબસ્ત સાથે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમનાં જાહેર માર્ગ ઉપરના દબાણો તોડી પાડ…

ધોળકા પાલિકા તંત્રે પોલિસ બંદોબસ્ત સાથે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમનાં જાહેર માર્ગ ઉપરના દબાણો તોડી પાડ…

12 months ago
બાઈક ચોરીને ભાગતા ચોરને પકડ્યો, અર્ધનગ્ન કરી વરઘોડો કાઢ્યો, છોટાઉદેપુરની ચોંકાવનારી ઘટના | Chhota Ud…

બાઈક ચોરીને ભાગતા ચોરને પકડ્યો, અર્ધનગ્ન કરી વરઘોડો કાઢ્યો, છોટાઉદેપુરની ચોંકાવનારી ઘટના | Chhota Ud…

6 months ago
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા | 4 people caught for ga…

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા | 4 people caught for ga…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News