gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સંકટના એંધાણ : સેન્સેક્સ 765 પોઈન્ટ તૂટી 79858 | Signs of trouble: Sensex falls 765 points to 79858

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in Business
0 0
0
સંકટના એંધાણ : સેન્સેક્સ 765 પોઈન્ટ તૂટી 79858 | Signs of trouble: Sensex falls 765 points to 79858
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક અર્થતંત્રને ડામાડોળ કરી મૂકતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગેરવર્તનને લઈ વૈશ્વિક નારાજગી વધી રહી છે, ત્યારે હવે ટ્રમ્પ પોતાની નિષ્ફળતા છુપાવવા રશીયા પાસેથી ઓઈલ ખરીદીના નામે ભારત પર આકરાં ટેરિફ અને અન્ય પરોક્ષ પ્રતિબંધોની ધમકીઓ ઉચ્ચારતાં અને બીજી તરફ ભારતે ટ્રમ્પના બેવડા ધોરણો સામે નહીં ઝુંકીને મૂકાબલો કરવાનો ઈરાદો વ્યક્ત કરી દેતાં બન્ને દેશો વચ્ચે ઘર્ષણ વધવાના અને આ મોટા સંકટમાં પરિવર્તિત થવાના એંધાણે આજે શેરોમાં સાર્વત્રિક ગાબડાં પડયા હતા. અલબત આજે ફંડોએ ઘટાડે ફયુચર્સમાં વેચાણો કાપીને કેશમાં ખરીદી કરી હતી. સપ્તાહના અંતે સેન્ટીમેન્ટ અત્યંત ખરાબ બની જતાં ે સ્થાનિક હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો પણ મોટાપાયે વેચવાલ બન્યા હતા. કેપિટલ ગુડઝ-પાવર શેરો સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર-ફાર્મા શેરોમાં મોટું હેમરિંગ થયું હતું. આ સાથે મેટલ-માઈનીંગ શેરોમાં પણ ગાબડાં પડયા હતા. આઈટી શેરો, ઓટોમોબાઈલ, બેંકિંગ શેરોમાં  વેચવાલીએ સેન્સેક્સ ૭૬૫.૪૭ પોઈન્ટ તૂટીને ૭૯૮૫૭.૭૯ અને નિફટી ૫૦ સ્પોટ ૨૩૨.૮૫ પોઈન્ટ ગબડીને ૨૪૩૬૩.૩૦ બંધ રહ્યા હતા. 

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૯૭ પોઈન્ટ તૂટયો : ટીટાગ્રહ રૂ.૫૧, મઝગાંવ ડોક શીપ રૂ.૧૪૮ તૂટયા

ટ્રમ્પના આકરાં ટેરિફ અને વધુ પગલાંના સંકેત વચ્ચે ભારતથી મશીનરી સહિત કેપિટલ ગુડઝની અમેરિકામાં નિકાસો અટકવાના એંધાણે અને ડિફેન્સ ક્ષેત્રની કંપનીઓના નબળા પરિણામોએ આજે ફંડોએ કેપિટલ ગુડઝ શેરોમાં મોટું હેમરિંગ કર્યું હતું. ભારત ડાયનામિક્સ રૂ.૬૬.૩૫ તૂટીને રૂ.૧૫૦૦, કોચીન શીપ રૂ.૫૦.૬૦ ઘટીને રૂ.૧૬૪૨.૭૫, સિમેન્સ રૂ.૮૮.૨૫ ઘટીને રૂ.૩૦૩૦.૭૫, ભેલ રૂ.૫.૧૦ ઘટીને રૂ.૨૨૨.૭૦, એસ્ટ્રલ રૂ.૩૯.૯૦ તૂટીને રૂ.૧૩૭૫.૩૦, સીજી પાવર રૂ.૧૫.૧૦ ઘટીને રૂ.૬૬૬.૩૫, પાવર ઈન્ડિયા રૂ.૪૩૨.૫૫ ઘટીને રૂ.૨૦,૨૮૩.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૯૭.૫૦ પોઈન્ટ તૂટીને ૬૬૭૫૧.૨૬ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં નવા ગાબડાં : અશોક લેલેન્ડ, મધરસન, ભારત ફોર્જ, ઉનો મિન્ડા, ટાટા મોટર્સ, મહિન્દ્રા ઘટયા

ઓટોમોબાઈલ ઉદ્યોગને પણ અમેરિકાના ટેરિફના પરિણામે અસર થવાની શકયતાએ ફંડોએ તેજીનો વેપાર હળવો કરતાં ફરી નવા ગાબડાં પડયા હતા. અશોક લેલેન્ડ રૂ.૪.૩૫ ઘટીને રૂ.૧૧૫.૪૫, ટાટા મોટર્સ રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૬૩૩.૩૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૬૧.૧૫ ઘટીને રૂ.૨૮૮૩.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૪.૪૦ ઘટીને રૂ.૩૧૪૬.૨૫, ટીવીએસ મોટર રૂ.૪૪.૯૫ ઘટીને રૂ.૨૯૬૮.૮૦, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૨૧૧૯.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૪૨.૬૯ પોઈન્ટ તૂટીને ૫૨૪૭૩.૦૮ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફરી વેચવાલી વધી : લિન્કન ફાર્મામાં ધબડકો :  બાયોકોન, મોરપેન, યુનિકેમ, સુવેન ઘટયા

ટ્રમ્પના આકરાં ટેરિફ અને હવે પછી નવા આકરાં નિર્ણયો ભારતીય ફાર્મા-હેલ્થકેર ઉદ્યોગ પર નેગેટીવ અસર કરી શકે છે એવા જોખમે આજે ફંડોએ હેલ્થકેર-ફાર્મા શેરોમાં વેચવાલી કરી હતી. લિન્કન ફાર્મામાં મંદીનો કડાકો બોલાઈ જઈ રૂ.૪૦.૭૫ તૂટીને રૂ.૫૬૩.૩૫, બાયોકોન રૂ.૨૧.૨૫ તૂટીને રૂ.૩૪૩.૩૫, સિક્વેન્ટ રૂ.૬.૭૫ ઘટીને રૂ.૧૬૮.૨૫, દિવીઝ લેબ. રૂ.૨૨૨.૨૫ તૂટીને રૂ.૫૯૧૦.૬૦, વોખાર્ટ રૂ.૪૬.૬૫ ઘટીને રૂ.૧૪૭૨.૫૦, હેસ્ટર બાયો રૂ.૫૮.૧૫ ઘટીને રૂ.૧૯૫૨.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૮૩.૩૮ પોઈન્ટ તૂટીને ૪૩૧૬૦.૯૫ બંધ રહ્યો હતો.

એલ્યુમીનિયમ સહિતની નિકાસોને અસર : જિન્દાલ સ્ટેનલેસ, હિન્દાલ્કો, અદાણી, જિન્દાલ સ્ટીલ ઘટયા

અમેરિકાના આકરાં ટેરિફથી ભારતની એલ્યુમીનિયમ, સ્ટીલ સહિતની નિકાસોને અસર થવાની પૂરી શકયતાએ આજે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી કરી હતી. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૪૩.૮૫ તૂટીને રૂ.૬૮૨.૬૫, હિન્દાલ્કો રૂ.૧૩.૮૫ ઘટીને રૂ.૬૭૨.૮૦, સેઈલ રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૨૧, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૭.૮૦ ઘટીને રૂ.૧૦૪૯.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૬૩.૫૪ પોઈન્ટ ગબડીને ૩૦૪૬૧ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ઈન્ડેક્સ ૧૦૧૦ ખાબક્યો : પીજી ઈલે. રૂ.૧૪૭, કલ્યાણ રૂ.૬૩, ડિક્સન રૂ.૮૦૦ ગબડયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો, ખેલંદાઓએ આજે મોટી વેચવાલી કરી હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૧૦.૫૭ પોઈન્ટ તૂટીને ૫૯૦૨૯.૨૫ બંધ રહ્યો હતો. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૪૬.૯૦ તૂટીને રૂ.૫૮૯.૦૫, કલ્યાણ જવેલર્સ રૂ.૬૩.૧૦ તૂટીને રૂ.૫૨૭.૬૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૮૦૦.૧૦ તૂટીને રૂ.૧૫,૮૬૪.૦૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૫૫.૮૫ તૂટીને રૂ.૭૩૬૪.૬૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૨ ઘટીને રૂ.૧૨૬૩.૮૦ રહ્યા હતા.

આઈટી શેરોમાં ઓફલોડિંગ : ડાટામેટિક્સ રૂ.૯૫ તૂટી રૂ.૯૯૦ : સિગ્નિટી રૂ.૧૦૫, કોફોર્જ રૂ.૯૮ તૂટયા

ટ્રમ્પ ટેરિફ અને અમેરિકાની નીતિની અનિશ્ચિતતાએ આગામી દિવસોમાં ભારતના આઈટી ઉદ્યોગને પણ ફટકો પડી શકે છે એવી શકયતાએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી વેચવાલી નીકળી હતી. કોફોર્જ રૂ.૯૮.૫૦ ઘટીને રૂ.૧૬૦૬.૩૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૨૮.૧૦ ઘટીને રૂ.૪૯૫.૬૫, બીએલએસઈ રૂ.૭.૭૫ ઘટીને રૂ.૧૮૧.૫૫, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૩.૧૦ ઘટીને રૂ.૬૧૯.૧૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૨૯.૭૫ ઘટીને રૂ.૯૧૩.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૩૭.૧૬ પોઈન્ટ તૂટીને ૩૩૮૧૬.૪૧ બંધ રહ્યો હતો.

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં ફંડો વેચવાલ : ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૫ તૂટી રૂ.૭૮૨ : કોટક બેંક, એક્સિસ ઘટયા

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં પણ ફંડોએ આજે વેચવાલી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ સહિત યથાવત રાખતાં અને નિકાસ મોરચે અનિશ્ચિતતા વધતાં ઉદ્યોગોના લોન ડિફોલ્ટરનું જોખમ વધવાની શકયતાએ બેંકોની એનપીએ વધવાની શકયતાએ ફંડો હળવા થયા હતા. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૪.૮૦ તૂટીને રૂ.૭૮૨.૭૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૧.૪૫ ઘટીને રૂ.૧૯૫૦.૯૦, એક્સિસ બેંક રૂ.૧૯.૫૫ ઘટીને રૂ.૧૦૫૭.૩૫, એચડીએફસી બેંક રૂ.૨૨.૩૫ ઘટીને રૂ.૧૯૭૩.૦૫ રહ્યા હતા. પ્રુડેન્ટ એડવાઈઝ રૂ.૮૦.૩૫ ઘટીને રૂ.૨૬૩૮.૮૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૪૩.૨૦ પોઈન્ટ ગબડીને ૬૧૧૨૭.૨૮ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી ક્ષેત્રે મંદીના ફફડાટે ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૭૬ તૂટી રૂ.૧૯૭૩ : શોભા ડેવલપર્સ, ફિનિક્સ ઘટયા

વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતાની સાથે ઘર આંગણે બિઝનેસ પ્રવૃતિ ઘટવાની અને એના પરિણામે રિયલ એસ્ટેટ ક્ષેત્રે માંગ મંદ પડવાના અંદાજોએ આજે રિયાલ્ટી શેરોમાં વેચવાલી રહી હતી. ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૭૬.૩૫ તૂટીને રૂ.૧૯૭૩.૪૦, શોભા ડેવલપર્સ રૂ.૪૩.૩૫ ઘટીને રૂ.૧૫૧૪.૫૫, અનંત રાજ રૂ.૧૨.૩૦ ઘટીને રૂ.૫૩૪.૩૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૪૪.૭૦ પોઈન્ટ ઘટીને ૬૭૯૧.૬૮ બંધ રહ્યો હતો.

સપ્તાહના અંતે સાવચેતીમાં ફંડોનું સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓફલોડિંગ થયું : ૨૫૪૮ શેરો નેગેટીવ બંધ

સપ્તાહના અંતે રાતવાસો નહીં કરવા ફંડો, ખેલંદાઓએ ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ વધુ ખરાબ બની હતી.  બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૭૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૫૧થી ઘટીને ૧૫૦૩ અને ઘટનારની ૨૨૯૭થી વધીને ૨૫૪૮ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૯૩૩ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૭૭૨૪ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે શુક્રવારે શેરોમાં કેશમાં રૂ.૧૯૩૨.૮૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૭૭૨૩.૬૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૭૨ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૦.૬૩ લાખ કરોડ

શેરોમાં  વેચવાલી વધતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૭૨ લાખ  કરોડ ઘટીને રૂ.૪૪૦.૬૩ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …
Business

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …

March 29, 2026
બેન્કિંગ વ્યવસ્થામાં થાપણથી ધિરાણની માત્રા 83 ટકા સુધી પહોંચી ગઇ | The deposit to credit ratio in th…
Business

બેન્કિંગ વ્યવસ્થામાં થાપણથી ધિરાણની માત્રા 83 ટકા સુધી પહોંચી ગઇ | The deposit to credit ratio in th…

March 29, 2026
યુદ્ધ જો જૂન સુધી ચાલુ રહેશે તો ક્રૂડના ભાવ 200 ડોલર પહોંચશે | If the war continues till June crude …
Business

યુદ્ધ જો જૂન સુધી ચાલુ રહેશે તો ક્રૂડના ભાવ 200 ડોલર પહોંચશે | If the war continues till June crude …

March 29, 2026
Next Post
માંડલના સીમ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવાતી ભઠ્ઠી ઝડપાઈ | A country liquor factory was seized from th…

માંડલના સીમ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવાતી ભઠ્ઠી ઝડપાઈ | A country liquor factory was seized from th...

હળવદમાં નરબંકાઓના પાળિયાને રાખડી બાંધી ઉજવણી કરવાની પરંપરા | The tradition of celebrating by tying r…

હળવદમાં નરબંકાઓના પાળિયાને રાખડી બાંધી ઉજવણી કરવાની પરંપરા | The tradition of celebrating by tying r...

70 જેટલા ફસાયેલા યાત્રિકોને એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા | Around 70 stranded passengers airlifted to …

70 જેટલા ફસાયેલા યાત્રિકોને એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા | Around 70 stranded passengers airlifted to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી | Astronauts including Shubhaanshu Shu…

શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી | Astronauts including Shubhaanshu Shu…

9 months ago
ભરૂચના ઓચ્છણ અને અમલેશ્વર ગામ ખાતે કોપરના કેબલ ચોરી અજાણ્ય તસ્કરો ફરાર | thieves abscond after steal…

ભરૂચના ઓચ્છણ અને અમલેશ્વર ગામ ખાતે કોપરના કેબલ ચોરી અજાણ્ય તસ્કરો ફરાર | thieves abscond after steal…

7 months ago
દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં

દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં

5 months ago
અમદાવાદ બિલ્ડર હત્યા કેસ : સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ, કારમાં મળી હતી પાર્ટનરની લાશ | ahmedab…

અમદાવાદ બિલ્ડર હત્યા કેસ : સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ, કારમાં મળી હતી પાર્ટનરની લાશ | ahmedab…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News