gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક, દીવાલ કૂદી ગરુડ દ્વાર સુધી પહોંચેલો યુવક પકડાયો | indian parliament …

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in INDIA
0 0
0
સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક, દીવાલ કૂદી ગરુડ દ્વાર સુધી પહોંચેલો યુવક પકડાયો | indian parliament …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Parliament Security Breach: ભારતના સંસદ ગૃહમાં સુરક્ષામાં મોટી ચૂક છે. એક અજાણ્યો શખસ દિવાલ કૂદી સંસદ ભવનમાં ઘુસી ગયો હતો. આટલું જ નહીં તે છેક ગરૂડ ભવન સુધી પહોંચી ગયો હતો. આ ઘટના આજે સવારે લગભગ સાડા છ વાગ્યે બની હતી. રેલભવન તરફથી વૃક્ષ પર ચડી તેણે સંસદ ભવનની દિવાલ કુદાવી હતી. સુરક્ષા કર્મીઓની નજર પડતાં જ તેને તુરંત જ ઝડપી લીધો હતો. 

સુરક્ષા કર્મીઓએ ગરૂડ ભવન તરફ જતાં એક શખસને જોતાં તુરંત તેને અટકાવ્યો હતો. તેની અટકાયત કરી સંસદ ભવનમાં ઘૂસવા પાછળનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરાઈ છે. આરોપીની ઓળખ હજુ સુધી થઈ નથી.

2023માં સ્મોક કેનનો હુમલો

2023માં પણ સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થઈ હતી. 13 ડિસેમ્બર, 2023ના રોજ સંસદ ભવનમાં છ લોકો ઘૂસી ગયા હતા. જેમાં સાગર શર્મા અને મનોરંજન નામના યુવકે લોકસભાની મુલાકાતીઓની ગેલેરીમાં પહોંચી પોતાના જૂતામાં છુપાયેલા ડબ્બામાંથી પીળો ધુમાડો છોડ્યો હતો. અન્ય બે યુવક અમોલ શિંદે અને નીલમ આઝાદ સૂત્રોચ્ચાર કરતાં અને રંગીન ધુમાડો છોડતા સંસદમાંથી બહાર નીકળ્યા હતાં.  આ લોકોને મૈસુરના ભાજપના સાંસદ પ્રતાપ સિંહાના નામે પાસ આપવામાં આવ્યા હતા. લલિત જ્હાં અને મહેશ કુમાવત આ ઘટનાના મુખ્ય સૂત્રધાર હતા.

આ પણ વાંચોઃ મંત્રીનું ધોતીયું ખેંચવાના આરોપમાં પૂર્વ સાંસદને 29 વર્ષે રાહત, ધોતીયાકાંડમાં સેશન કોર્ટનો ચુકાદો

દિલ્હી પોલીસે તમામ પાંચ લોકોની ધરપકડ કરી હતી. લલિત જ્હાં ફરાર થયો હતો. છ આરોપી વિરૂદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સંસદની સુરક્ષામાં ભંગ માટે કોની ભૂલ જવાબદાર હતી અને આરોપીઓ લોકસભાની અંદર પહોંચ્યા તે જાણવા માટે આ મામલાની તપાસ કરવા માટે CRPF જનરલ ડિરેક્ટર અનિશ દયાલ સિંહના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. લોકસભા સચિવાલયના 8 સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંસદમાં સાંસદોના અંગત સહાયકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

2001માં થયો હતો આતંકી હુમલો 

દેશના સંસદ ગૃહમાં અગાઉ 2001માં આતંકી હુમલો પણ થયો હતો. 13 ડિસેમ્બર, 2001ના રોજ જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદી સંસદમાં ઘૂસ્યા હતા અને હુમલો  કર્યો હતો. સંસદમાં ઘૂસવા માટે તેમણે ગૃહ મંત્રાલયની નકલી કારનો ઉપયોગ કર્યો હતો. તેઓ હથિયારોથી સજ્જ હતા. આ આતંકી હુમલામાં નવ લોકોના મોત થયા હતા. દિલ્હી પોલીસ અને સેનાએ પાંચેય આતંકીના ઢીમ ઢાળી દીધા હતા. આ હુમલામાં દિલ્હી પોલીસના પાંચ કર્મચારીઓ, એક સીઆરપીએફ જવાન અને બે સંસદના સિકયોરિટી ગાર્ડ તેમજ એક માળી મોતને ભેટ્યા હતાં. હવે સંસદ ભવનમાં આઈડી કાર્ડના આધારે જ પ્રવેશ મળે છે.

સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક, દીવાલ કૂદી ગરુડ દ્વાર સુધી પહોંચેલો યુવક પકડાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો | Brother attacks sister who went to demand…

ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો | Brother attacks sister who went to demand...

‘ચૂપ રહેશો તો ધમકાવનારાની તાકાત વધશે’, અમેરિકાના ટેરિફ અંગે ભારતને ચીનનો મજબૂત ટેકો | /china backs i…

'ચૂપ રહેશો તો ધમકાવનારાની તાકાત વધશે', અમેરિકાના ટેરિફ અંગે ભારતને ચીનનો મજબૂત ટેકો | /china backs i...

વડોદરા શહેરમાંથી ત્રણ લક્ઝરી બસ ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing three luxury…

વડોદરા શહેરમાંથી ત્રણ લક્ઝરી બસ ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing three luxury...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલાકના 11000 કી.મી.ની ઝડપે ઉડનારૂ ‘બ્રહ્મોસ’ મિસાઇલ ભારત-રશિયા બનાવી રહ્યાં છે

કલાકના 11000 કી.મી.ની ઝડપે ઉડનારૂ ‘બ્રહ્મોસ’ મિસાઇલ ભારત-રશિયા બનાવી રહ્યાં છે

1 year ago
આજવા ચોકડી નજીકથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ-બિયરનો જથ્થો ભરેલી ભરેલી ઇનોવા કાર ઝડપી | Police c…

આજવા ચોકડી નજીકથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ-બિયરનો જથ્થો ભરેલી ભરેલી ઇનોવા કાર ઝડપી | Police c…

4 months ago
10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecast orange…

10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecast orange…

1 year ago
મહિલા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ, મદદગારી કરનાર ડાકોરના પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ | Man who raped woman c…

મહિલા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ, મદદગારી કરનાર ડાકોરના પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ | Man who raped woman c…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News