gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ | gujarat hig…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ | gujarat hig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court: ત્રણ જુદા જુદા કેસોમાં એક કેદીએ તમામ સજા પૂરી કરી દીધી હોવા છતાં જેલ સત્તાવાળાઓની સજા ગણતરીમાં ભૂલના કારણે કેદીને બે મહિના સુધી વધુ જેલમાં રહેવું પડ્યું હોવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે આઈપીએસ અને વડોદરા જેલ એસપી ઉષા રાડા, જેલર એન.જે.પરમાર અને એન.જી.પરીખને વર્ચ્યુઅલી હાજર રખાવ્યા હતા તો, જેલ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ એમ.ડી.ચૌધરી, સિનિયર જેલર વી.ડી.બારીયા, સિનિયર કલાર્ક સંજય મોહિતને રૂબરૂ હાજર રખાવ્યા હતા. ગઇકાલે ભરચક કોર્ટ રૂમમાં આ તમામ જેલ સત્તાવાળાઓનો જોરદાર રીતે ઉધડો લીધા બાદ આજે જસ્ટિસ હસમુખ ડી.સુથારે જેલ ઓથોરીટીની ગંભીર બેદરકારી અને લાપરવાહીના કારણે બે મહિના વધુ જેલમાં રહેનાર કેદીને રૂ. 50,000 વળતર અપાવતો હુકમ કર્યો હતો.

કેદી સજા પૂરી થઈ ગયા પછી એક મિનિટ માટે પણ જેલમાં જ રહેવો જોઈએ: હાઈકોર્ટ

હાઈકોર્ટે કેદીને વળતરની આ રકમ તેમના ખિસ્સામાંથી સીધી કેદીના ખાતામાં ચૂકવી આપવા વડોદરા જેલ સુપ્રિટેન્ડન્ટને ફરમાન કર્યું હતું. આ સાથે હાઈકોર્ટે પોતાના હુકમમાં બહુ ગંભીર, સંવેદનશીલ અને માર્મિક અવલોકનો સાથે અગત્યના નિર્દેશો જારી કર્યા હતા.

હાઈકોર્ટે જેલ મુલાકાતીઓ તરીકે જેલમાં મુલાકાત લેતાં ન્યાયિક અધિકારીઓને તેમની જેલ મુલાકાત દરમિયાન જેલના રેકોર્ડ ચકાસવા અને કોઈપણ કેદી કે કાચા કામનો કેદી સજા પૂરી થઈ ગયા પછી કે જો તેના મંજૂર થઈ ગયા હોય તો તે પછી એક મિનિટ માટે પણ જેલમાં ખોટી કે ગેરકાયદે રીતે રહેવો ના જોઇએ તે બાબતની ખરાઇ કરવા બહુ મહત્ત્વનો હુકમ કર્યો હતો.

તમામ કેદીઓના સેટ ઓફ સમયગાળાની ગણતરીનો હુકમ

સાથે સાથે જેલ સુપ્રિટેન્ડન્ટને તમામ કેદીઓના સેટ ઓફના સમયગાળાની નવેસરથી ચોકક્સ ગણતરી કરવા પણ હુકમ કર્યો હતો. યોગ્ય ચકાસણી પછી તા. 01-08-2025ના પરિપત્ર અનુસાર, કેદીઓના અપડેટેડ પ્રવેશ કાર્ડ, ટિકિટ અને સંબંધિત જેલ રેકોર્ડ તૈયાર કરવા પણ હુકમ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે રાજય સરકાર અને જેલ સત્તાવાળાઓને બહુ માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, જેલ સત્તાવાળાઓની મનસ્વીતા અને ઉદ્ધતાઈથી ઉદ્દભવેલી આવી ખોટી કેદ ગુનેગાર(કૈદી)ના મૂળભૂત અધિકારો પરત્વે સંપૂર્ણ અવગણના દર્શાવે છે.

જેલમાં આશ્રમ જેવું મૈત્રીપૂર્ણ-સંવેદનશીલ વાતાવરણ બનાવો

બંધારણની કલમ-51a તમામ નાગરિકોને જીવંત પ્રાણીઓ પ્રત્યે કરૂણા દાખવવાનો નિર્દેશ કરાયો છે. જેલના કેદીઓ ગુનેગાર હોવા છતાં પણ તેમના મૂળભૂત અધિકારો ગુમાવતા નથી. વારંવાર તકો મળવા છતાં જેલ અધિકારીઓ કેદીઓ પ્રત્યે સહાનુભૂતિથી કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યા અને તેમના ગેરકાયદે તેમ જ મનસ્વી અભિગમો ચાલુ રાખ્યા. તેથી આ સંદર્ભમાં ગંભીર ચૂક દાખવાનારા જેલ અધિકારીઓ પર વળતરનો દંડ લાદવા માટેનો આ ફીટ કેસ અદાલત માને છે.

આ પણ વાંચો: 1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવીને અપાય છે પણ ભાવ તો પૂરા પેટ્રોલના વસૂલાય છે

પોતાને શોધવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, તમે બીજાઓની સેવામાં પોતાને ગુમાવી દો

જસ્ટિસ હસમુખ ડી.સુથારે પોતાના ચુકાદાનું સમાપન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બહુ હૃદયસ્પર્શી વાકય સાથે કર્યું હતું. જેમાં જણાવ્યું છે કે, પોતાને શોધવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, તમે બીજાઓની સેવામાં પોતાને ગુમાવી દો(પોતાની જાતને ખપાવી દો). હાઈકોર્ટે રાજયની જેલોના આઈજીને બહુ મહત્ત્વનો આદેશ કરતાં જેલોમાં આશ્રમ જેવું મૈત્રીપૂર્ણ અને કરૂણામય(સંવેદનશીલ) વાતાવરણ ઉભુ કરવા પણ હુકમ કર્યો હતો. હાઈકોર્ટે રાજયની જેલોના જેલ સત્તાવાળાઓને મોડેલ જેલ મેન્યુઅલનું પાલન કરીને તમામ કેદીઓ સાથે માનવતા અને સંવેદનશીલતા સાથે વર્તન કરવા અને ગુનેગારો-કેદીઓના પુર્નવસન માટે જરૂરી પગલાં લેવા પણ બહુ અગત્યનો હુકમ કર્યો હતો.

સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
VIDEO : હિમાચલમાં 3 જગ્યાએ આભ ફાટ્યું, ધાર્મિક યાત્રા અટકી, રાજસ્થાનમાં 16 જિલ્લામાં સ્કૂલો બંધ | Cl…

VIDEO : હિમાચલમાં 3 જગ્યાએ આભ ફાટ્યું, ધાર્મિક યાત્રા અટકી, રાજસ્થાનમાં 16 જિલ્લામાં સ્કૂલો બંધ | Cl...

જમ્મુ-કાશ્મીરમાં ફરી મોટું ઓપરેશન, એક આતંકી ઠાર, બે-ત્રણ ઘેરાયા, રાતભર અથડામણ | Another major operat…

જમ્મુ-કાશ્મીરમાં ફરી મોટું ઓપરેશન, એક આતંકી ઠાર, બે-ત્રણ ઘેરાયા, રાતભર અથડામણ | Another major operat...

સેલ્ફીના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, માઉન્ટ આબુમાં અમદાવાદી યુવકનું મોત | ahmedabad youth …

સેલ્ફીના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, માઉન્ટ આબુમાં અમદાવાદી યુવકનું મોત | ahmedabad youth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા | Aviation fuel prices hike…

વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા | Aviation fuel prices hike…

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સ્માર્ટ સિટી વહીવટી તંત્રમાં પણ છીંડા, અમદાવાદ મ્યુનિ.ના બગીચામાં કયાંક CCTV,કયાંક રાતે લાઈટો પણ બં…

1 year ago
સુપ્રીમ વિરુદ્ધ નિવેદનબાજી કરનારા નિશિકાંતને ભાજપની ફટકાર, કહ્યું – ‘અમારે લેવા-દેવા નથી..’ | BJP MP…

સુપ્રીમ વિરુદ્ધ નિવેદનબાજી કરનારા નિશિકાંતને ભાજપની ફટકાર, કહ્યું – ‘અમારે લેવા-દેવા નથી..’ | BJP MP…

1 year ago
ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જ્વેલરી શોપમાંથી સોનાની ચેન લઈને ફરાર | A thief disguised as a custom…

ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જ્વેલરી શોપમાંથી સોનાની ચેન લઈને ફરાર | A thief disguised as a custom…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News