![]()
યુવાનની ગાડી સાથે અન્ય કાર અથડાવી તોડફોડ કરી માર મારી ધમકી આપી
ભાવનગર – ધોલેરા તાલુકાના
સાંગાસર ગામે સાત શખ્સે ધીમા અવાજે વાત કરો તેમ કહી યુવાનની કારને અન્ય કાર વડે
ટક્કર મારી કારની તોડફોડ કરી યુવાનને લાકડી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની
ઘમકી આપી હતી.
ધોલેરા તાલુકાના સાંગાસર ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા કિશોરભાઈ
દયાળભાઈ પરમાર અને તેના સાળા અજયભાઇ તથા મિત્ર હર્ષદભાઈ ગામની હનુમાનજી મંદિર પાસે
આવેલ ગામ તળાવની પાળ પાસે બેઠા હતા તે વખતે હરેશ હસુભાઈ ઠેભાણી તથા અરવિંદ ઘનશ્યામભાઈ
ઠેભાણીએ આવી કહેલ કે તમો ધીમા અવાજે વાતો કરો તેમ કહી બોલાચાલી ઝઘડો કરી ફોન કરી
તેના શખ્સને બોલાવ્યા હતા. અને કિશોરભાઈ સહિત ત્રાસ લોકો કારમાં બેસી નિકળ્યા
ત્યારે પાછળથી બીજી કારે ટક્કર મારી મોટરસાયકલ ઉપર હરેશ તથા અરવિંદએ કાર આગળ બાઈક
આડુ કરી કાર ઉભી રખાવી વિજય ભીમાભાઈ ઠેભાણી તથા અન્ય ચાર અજાણ્યા શખ્સ તથા હરેશ
તથા અરવિંદએ એક સંપ થઈ હાથમાં લાકડી અને લોખંડની પાઇપ જેવા મારક હથિયાર ધારણ કરી
ગેરકાયદે મંડળી રચી અમારી તરફ આવતા અજયભાઈ દોડી જતા રહેલ અને કિશોરભાઈ અને
હર્ષદભાઈ ગાડીમાં બેસી જતા હતા.તેવામાં સાતેય શખ્સે ગાળો બોલી કાર ગા ઉપર લાકડી
અને પાઈપથી આડેઘડ ઘા મારી ગાડીના કાચ ફોડી તથા બોડીના પતરાનું રૃ.૧૦,૦૦૦ નું
નુકશાન કર્યું હતું.કિશોરભાઈને ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ
બનાવ સંદર્ભે કિશોરભાઈ સાત શખ્સ વિરૃધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.










