gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હાસન રાજ્યસભામાં કરશે એન્ટ્રી! DMKએ ફાળવી બેઠક | tamil nadu kamal haasan m…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હાસન રાજ્યસભામાં કરશે એન્ટ્રી! DMKએ ફાળવી બેઠક | tamil nadu kamal haasan m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kamal Hasan May Take Entry In Rajyasabha: અભિનેતાથી રાજનેતા બનેલા કમલ હાસન સંસદના ઉપલા સદન રાજ્યસભામાં એન્ટ્રી લઈ શકે છે. તમિલનાડુ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો મુદ્દે સત્તાધારી પક્ષ ડીએમકેએ ખુલાસો કર્યો છે કે, અમે રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં ચાર બેઠક પર ચૂંટણી લડીશું. જ્યારે એક બેઠક કમલ હાસનના પક્ષ મક્કલ નિધિ મય્યમ (એમએનએમ)ને આપવા નિર્ણય લીધો છે. આગામી 19 જૂનના રોજ રાજ્યસભાની કુલ આઠ બેઠક પર ચૂંટણી યોજાશે. જેમાં તમિલનાડુની છ અને આસામની બે બેઠક સમાવિષ્ટ છે.

ડીએમકેએ ત્રણ ઉમેદવારોની કરી જાહેરાત

ડીએમકેએ રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પક્ષના વરિષ્ઠ વકીલ પી વિલ્સનને ટિકિટ આપી છે. આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી એસઆર શિવલિંગમ તથા કવિત્રી, લેખક અને પક્ષના પદાધિકારી રૂકૈયા મલિક ઉર્ફ સલમાને ટિકિટ આપવામાં આવી છે. તમિલનાડુમાંથી છ રાજ્યસભા સાંસદ આગામી 24 જુલાઈ, 2025ના રોજ નિવૃત્ત થશે. નિવૃત્ત થનારા નેતાઓમાં પીએમકેના અંબુમણિ રામદાસ, એમડીએમકેના ટોચના નેતા સામેલ છે.

કોણ છે આ ત્રણ ઉમેદવાર?

બીએસસી અને લૉ ડિગ્રીધારક પી. વિલ્સન હાલ રાજ્યસભાના સાંસદ છે. તે સુપ્રીમ કોર્ટમાં એક ટોચના વકીલ પણ છે. તેમણે અનેક હાઈ પ્રોફાઈલ કાયદાકીય મામલામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. એસઆર શિવલિંગમ ડીએમકેના વરિષ્ઠ નેતા છે. તે પહેલાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણના રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમની ઉમેદવારી સદનમાં પ્રશાસનિક અનુભવની સાથે કાયદાકીય નિપુણતાને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે. રૂકૈયા મલિક વિવિધ સામાજિક કલ્યાણ અને ન્યાયના વિષયો પર કવિતાઓ અને પુસ્તકો લખ્યા છે.

આ પણ વાંચોઃ રાજ્યસભામાં વધશે વિપક્ષનો ‘પાવર’, 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ

શું છે ચૂંટણી સમીકરણ?

ડીએમકે પક્ષના પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને જણાવ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલાં થયેલા સમાધાન હેઠળ કમલ હાસનના પક્ષને રાજ્યસભાની આ ચૂંટણીમાં એક બેઠક આપવામાં આવી છે. વિધાનસભામાં પોતાના સહયોગીઓની સંખ્યામાં વધારો કરવા ડીએમકે રાજ્યસભા ચૂંટણીમાં છમાંથી ચાર બેઠક જીતી શકે છે. જ્યારે વિપક્ષ AIADMK, ભાજપ અને અન્ય સહયોગીઓની મદદથી બે બેઠક પર જીત હાંસલ કરી શકે છે.

કમલ હાસન રાજ્યસભા જશે

ડીએમકેની આ જાહેરાત બાદ કમલ હાસનના પક્ષ મક્કલ નીધિ મય્યમ (એમએનએમ)એ પણ સંકેત આપ્યો છે કે, અભિનેતા રાજ્યસભા જઈ શકે છે. પક્ષના નેતા મુરલી અપ્પાસે જણાવ્યું કે, અમે કમલ હાસનને મક્કલ નીધિ મય્યમ પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે પસંદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હાસન રાજ્યસભામાં કરશે એન્ટ્રી! DMKએ ફાળવી બેઠક 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…
INDIA

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…

May 18, 2026
ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…
INDIA

ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…

May 18, 2026
દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…
INDIA

દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…

May 18, 2026
Next Post
ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા! શિંદે જૂથના નેતાએ લગાવ્યો ગંભીર આરોપ

ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા! શિંદે જૂથના નેતાએ લગાવ્યો ગંભીર આરોપ

દેશના 17 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, રાજસ્થાનમાં બેઋતુ

દેશના 17 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, રાજસ્થાનમાં બેઋતુ

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, સરકારે જાહેરનામું બહાર પાડ્યું

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, સરકારે જાહેરનામું બહાર પાડ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુબઈમાં સોનું આટલું સસ્તું મળે! જાણો ભારત કેટલું ખરીદી લાવી શકાય, નિયમ ધ્યાનમાં રાખજો | why is gold …

દુબઈમાં સોનું આટલું સસ્તું મળે! જાણો ભારત કેટલું ખરીદી લાવી શકાય, નિયમ ધ્યાનમાં રાખજો | why is gold …

6 months ago

100 વર્ષ જીવવાનું આ છે અસલ સીક્રેટ, 5 વીકલી ટેવ તમારું આયુષ્ય લાંબુ કરશે! | longevity weekly routines common among people who live to 100

4 months ago
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન – જન સુધી પહોચી આરોગ્ય સેવા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન – જન સુધી પહોચી આરોગ્ય સેવા

5 months ago
સાયબર ફ્રોડના 81.42 લાખ સગેવગે કરવા અંગે વધુ 5 ગુના દાખલ | 5 more cases registered for cyber fraud w…

સાયબર ફ્રોડના 81.42 લાખ સગેવગે કરવા અંગે વધુ 5 ગુના દાખલ | 5 more cases registered for cyber fraud w…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News