gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠા જિલ્લામાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ

G METRO NEWS by G METRO NEWS
October 30, 2026
in GUJARAT
0 0
0
સાબરકાંઠા જિલ્લામાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાબરકાંઠા જિલ્લામાં કાંકણોલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતાં કરવામાં આવી હતી.

આ પ્રસંગે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મા હપ્તાની સહાય દેશભરના પાત્ર ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી જમા કરાવી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ પહેલ છે. ખેતીવાડીના ખર્ચમાં ખેડૂતોને મદદરૂપ થવાના હેતુથી દર ચાર મહિને મળતી આર્થિક સહાયથી નાના અને સીમાંત ખેડૂતોને બિયારણ, ખાતર તથા અન્ય ખેતીવાડીની જરૂરિયાતો પૂર્ણ કરવામાં સહાય મળે છે. જિલ્લાના ૨.૨૩ લાખ ખેડૂતોને આ બે હજારનો હપ્તા તેમના ખાતામાં જમા થશે.

ખેડૂતો પર કુદરતી આફત કે અન્ય મુશ્કેલી આવે ત્યારે સરકાર હંમેશાં તેમની પડખે ઊભી રહે છે તેમ જણાવતાં તેમણે અગાઉ ભારે વરસાદથી થયેલા નુકસાનના સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂ. ૧૦,૦૦૦ કરોડના સહાય પેકેજનો ઉલ્લેખ કર્યો હતો. આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના આશરે ૮૦ હજાર ખેડૂતોને રૂ. ૧૨૫ કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જિલ્લામાં મગફળીની સારી આવક અને બજારમાં પ્રતિ મણ રૂ. ૨,૧૦૦ સુધીના ભાવ મળતા હોવાનો ઉલ્લેખ કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મહિલા સશક્તિકરણ અંગે વાત કરતાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેતી અને પશુપાલન ક્ષેત્રે માતાઓ-બહેનોનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા પ્રતિ માસ રૂ. ૯૦૦ની સહાય સહિત વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. મહિલાઓએ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી સરકારી યોજનાઓનો લાભ લઈને આર્થિક રીતે સક્ષમ બનવું જોઈએ.

અંતમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે ખેડૂતોની સમૃદ્ધિ અનિવાર્ય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ માટે થઈ રહેલા પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરતાં તેમણે સૌને સરકારની વિકાસયાત્રામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વી. ડી ઝાલાએ જણાવ્યું હતું કે, ડીબીટી ના મારફતે સીધા ખેડૂતો ના ખાતામાં જમા થાય છે જેથી ખેડૂતો પોતાના ખેતીના ખર્ચ માટે ઉપયોગ કરી શકે છે. ખેડૂતો ને ખેતી માટે નર્મદાના નીર છેક કચ્છ ના રણ સુધી પહોંચ્યા છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ માં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે છે. સિંચાઇના પાણી માટે તળાવ ભરવા જેવા ખેડૂતલક્ષી નિર્ણય લેવાય છે. આ ખેડૂતો આત્મ નિર્ભર બને અને વડાપ્રધાન શ્રી ના ૨૦૪૭ના વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ના સંકલ્પ પૂર્ણ કરવામાં મદદરૂપ બનશું.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. ૧૮,૬૮૦ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાત રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૭૧ કરોડની સહાય DBT મારફતે આપવામાં આવી હતી.

આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતમિત્રોએ વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્રારા પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવ રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ પી પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ પાર્થરાજસિંહ ગોહિલ, હિંમતનગર પ્રાંત શ્રી ધારિણી એમ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે. પી. પાટીદારઅગ્રણી શ્રી કનુભાઈ પટેલ, શ્રી બિપિન ઓઝા, સુશ્રી કૌશલ્યા કુંવરબા, શ્રી પ્રેમલ દેસાઈ, શ્રી વિજય પંડ્યા, શ્રી ગણપતસિંહ ઝાલા, શ્રી જેઠાભાઇ પટેલ, શ્રી ભોગીલાલ પટેલ, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી મણીભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ સહિત ખેતીવાડી વિભાગ ના અધિકારી શ્રી બી.જે.જોશી, બાગાયત અધિકારીશ્રી ડી.એમ. પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી કલ્પેશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

અહેવાલ દિનેશભાઇ સોનગરા હિંમતનગર..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

गुरु रंधावा के नए गाने ‘So What’ में दिखा पंजाबी स्वैग, अंजिनी धवन के साथ जमाई जोड़ी
GUJARAT

गुरु रंधावा के नए गाने ‘So What’ में दिखा पंजाबी स्वैग, अंजिनी धवन के साथ जमाई जोड़ी

October 30, 2026
Orry Channels Tumbbad’s Iconic Hastar This Halloween, Giving Pop Culture a Folklore Twist
GUJARAT

Orry Channels Tumbbad’s Iconic Hastar This Halloween, Giving Pop Culture a Folklore Twist

October 30, 2026
સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…

October 26, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદથી વિદેશ અવર-જવર: 10 વર્ષમાં 40 ટકા મુસાફરો વધ્યા, દરરોજ સરેરાશ 7000 યાત્રી | Ahmedabad Air T…

અમદાવાદથી વિદેશ અવર-જવર: 10 વર્ષમાં 40 ટકા મુસાફરો વધ્યા, દરરોજ સરેરાશ 7000 યાત્રી | Ahmedabad Air T…

11 months ago
દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વ…

દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વ…

2 years ago
ખેડાના વાસણાબુર્જંગમાં કરોડોની જમીન પચાવી પાડનારા 4 સામે લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

ખેડાના વાસણાબુર્જંગમાં કરોડોની જમીન પચાવી પાડનારા 4 સામે લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

10 months ago
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં કિરપાણ સાથે શીખ યુવકોને અટકાવતા વિવાદ | Controversy over stopping Sikh y…

વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં કિરપાણ સાથે શીખ યુવકોને અટકાવતા વિવાદ | Controversy over stopping Sikh y…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News