gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું , 2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ |…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
સાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું , 2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એસઓજીએ દરોડો પાડી એક આરોપીને ઝડપી પાડયો

– મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર છતાં સ્થાનિક ધજાળા પોલીસ અજાણ : કામગીરી સામે સવાલ : આરોપી સામે

સુરેન્દ્રનગર : એસઓજી પોલીસે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપી પાડયું છે. ખીટલા ગામની સીમમાંથી કપાસની આડમાં વાવેલા લીલા ગાંજાના રૂ.૨.૭૯ કરોડની કિંમતના ૧૮૦ છોડ (વજન ૫૫૯ કિલો)ના મુદ્દામાલ સાથે વાડી માલિકને ઝડપી લઈ ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ધજાળા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સાયલા તાલુકાના ખીટલા ગામના રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ભૂપતભાઈ ખવડે ખીટલા ગામની પામર નામની સીમમાં આવેલી પોતાની વાડીમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે દરોડો કર્યોે હતો.

પોલીસે સ્થળ પર તપાસ કરતા કપાસની આડમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે વાડીમાં કપાસની આડમાં વાવેલા લીલા ગાંજાના ૧૮૦ છોડ (કુલ વજન ૫૫૯ કિલો અને ૭૦૦ ગ્રામ) કબજે કર્યા હતા જેની કુલ કિંમત રૂપિયા ૨,૭૯,૮૫,૦૦૦ જેટલી થાય છે. આટલી મોટી માત્રામાં ગાંજો ઝડપાયા બાદ પોલીસ દ્વારા ખેતરમાંથી તમામ ગાંજો ઉખાડવા માટે ૧૨ જીઆરડી જવાનની મદદ લેવામાં આવી હતી અને અંદાજે ૧૯ કલાકની જહેમત બાદ કબજે કરવામાં આવેલ તમામ ગાંજો એક ટ્રેકટરમાં ભરવામાં આવ્યો હતો.

કેટલાક છોડ પર મધમાખીઓના મધપૂડા બેસી ગયા હતા. પોલીસે ધુમાડો કરીને મધમાખીઓને ઉડાડી પછી જ છોડ કબજે કર્યા. ગાંજાના છોડની લંબાઈ એટલી વધી ગઈ હતી કે આ લીલા છોડ ભરવા માટે કોથળા પણ ટૂંકા પડયા એટલે ૧૫-૨૦ ફૂટના પ્લાસ્ટિકના કંતાનમાં સીલિંગ કરીને એક આખું ટ્રેક્ટર ભરીને માલ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી રાજુ ખવડની ધરપકડ કરી ધજાળા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસે પહેલા આરોપીની ધરપકડ કરી પછી દરોડો પાડયો

પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકારનું મોટું વાવેતર અગાઉ ભાગ્યે જ જોવા મળ્યું છે. આરોપી રાજુ ખવડ પોતાના માટે તેમજ અન્ય ગાંજાના બંધાણી લોકોને વેચવા માટે વાવેતર કરતો હોવાની પણ વિગતો બહાર આવી હતી. મળતી માહિતી અનુસાર એસઓજી ટીમે પહેલા સ્થળની રેકી કરી હતી. રેકી દરમિયાન ખેતરમાં ગાંજાના વાવેતરની પુષ્ટી થયા બાદ પહેલા આરોપીને પકડી લીધો હતો. જેથી દરોડા દરમિયાન આરોપી નાસી ન જાય અને ત્યાર પછી દરોડો પાડવામાં આવ્યો હતો.

સાયલામાં સૌથી વધુ ગાંજો ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં, ખાસ કરીને સાયલા તાલુકાના અંતરિયાળ ગામોમાં, અવારનવાર ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાતું રહે છે.

૧. નડાળા ગામમાં ૫મી ઓક્ટોબર -૨૦૨૫માં કપાસના વાવેતરની આડમાં ૧૮.૧૫ લાખની કિંમતના ૬૯ ગાંજાના છોડ (૧૮૧ કિલો) સાથે ધજાળા પોલીસે વિપુલ ધીરૂભાઇ શેખને ઝડપાયો હતો.

૨. ધજાળા ગામમાં એસઓજી પોલીસે ૨૦મી ડિસેમ્બર,૨૦૨૪ના રોજ દરોડો પાડી એરંડાની આડમાં રૂ.૪૧,૫૦૦ની કિંમતના ૧૩ ગાંજાના છોડ (ચાર કિલો) સાથે સુમિત મેણીયાને ઝડપી પાડયો હતો. 

૩. ગંગાજળ ગામમાં એસઓજી પોલીસે ૧૮મી ડિસેમ્બર,૨૦૨૪ના રોજ ગભરુ દાદભાઇ ખાચરના મકાનના ફળિયામાં  રૂ.૧,૭૪,૫૦૦ની કિંમતના ૧૦ ગાંજાના છોડ (૧૭ કિલો ૪૫૦ ગ્રામ) ઝડપી પાડયા હતા.

૪. ધજાળા પોલીસ મથક વિસ્તારમાં આવતા નવા ગામ (બાવળીયા)ની સીમમાં એસઓજી પોલીસે ડ્રોનની મદદથી કપાસના વાવેતરની આડમાં રૂ.૧,૧૦, ૮૦૦ (૧૧ કિલો ૮૦ ગ્રામ)ની કિંમતના ગાંજાના છોડ સાથે માલાભાઇ ડાભીને ઝડપી પાડયા હતા.

૫. સાયલાના ઢીકવાળી ગામમાં ૨૮મી જુલાઇ ૨૦૨૩ના રોજ એસઓજી પોલીસે દરોડો પાડી ગાંજાનું વેચાણ કરતા લાખાભાઇ સવસીભાઇ ભરાડીયાને રૂ. ૨૫ હજારના (૨ કિલો ૫૦૦) ગાંજા સાથે ઝડપી પાડયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …
GUJARAT

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …

May 21, 2026
‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …
GUJARAT

‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …

May 21, 2026
સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…
GUJARAT

સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…

May 21, 2026
Next Post
કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી | Despite land acquisit…

કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી | Despite land acquisit...

આંતરસુબાથી ખડાલ તરફનો 10 કિ.મી.નો માર્ગ અકસ્માત નોતરશે | 10 km road from Antarsuba to Khadal will ca…

આંતરસુબાથી ખડાલ તરફનો 10 કિ.મી.નો માર્ગ અકસ્માત નોતરશે | 10 km road from Antarsuba to Khadal will ca...

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 480 ફિરકી સાથે 3 શખ્સો ઝડપાયા | 3 people arrested with 480 strands of banne…

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 480 ફિરકી સાથે 3 શખ્સો ઝડપાયા | 3 people arrested with 480 strands of banne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં લાલપુરના આરબલુસ ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ એસ.ઓ.જીના હાથે પકડાયો | bogus doctor witho…

જામનગરમાં લાલપુરના આરબલુસ ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ એસ.ઓ.જીના હાથે પકડાયો | bogus doctor witho…

8 months ago
ભારતનો પાક. નાગરિકોને દેશ છોડવા આદેશ, જી-20ના રાજદૂતો સાથે બેઠક | India orders Pakistani citizens to…

ભારતનો પાક. નાગરિકોને દેશ છોડવા આદેશ, જી-20ના રાજદૂતો સાથે બેઠક | India orders Pakistani citizens to…

1 year ago
‘માતાજીની સાક્ષીએ કહું છું, હું ખોટું નથી બોલતો…’, રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાત | Ra…

‘માતાજીની સાક્ષીએ કહું છું, હું ખોટું નથી બોલતો…’, રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાત | Ra…

3 months ago
જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ | punjab police …

જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ | punjab police …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News