gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સારવાર બની મોંઘી…! ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની 900 દવાઓના ભાવમાં આજથી વધારો | Price Hike from first …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in INDIA
0 0
0
સારવાર બની મોંઘી…! ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની 900 દવાઓના ભાવમાં આજથી વધારો | Price Hike from first …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Medicines Price Hike: આવશ્યક દવાની કેટેગરીમાં આવતી હૃદયરોગ, જ્ઞાનતંતુ-મજ્જાતંતુની સમસ્યાઓ, કાન, નાક અને ગળાની તકલીફ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડરની દવાઓ સહિતની 900થી વધુ દવાઓના ભાવમાં પહેલી એપ્રિલ 2025થી વધારો થશે. ડાયાબિટીસ, ચેપ સામે રક્ષણ આપતી દવાઓના ભાવમાં પણ વધારો થશે. આ ભાવ વધારો પોણા બે ટકાની આસપાસનો છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ આ ભાવ વધારાને મંજૂરી આપી છે. દર વર્ષે આ વધારો આપવામાં આવે છે. આગળના વર્ષના 2024ના હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સની વધઘટને આધારે આ ભાવ સુધારો કરવામાં આવે છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરના ફકરાં નંબર ૧૬(૨)માં મેન્યુફેક્ચરર્સને હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સના વધારા પ્રમાણે દવાના ભાવમાં વધારો કરવાની છૂટ આપવામાં આવેલી છે. 

ન્યુરોલોજિકલ, એન્ટિબાયોટિક્સ તથા એન્ટિબેક્ટેરિયલની દવાઓમાં ભાવ વધારો

2023ની હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સની તુલનાએ ૨૦૨૪માં જોવા મળેલા વધારાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત વધારો માન્ય રાખવામાં આવ્યો છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં આવેલા વધારા પ્રમાણે દવાના મેન્યુફેક્ચરર્સ તેમની દવાના ભાવમાં પોણા બે ટકા સુધીનો વધારો કોઈની પણ આગોતરી મંજૂરી લીધા વિના કરી શકે છે. આ સિવાયના કિસ્સાઓમાં દવાના ઉત્પાદકોએ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરીને ભાવમાં વધારો કરી આપવાની વિનંતી કરવી પડે છે. 

આ પણ વાંચોઃ આજથી લાગુ થશે યુનિફાઇડ પેન્શન સ્કીમ: UPS કે NPSમાંથી એક પસંદ કરી શકાશે, જાણો કયું સારું

સ્ટેન્ટના ભાવમાં પણ વધારો થશે 

હૃદયરોગના દર્દીઓ માટે વપરાતા બેર મેટલના સ્ટેન્ટની કિંમત 10,993 રૂપિયા કરી દેવામાં આવી છે. સમયાંતરે લોહીમાં દવા છોડયા કરતા સ્ટેન્ટની કિંમત 38.933 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સના વધારાને આધારે તેના ભાવમાં પણ બે ટકાનો વધારો કરી શકે છે. આ વધારો 200 થી 790 રૂપિયા સુધીનો આવી શકે છે. જોકે સ્ટેન્ટના ભાવ ઘટયા પછી તેની પ્રોસિજર એટલે કે સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયાના ચાર્જ ડૉક્ટરે બમણા કે ત્રણ ગણા કરી દીધા છે. પહેલા સ્ટેન્ટના ભાવ 1.50 થી 1.80 લા લેવાતા હતા. સ્ટેન્ટના ભાવ ઘટ્યા પછી ડૉક્ટરોએ તેને બેસાડવાની પ્રક્રિયા ભાવ વધારી દઈને દર્દીના ખિસ્સા પરનો બોજ હળવો થવા દીધો નથી. 

એન્ટિબાયોટિકની દવામાં ભાવ વધારો

એન્ટિબાયોટિક તરીકે એઝિથ્રોમાઈસિનનો ઉપયોગ વ્યાપકપણે કરવામાં આવે છે. એઝિપ્રોમાઈસિનને 250 એમજીની ટેબ્લેટની મહત્તમ કિંમત 11.87 રૂપિયા અને 500 એમજીની ટેબ્લેટની એમ.આર.પી. 23.98 રૂપિયા રાખવામાં આવેલી છે. તેની સામે એન્ટિબેક્ટેરિયલ ડ્રાય સિરિપ એમોક્સિસિલીન અને ક્લેવાલાનિક એસિડની મહત્તમ મિલિલીટર દીઠ કિંમત 2.09 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એસિક્લોવિર જેવી એન્ટિવાયરલ દવાના 200 એમજીની ટેબ્લેટના મહત્તમ ભાવ 7.74 અને 400 એમજી ટેબ્લેટના 13.90 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેમજ એન્ટિમેલેરિયાની દવા હાઈડ્રોક્લોરોક્વિની 200 એમજીની ટેબ્લેટના 6.47 અને 400 એમજીની ટેબ્લેટના 14.04 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ તમિલનાડુમાં રાજકીય હલચલ! કે. અન્નામલાઈ ભાજપ પ્રમુખ પદ છોડી શકે, જાણો કેમ?

પેઇનકિલર તરીકે વપરાતી દવા ડાઈક્લોફેનાકની ટેબ્લેટનો મહત્તમ ભાવ 2.09 નક્કી કરવામાં આવ્યો છે. આ જ રીતે આઈબુપ્રોફેન 200 એમજીની ટેબ્લેટનો ભાવ 0.72 પૈસા અને 400 એમજીની ટેબ્લેટનો ભાવ1.22 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ સિવાય ડ્પાગ્લિફ્લોઝિન, મેટફાર્મિન હાઈડ્રોક્લોરાઈડ અને ગ્લિમિપ્રાઇડ ટેબ્લેટદીઠ ભાવ 12.74 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. 

નેશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિનમાં એનેસ્થેશિયાની, એલર્જીનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતી દવાનો પણ સમાવેશ થાય છે. આ દવાઓમાં પેરાસિટામોલ, એનિમિયા તથા વિટામિનની દવાઓનો પણ નેશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિનમાં સમાવેશ થાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ |…
INDIA

યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ |…

February 5, 2026
યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…
INDIA

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…

February 5, 2026
કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…
INDIA

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

February 5, 2026
Next Post
કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને બસ વચ્ચે ટક્કર, એકનું મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત | kheda accident bet…

કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને બસ વચ્ચે ટક્કર, એકનું મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત | kheda accident bet...

આજથી લાગુ થશે યુનિફાઇડ પેન્શન સ્કીમ: UPS કે NPSમાંથી એક પસંદ કરી શકાશે, જાણો કયું સારું | unified pe…

આજથી લાગુ થશે યુનિફાઇડ પેન્શન સ્કીમ: UPS કે NPSમાંથી એક પસંદ કરી શકાશે, જાણો કયું સારું | unified pe...

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધરમસ્વરૂપદાસને ઝટકો: હાઇકોર્ટે ન આપ્યા જામીન, યુવતીએ લગાવ્યા હતા ગંભી…

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધરમસ્વરૂપદાસને ઝટકો: હાઇકોર્ટે ન આપ્યા જામીન, યુવતીએ લગાવ્યા હતા ગંભી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી ઍક્ટમાં મોટા ફેરફાર, સુધારેલી જોગવાઈઓનો 10 એપ્રિલથી થશે અમલ | Major changes…

ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી ઍક્ટમાં મોટા ફેરફાર, સુધારેલી જોગવાઈઓનો 10 એપ્રિલથી થશે અમલ | Major changes…

10 months ago
અમદાવાદમાં પત્નીએ પતિ પર કર્યો એસિડ એટેકઃ અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધની શંકાએ કર્યો હુમલો | Ahmedab…

અમદાવાદમાં પત્નીએ પતિ પર કર્યો એસિડ એટેકઃ અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધની શંકાએ કર્યો હુમલો | Ahmedab…

4 months ago
સીજેઆઇ-સુપ્રીમ અંગે દુબેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે હાથ ઉંચા કર્યા | BJP raises hands over Dubey’…

સીજેઆઇ-સુપ્રીમ અંગે દુબેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે હાથ ઉંચા કર્યા | BJP raises hands over Dubey’…

10 months ago
યુદ્ધવિરામ થતાં સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ એક્શનને લઈને અમે સરકારની સાથે’ | Akhil…

યુદ્ધવિરામ થતાં સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ એક્શનને લઈને અમે સરકારની સાથે’ | Akhil…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News