
Rahul Gandhi On PM Modi’s Manipur Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 13 સપ્ટેમ્બરના રોજ મિઝોરમ અને મણિપુરની મુલાકાત લેવાના છે. આ મુલાકાત પર લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, મણિપુરમાં આ મુદ્દો (કોમી તણાવ) લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ સારી વાત છે કે, તે છેક હવે મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ દેશનો મુખ્ય મુદ્દો ‘વોટ ચોરી’નો છે. તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી જનાદેશની ચોરી કરી છે.










