gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ | Historic Ha…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ | Historic Ha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hanuman Jayanti Celebrated at Salangpur Temple : આગામી 12 એપ્રિલે ચૈત્રી પૂર્ણિમા, શનિવારના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેને લઇને હાલમાં પૂરજોશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હનુમાન જયંતી મહોત્સવની ઉજવણીને ગણતરીના દિવસો બાકી હોવાથી તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ દાદાના દરબારમાં શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. 

સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ 2 - image

1008 કિલો પુષ્પોથી અભિષેક

હનુમાન જયંતિના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવશે. જેમાં શુક્રવારે કલશ યાત્રા, રાજોપચાર પૂજન, 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટથી ભક્તોને વધામણું, અને 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવશે. બપોરે 4 કલાકે કળશ યાત્રા યોજાશે. જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થશે. હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરશે. 251 પુરૂષ-મહિલા ભક્તો સાફા ધારણ કરીને દાદાને રાજી કરશે. 108 બાળકો દાદાના વિજયી ધ્વજને લહેરાવશે. આ તકે આફ્રિકન સીદી ડાન્સ જબરદસ્ત આકર્ષણ જમાવશે. આ ઉપરાંત ડી. જે. નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમો ભક્તોને મંત્રમુગ્ધ કરશે. આ તકે 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટો સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે. 

સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ 3 - image

11મીએ કિંગ ઓફ સાળંગપુર ખાતે સમુહ આરતી, આતશબાજી અને લાઇવ કોન્સર્ટનું આયોજન

11 એપ્રિલ શુક્રવારે રાત્રે 8.30 કલાકે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજાશે. જેમાં હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે અને ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કરાશે. રાત્રે 9 કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વીથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે અને કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે.

મહા અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન

શનિવારે ચૈત્ર સુદ પૂર્ણિમા, હનુમાન જયંતિ નિમિત્તે મંગળા આરતી, 51,000 બલૂનડ્રોપ, 250 કિલોના કેક સાથે ભક્તિ ઉત્સવ, અને મહા અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન થશે. પ. પૂ. ધ. ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં, શા. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર મહોત્સવ ઉજવાશે. 

સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ 4 - image

3000થી વધુ સ્વયંસેવકો રહેશે ખડેપગે

સાળંગપુરમાં આ હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઈક્રો મેનેજમેન્ટ માટે 3000 હજારથી વધુ સવ્યંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે રહેશે. આ ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા બરવાળાથી આવતાં અને બોટાદ બાજુથી આવતા ભક્તો માટે કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ પાર્કિંગમાં એક સાથે 10 હજારથી વધુ વ્હીકલ આરામથી પાર્ક કરી શકાશે.

કેક કાપીને હનુમાનજીના જન્મોત્સવનું સેલિબ્રેશન કરાશે

હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું છે કે, વ્હાલા ભક્તો મહામૂલો મહામહોત્સવ એટલે હનુમાન જયંતી. આ વર્ષે પણ સાળંગપુર ધામની અંદર દાદાના ધામમાં દિવ્યાતિદિવ્ય અલૌકિક અવર્ણીય, આહલાદક અને આનંદદાયક હનુમાન જયંતી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12 એપ્રિલ અને શનિવાર ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે દાદાના દરબારમાં ભવ્યાતિભવ્ય મહામહોત્સવ ઉજવાશે. એના આગલા દિવસે 11 એપ્રિલ શુક્રવારના દિવસે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય કળશ યાત્રાનો ઉત્સવ છે. આખી રાત સંગીત સંધ્યામાં મોટા કલાકારો દાદાના ભજન સંભળાવશે, કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં આપણે નાચી, ઝૂમીને દાદાને પ્રસન્ન કરીશું. 

હનુમાનજીના જન્મની પૂર્વ સંધ્યાએ આપણે સૌએ એક સાથે ભેગા થઈને કિંગ ઓફ સાળંગપુર દાદાની મહાઆરતી કરવાની છે. બીજા દિવસે સવારે વહેલા મંગળા આરતી થશે, ત્યાર પછી શણગાર આરતી થશે આ પછી દાદાના પ્રાંગણમાં મોટી કેક કાપીને ફુગ્ગા ઉડાવીને હનુમાનજીના જન્મોત્સવનું સેલિબ્રેશન કરીશું. ત્યાર પછી હનુમાનજીનું રાજોપચાર પૂજન થશે. આ ઉપરાંત દાદાને સુવર્ણના શણગાર અને અન્નકુટ પણ ધરાવાશે. આ સાથે હનુમાનજીના મહાયજ્ઞનું પણ આયોજન કરાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું | LPG Supply Boost:…
GUJARAT

યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું | LPG Supply Boost:…

March 27, 2026
ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…
GUJARAT

ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…

March 27, 2026
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…
GUJARAT

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

March 27, 2026
Next Post
દ્વારકાના હાથીગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત…

દ્વારકાના હાથીગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત...

હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..

હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..

સુરત APMCના સિક્યુરિટી ગાર્ડે બે મહિલાને વાળ ખેંચી બેરહેમીથી મારી, લોકો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા …

સુરત APMCના સિક્યુરિટી ગાર્ડે બે મહિલાને વાળ ખેંચી બેરહેમીથી મારી, લોકો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો | jagdeep …

ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો | jagdeep …

8 months ago
ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ફાંસો ખાઈ વિદ્યાર્થિનીનો આપઘાત | Student commits suicide b…

ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ફાંસો ખાઈ વિદ્યાર્થિનીનો આપઘાત | Student commits suicide b…

6 months ago
શંકરાચાર્ય VS તંત્ર: સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે હોબાળો, ‘બુલડોઝર બાબા’ના નારા લાગ્…

શંકરાચાર્ય VS તંત્ર: સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે હોબાળો, ‘બુલડોઝર બાબા’ના નારા લાગ્…

2 months ago
ધંધુકાના રોજકા ગામે હડકાયા કુતરાનો આતંક : 10 દી’માં 24 ને બચકા ભર્યાં | Rabid dog terror in Rojka vi…

ધંધુકાના રોજકા ગામે હડકાયા કુતરાનો આતંક : 10 દી’માં 24 ને બચકા ભર્યાં | Rabid dog terror in Rojka vi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News