gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિક્કિમના મેદાનથી બંગાળમાં થશે ‘ગોલ’? યુવાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા PM મોદી | pm modi sikkim vi…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in INDIA
0 0
0
સિક્કિમના મેદાનથી બંગાળમાં થશે ‘ગોલ’? યુવાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા PM મોદી | pm modi sikkim vi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Sikkim Visit 2026: PM નરેન્દ્ર મોદી અત્યારે સિક્કિમના બે દિવસીય પ્રવાસે છે. આજે મંગળવારે સિક્કિમના 50મા સ્થાપના દિવસના સમાપન સમારોહમાં PM મોદી વિશેષ હાજરી આપશે. જોકે, આ કાર્યક્રમ પહેલાં PMએ સિક્કિમની સવારનો આનંદ માણીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સિક્કિમના નાનકડા દોસ્તો સાથે ફૂટબોલનો આનંદ

રાજધાની ગંગટોકમાં સવારના સમયે PM મોદીએ સ્થાનિક યુવાનો અને બાળકો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરતા તેમણે લખ્યું કે, ગંગટોકની એક સુંદર સવાર, સિક્કિમમાં મારા નાનકડા દોસ્તો સાથે ફૂટબોલ રમવાની મજા જ કંઈક અલગ છે! PMએ આ સેશનને અત્યંત યાદગાર અને જોરદાર ગણાવ્યું હતું.

બંગાળ ચૂંટણી અને ફૂટબોલનું કનેક્શન

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે PM મોદીનું આ પગલું પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાને સાધવાની એક મોટી રણનીતિ છે. પશ્ચિમ બંગાળમાં ફૂટબોલ માત્ર રમત નથી, પણ એક લાગણી છે. કોલકાતાને ભારતીય ‘ફૂટબોલનું મક્કા’ માનવામાં આવે છે. બંગાળમાં ચૂંટણી પ્રચારનો શોર થમ્યા બાદ PM મોદીનું મેદાનમાં ઉતરવું એ બંગાળના ફૂટબોલ પ્રેમીઓને એક મોટો સાંસ્કૃતિક સંકેત માનવામાં આવે છે.

ગઈકાલે ગંગટોકમાં ભવ્ય રોડ શો

PM સોમવારે સાંજે ગંગટોક પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલીપેડથી લોકભવન સુધી યોજાયેલા રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોની ભીડ અને ઉત્સાહ જોઈને PMએ પણ અભિવાદન ઝીલ્યું હતું.

આ પણ વાંચો: LIVE : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ, જાણો તમામ મનપા-નપાની સ્થિતિ

આજનો દિવસ કેવો રહેશે?

આજે PM અનેક મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. PM મોદી ગંગટોકમાં સ્વર્ણ જયંતિ મૈત્રી મંજરી પાર્કનું નિરીક્ષણ કરશે, જે રાજ્યના પુષ્પ વારસાને પ્રદર્શિત કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ભવ્ય સમાપન કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ પ્રસંગે PM સિક્કિમ માટે રૂ. 4,000 કરોડથી વધુની વિવિધ વિકાસ યોજનાઓનું અનાવરણ પણ કરશે.

ગયા વર્ષની અધૂરી મુલાકાત આજે પૂર્ણ થશે

સિક્કિમના 50 વર્ષ ગયા વર્ષે પૂર્ણ થયા હતા અને ઉદ્ઘાટન સમારોહમાં પણ PM મોદી આવવાના હતા. જોકે, તે સમયે ખરાબ હવામાનને કારણે તેઓ ગંગટોક પહોંચી શક્યા નહોતા અને સિલિગુડીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. આ વર્ષે PM પોતે હાજર રહીને સિક્કિમના આ ઐતિહાસિક પર્વની ઉજવણીને ચાર ચાંદ લગાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…

એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con...

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |...

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કિશનવાડી સરકારી દવાખાનામાં ડિલિવરી પછી પ્રસૂતાનું મોત

કિશનવાડી સરકારી દવાખાનામાં ડિલિવરી પછી પ્રસૂતાનું મોત

6 months ago
જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી: ચાલૂ માસમાં 750 વીજ જોડ…

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી: ચાલૂ માસમાં 750 વીજ જોડ…

5 months ago
સાળંગપુર રોડ પર મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પત્નીનું મોત | Couple shattered after motorcycle…

સાળંગપુર રોડ પર મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પત્નીનું મોત | Couple shattered after motorcycle…

10 months ago
આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, હાલ તમામની હાલત સુધારા પર | Anand News Institute of Rur…

આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, હાલ તમામની હાલત સુધારા પર | Anand News Institute of Rur…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News